પર્યાવરણ સંરક્ષણનાં અનોખા પ્રકારથી સંદેશ આપી રહ્યા છે, અહિનાં ઓટો ડ્રાઈવર વિજય પાલ

પર્યાવરણ સંરક્ષણનાં અનોખા પ્રકારથી સંદેશ આપી રહ્યા છે અહિનાં ઓટો ડ્રાઈવર વિજય પાલ આ દિવસો સોશ્યલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.તેમને પોતાની ઓટો રિક્ષાની છત પર બગીચો બનાવ્યો છે.તેમનું વિઝન લોકોને પર્યાવરણ પ્રત્યે જાગરૂત કરવા અને વધારેથી વધારે વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.

લીલા અને પીળા રંગથી કર્યો શણગારવિજય પોતાની ઓટોરિક્ષાને ગ્રીન ઓટો બનાવવા માટે લીલા અને પીળા રંગથી શણગાર કર્યો છે.તેના પર ‘સેવ ટ્રી,સેવ લાઈફ'( વૃક્ષ બચાવો,જીવન બચાવો) પણ લખ્યુ છે.મંગળવારે રેડિટ પર પ્રથમવાર આ ફોટો શેર કરવામાં આવ્યો હતો.લોકો માટે એક ઉદાહરણ બન્યા વિજયે કહ્યુ કે તેનો તેમને અેક ફાયદો અે પણ થાય છે કે અોટોરિક્ષાની છત હમેંશા ઠંડી બની રહે છે.તેમને ગરમીની સીઝનમાં પણ કોઇ તાપનો અનુભવ નથી થતો.મુસાફરોને પણ અોટોમાં બેસવા પર રાહત મળે છે.ઘરમાં આ વૃક્ષ-છોડ લગાવવાથી થાય છે આ ફાયદા

કુદરતે મનુષ્યને વૃક્ષ-છોડનાં રૂપમાં મહત્વપૂર્ણ ખજાનો આપ્યો છે.વૃક્ષોનાં કારણે જ પર્યાવરણ સુરક્ષિત છે.આયુર્વેદ આ વૃક્ષ-છોડને ઔષધિય માને છે,અને તેના મૂળ,ફૂલ,પાંદડા,છાલ વગેરાથી ઔષધિઓનું નિર્માણ કરે છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક વૃક્ષ-છોડ એવા છે,જેને લગાવવાથી શુભ ફળ પ્રાપ્‍ત થાય છે.આવો જાણીએ ક્યા વૃક્ષ-છોડને લગાવવાથી શું થાય છે?અર્થાત તેને કઈ દિશામાં લગાવવા જોઈએ.

ઘરમાં વાવો આ વૃક્ષ, તમારું નસીબ બદલી દેશે !!

તુલસીનો છોડતુલસીનાં છોડને ઘરનાં આંગણામાં લગાવવો જોઈએ.તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે.તુલસી ઘરમાં લગાવવાથી બુધ્ધી અને બળમાં વધારો થાય છે.સાથે જ તેનાથી ઘરની અંદર લક્ષ્મીજીનો વાસ થાય છે.

કેરીનું વૃક્ષ

ઘરની બહાર ઈશાન કે પૂર્વ દિશાનાં વચ્ચે કેરીનું વૃક્ષ હોવું શુભ માનવામાં આવ્યું છે.પરંતુ કેરીનાં વૃક્ષ જે ફળ આપવાનું છે અને અે ઘરની અંદર લાગેલું હોય યો તેનાથી સન્તાનનાં નષ્ટ થવાનો ડર રહે છે.ભગવાન શંકરની પૂજા કેરીના ફળથી કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે,અેમ લાલ કિતાબમાં લખવામાં આવ્યું છે.કેરીનું વૃક્ષ ક્યારેય પણ ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવું જોઈએ,તેનાથી નુક્સાન થશે.

લીંબુનું વૃક્ષલીંબુનું વૃક્ષ લગાવવાથી નિસંતાન દંપતિઅોને સંતાન પ્રાપ્તિ થાય છે.લીંબુનાં વૃક્ષને લગાવવાથી બાળકોને લાભ મળે છે.લીંબુનું વૃક્ષ ઘરની બહાર ઉતરપૂર્વ દિશા તરફ લગાવવું જોઈએ.

દાડમનો છોડ

દાડમનો છોડ ઘરની બહાર અગ્નિ દિશામાં લગાવવાથી શુભ ફળ પ્રાપ્‍ત થાય છે.બંજર પ્રજાતિનાં દાડમનું વૃક્ષ ઘરની અંદર લગાવવાથી હાનિ થાય છે.દાડમની કલમને તન્ત્રસારમાં ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.દાડમનાં છોડને ક્યારેય પણ ઘરનાં ઉતર-પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈઅે.

બિલ્લીનું વૃક્ષ

બિલ્લીપત્રને શિવલિંગ પર અર્પિત કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.આ વૃક્ષ ઘરનાં વાયવ્યમાં હોવું સારું છે.

સૂરજમુખીનો છોડ

તેને ઘરનાં ઈશાન ખૂણામાં લગાવવું જોઈએ,જેથી સૂર્યોદયની સાથે અે ખિલી ઉઠે.જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જવા લાગે છે,અા ફૂલ પણ તે જ પ્રમાણે નમવા લાગે છે.એ જ કારણે તેને સૂરજમુખી કહેવામાં આવે છે.