જેનિફર – એક દિકરી ધારે તો કઈ પણ કરી શકે છે, લાગણીસભર વાર્તા…

જેની તું આટલા વર્ષો થી અહીં કામ કરે છે!!!!આજે તને અહીં કામ કરતા 15 વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં તે ક્યારેય વધારે પગાર કે રજાની માંગણી કરી નથી તો હવે એવું શું થયું કે તારે આટલા દિવસ રજા પાડવી પડી?????અને જેનિફર ચૂપ ચાપ બધું સાંભળે છે અને કહે છે સર તમે મને નોકરીમાં થી કાઢી નાખવી હોય તો કાઢી શકો છો પણ સર હું આટલા દિવસ કેમ નથી આવી એ વાત એક વાર સાંભળી પછી તમારો નિર્ણય જે હશે તે હું માનીશ……અને જેની એની વાત કહે છે….


સર હું મિડલ કલાસ ફેમિલી ની છોકરી છુ મારે 3 બહેનો છે અને મારા પપ્પા એકલા છે મારા મમ્મી અમને નાના મુકીનેજમારી ગયા છે સર હું મોટી છું એટલે મારા માથે મારા ફેમિલી ની જવાબદારી છે સર મેં કોલેજ કરી પછી તરતજ તમારે ત્યાં જોબ ચાલુ કરી છે અને આજે આ જકબ ઉપરજ મેં મારી બહેનોના લગ્ન અને મારા પપ્પા ની દવા નો ખર્ચ કાઢું છું સર મારે ભાઈ નથી કે મારા પિતાની કાળજી કરે એટલે મેં લગ્ન નથી કર્યા મારા પપ્પા ને સાચવનાર કોઈ નથી અને મેં તમારે ત્યાં પુરી નીસ્થા થી કામ કર્યું છે અને આટલા વર્ષોમાં કોઈ ફરિયાદ નથી મારી તો પછી અત્યારે તમે કેમ કીધા વગર આટલા દિવસ ઘરે રહ્યા????


સર મારા પપ્પા ની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે અને એમને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવાના છે અને મારી પાસે એટલા પૈસા નથી એટલે હું મારા પપ્પા ને દાખલ કરી પૈસાની વ્યવસ્થા કરવા અને મારા પપ્પા પાસે કોઈ ના હોવાથી મારેજ રેહવું પડે એટલે હું જ ત્યાં રાહુ છું હજી પણ મારા પપ્પા હોસ્પિટલમાં જ છે અને હું એમને સારું ના થાય ત્યાં સુધી ત્યાંજ રહેવાની છું સર હોવી તમારી મરજી મને રાખો તોય અને કાઢી મુકો તોય …સર મને તમારે ત્યાં કામ કરવાનો જે આનંદ અને માન સન્માન મળ્યું તે હું જિંદગી ભર યાદ રાખીશ કે એક સામાન્ય ટેલીફોન ઓપરેટર છોકરી ને તમે આટલા વર્ષો રાખી અને એક મોટા ભાઈની જેમ એને સાચવી અને જેનિફર ની આંખમાંથી આશુ આવી જાય છે ….અને ત્યાંજ કંપની ના માલિક આ બધી વાત સાંભળી જાય છે અને જેનિફર ને અંદર બોલાવે છે અને બહાર જેટલો સ્ટાફ છે એ બધા એવુંજ વિચારે છે કે આજે જેની ની નોકરી ગઈ આજે શેઠ એને કાઢી મુકશે પણ આતો ઊંધું થયું જેનિફર એવુંજ વીચારતી હતી કે આજે તો મને કાઢી મુકશે પણ આ મલિક તો સાચા અર્થમાં માલિક બન્યા અને જેનીને કહે છે જેની તારી વફાદારી અને તારી સચ્ચાંઇ પર મને ગર્વ છે અને તારે ભાઈ નથી તો હું તારો સાગો તો નહીં પણ એક ધર્મ નો ભાઈ માનજો અને બોલ તારે કેટલા પૈસા ની વ્યવસ્થા કરવાની છે અને જેની કહે છે સર તમારો ખૂબ આભાર માને તમારી ઘરની સભ્ય ગણવા બદલ પણ સર મને હમણાં 25000 ની જરૂર છે.


સર આ પૈસા હું પગાર માંથી કપાવીશ અને માલિક મેનેજરને બોલાવી જેની ને ચેક આપે છે.જેની ખુશ થતી દવાખાને જાય છે અને પપ્પા ની દવાનું બધું બિલ ભરી દે છે અને મનમાં વિચારે શુ આટલો મોટો માણસ પણ આટલો સારો હોઈ શકે બાકી અહીં તો પૈસા દાર ગરીબ સામું જોતા પણ નથી. અને હવે એના પપ્પા ને રજા આપે છે અને એ ઘરે લઈ જાય છે અને એ ઘરે પપ્પા ને સાચવવાને લીધે જોબ નથી કરી શકતી અને થોડાકજ વખતમાં એના પપ્પા ભગવાનના ઘરે જતા રહે અને જેની એકલી પડી જાય છે અને પોતાની બેંનોને એવું કહે છે ચિંતા ના કરશો હું છું ને???હું તમારો ભાઈ અને બહેન પણ છું અને બધા ના ગયા પછી એકલી એકલી ખૂબ રડે છે પણ આજે એનેઆશ્વાસન આપનાર કોઈ નથી.


થોડાક દિવસ પછી એ કંપની માં જાય છે અને ત્યાં એની જગ્યા ઉપર બીજી છોકરી જોઈ પાછી નીકળી જાય છે કે હું કોઈના પેટ ઉપર લાત મારવા નથી આવી અને કોઈને મળ્યાં વગરજ જતી રહે છે અને ઘરે જઈ વિચારે છે કે હવે કયું કામ કરૂં ત્યાંજ એની બાજુમાં ટિફિન સેવા એવું લખાણ હોય છે અને એને વિચાર ટીફીન બનવાનો આવે છે અને લોકોને સરસ જમાડે છે ઓછા પૈસે અને એના માલિકને પૈસા દર મહિને રેગ્યુ લર આપે છે આજે પણ જેનિફર પોતાની કંપની જે ત્યાં કામ કરતી હતી તેને બહુ યાદ કરે છેહવે જેની ના ઘણા બધા ટિફિન ના ઘરાક છે સારું કમાય આજે 50 વર્ષની છે જેની પણ પોતાની ખુદદારી થી એલકીજ રહે છે..

લેખક : નયના નરેશ પટેલ