આ લાયકાત હશે તો ફટાફટ મળી જશે સરકારી નોકરી, જાણો અરજી કરવાની રીત પણ

કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ખોવી છે અને સાથે જ આજીવિકાનું સાધન પણ શોધી રહ્યા છે. આ સમયે હાલમાં કેટલીક સરકારી નોકરીઓ માટે અરજી બહાર પાડવામાં આવી છે. જેમાં જો તે ગ્રેજ્યુએટ છો તો તમે સરળતાથી અરજી કરી શકો છો.

image soucre

કેન્દ્ર સરકારની મીની રત્ન કંપની ભારત પ્રતિભૂતિ મુદ્રણ તથા મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડે કોલકત્તા સ્થિત ભારત સરકાર ટક્સાલમાં અનેક પદ પર ભરતીઓ બહાર પાડી છે. જો તમે ઇચ્છુક છો તો તમે અહીં આવેદન કરી શકો છો. અહીં ખાસ કરીને જૂનિયર ઓફિસ આસિસ્ટન્ટ, જૂનિયર ટેક્નિશિયન અને અન્ય કુલ 54 પદ પર નિયુક્તિ કરાઈ રહી છે.

image source

ભારત સરકાર ટક્સાલમાં બહાર પાડેલી નોકરીઓ માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહે છે. નોકરી ઉચ્છુક લોકોએ 20 જાન્યુઆરીથી એટલે કે આજથી અરજી કરવાની રહેશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરીની છે. અહીં સુપરવાઈઝર, જૂનિયર આસિસ્ટન્ટ અને જૂનિયર ટેક્નિશિયન સહિત અનેક પદ પર અરજી મંગાવવામાં આવી છે. આ પદ પર નોકરી માટે અરજી કરનારની તારીખ 18-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય આ પદ માટે અરજી કરનાર પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વ વિદ્યાલય કે સંસ્થાથી ગ્રેજ્યુએટ કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જરૂરી છે.

image source

કયા કયા પદ પર કેટલી નિમણૂંક કરવાની છે તે પણ જાણો

સુપરવાઈઝર પદ માટે 10 પદ

એનગ્રેવર 3 માટે 6 પદ

જૂનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટે 12 પદ

જૂનિયાર બુલિયન આસિસ્ટન્ટ માટે 10 પદ

જૂનિયર ટેક્નિશિયન માટે 16 પદ

image source

આ પદ પર ઈચ્છુક વ્યક્તિએ igmkolkata.spmcil.com પર ઓનલાઈન આવેદન કરી શકો છો. સુપરવાઈઝર અને એનગ્રેવર 3ના પદ માટે અરજદારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. જૂનિયર ઓફિસ આસિસ્ટન્ટ અને જૂનિયર બુલિયન આસિસ્ટન્ટના પદ માટે ઓનલાઈન પરીક્ષા અને ટાઈપિંગ સ્પીડ ટેસ્ટના આધારે અરજદારોની પંસદગી કરવામાં આવશે. જ્યારે જૂનિયર ટેક્નિશિયનના પદ પર અભ્યાર્થીઓની પસંદગી ઓનલાઈન પરીક્ષા કે ટ્રેડ ટેસ્ટના આઘારે કરાશે.

image source

તો જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો તો તમે આ પદ માટે ઓનલાઈન અરજી આજથી જ વહેલા તે પહેલાના ધોરણે કરી શકો છો. ત્યાર બાદ ઓનલાઈન પરીક્ષાની તૈયારી કરી લો અને તેમાં સફળતા મેળવીને તમે એક સારી સરકારી નોકરી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ