જાણો શિયાળાના દિવસોમાં બાજરાના લોટ કેવી રીતે ફાયદાકારક છે

શિયાળાની ઋતુમાં લોકો તમામ પ્રકારના વાયરલ અને ચેપનો ભોગ બને છે. જો આ ઋતુમાં રોગોથી બચવું હોય તો આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી પડશે. મોસમી તાવ અથવા એલર્જી અથવા સામાન્ય વાયરલના કારણે, આપણે આ ચેપ સામે લડવા માટે એક મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂર છે. તેથી આ ઋતુમાં આપણે આપણા આહારની વિશેષ કાળજી લેવાની જરૂર છે.

આપણે દરેક ઋતુમાં રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ વાપરીએ છીએ, પરંતુ આ સિવાય આ દિવસોમાં આપણે આહારમાં અન્ય પૌષ્ટિક લોટની વાનગીઓ પણ શામેલ કરી શકીએ છીએ. આ લોટમાંથી બનાવવામાં આવેલી રોટલીઓ સ્વાદિષ્ટ તો છે જ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત રાખે છે. આજે અમે તમને 6 પ્રકારના લોટ વિશે જણાવી રહ્યા છીએ, જે લોટમાંથી રોટલી ઉપરાંત ઘણી વાનગીઓ તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ એ લોટ ક્યાં-ક્યાં છે.

બાજરાનો લોટ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે

image source

શિયાળાની ઋતુમાં ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર બાજરાનો ઉપયોગ દરેક ભારતીય ઘરોમાં થાય છે. આ લોટનો ઉપયોગ તે લોકો પણ કરે છે જે ઘઉંના લોટની રોટલી નથી ખાતા. બાજરામાં ઓમેગા -3 અને આયરણનો અદભૂત સ્રોત પણ છે. તમે આ લોટના રોટલા તો બનાવી જ શકો છો સાથે તમે આ લોટથી ઉત્તપમ, દલિયા અને ખિચડી પણ બનાવી શકો છો. બાજરી તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખે છે, સાથે તમને અનેક રોગોથી પણ બચાવે છે. બાજરાના લોટના રોટલા ખાવાથી શરીરને પુષ્કળ શક્તિ મળે છે કારણ કે આ ઉર્જાનો એક ખૂબ જ સારો સ્રોત છે. વજન ઘટાડવા માટે પણ બાજરાના લોટના રોટલા ફાયદાકારક છે. કારણ કે બાજરો ખાધા પછી, લાંબા સમય સુધી ભૂખ હોતી નથી, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે.
પાચનમાં સુધારો કરવા ઉપરાંત આ જુવારના લોટના ફાયદા છે

image source

જુવાર એક એવું ધાન્યના છે જે પાચનમાં સુધારો કરે છે. તેના સેવનથી શરીરમાં ખાંડનું સ્તર નિયંત્રિત થાય છે. હૃદયના દર્દીઓ માટે પણ જુવારનો લોટ ખૂબ ફાયદાકારક છે. બાજરીની જેમ જ જુવાર પણ શરીરમાં શક્તિ પ્રદાન કરે છે અને થાક દૂર કરે છે. જુવારના સેવનથી બળતરા, જાડાપણું, ગેસ, ઘા અને બવાસીર જેવી સમસ્યા થતી નથી. જુવારના લોટમાંથી તમે રોટલી સિવાય, ઉપમા, ડોસા અને પૅનકૅક્સ બનાવી શકો છો. તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

વાળ વધારવા માટે કંગનીના લોટની વાનગીઓનો ઉપયોગ કરો

image source

શિયાળા દરમિયાન કંગનીનો લોટનું સેવન તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન બી 12 થી ભરપૂર, કંગની હૃદય અને નર્વસ સિસ્ટમની સરળ કામગીરીની ખાતરી કરે છે. વાળ વધારવા માટે આ લોટની રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. રોટલી બનાવવા સિવાય આ લોટનો ઉપયોગ દલિયા, પુલાવ અને ખીચડી બનાવવા માટે પણ થાય છે.

મકાઈનો લોટ સ્વાદિષ્ટ તો છે જ સાથે તે ફાયદાકારક પણ છે

image source

મકાઈની રોટલી અને સરસોનું શાક એ શિયાળાની ઋતુમાં બધા લોકોને પસંદ હોય છે. આ લોટનો ઉપયોગ શિયાળા દરમિયાન જ કરવામાં આવે છે. મકાઈ એ વિટામિન એ, સી, કે, બીટા કેરોટિન અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. એનિમિયાવાળા દર્દીઓ માટે મકાઈ ફાયદાકારક અનાજ છે કારણ કે તે આયરણથી ભરપૂર છે. સરસોનું શાક એ મોસમી વાનગી છે. તે ખોરાકમાં તો સ્વાદિષ્ટ છે જ સાથે તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

વજન ઘટાડવા માટે રાગીનો લોટ વધુ સારું છે

image source

શિયાળાની ઋતુમાં રાગીનું સેવન કરવાથી પણ લાભ થાય છે. રાગીના લોટની રોટલીનું સેવન વજન ઘટાડવા માટે અત્યંત અસરકારક છે. આ લોટમાં કેલ્શિયમ ભરપુર હોય છે અને ઝડપથી પાચન થાય છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે રાગીના સેવનની સલાહ આપવામાં આવે છે. તમે તેનો ઉપયોગ અન્ય લોટમાં મિક્સ કરીને પણ કરી શકો છો. તેના ફાયદાઓ અને પોષણ મૂલ્ય વિશે બહુ ઓછા ભારતીયો જાણે છે. એનિમિયાના દર્દીઓ માટે ફાઈબરથી ભરપૂર રાગીની વાનગીઓ પણ ખુબ જ ફાયદાકારક છે.

શિંગોડાના લોટનું સેવન

image source

શિંગોડાનો લોટ મોટે ભાગે નવરાત્રીમાં અને તમામ પ્રકારના ઉપવાસમાં વપરાય છે. શિંગોડાના લોટમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ તેમજ વિટામિન બી 2 (રેબોફ્લેવિન) અને વિટામિન બી (નિયાસિન) શામેલ છે. પરોઠા અને પુરીથી લઈને ડોસા અને પેનકેક જેવી વાનગીઓ શિંગોડાના લોટથી બની શકે છે. શિંગોડાના લોટથી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે, જેથી બ્લડ પ્રેશર સંબંધિત કોઈ સમસ્યા ન આવે. આ સિવાય શિંગોડાના લોટમાં હાજર ફાઇબર અને મેગ્નેશિયમ શરીરમાં સારા કોલેસ્ટરોલને વધારવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ