શું કરવું છે આધારકાર્ડ અપડેટ? તો અનુસરો આ સ્ટેપ્સ…

મિત્રો, આજે કોઈપણ સરકારી કાર્ય માટે આધારકાર્ડ એ ખુબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ બની ગયુ છે. તમારા કોઈપણ અગત્યના કાર્ય આ ડોક્યુમેન્ટ વિના થઇ શકતા નથી એટલા માટે એ વાત અત્યંત આવશ્યક છે કે, આ ડોક્યુમેન્ટમા દર્શાવેલી તમારી તમામ માહિતી અપડેટેડ હોય.

image source

જો તમારા આધારકાર્ડમા કોઈ માહિતી અધુરી હોય કે કોઈ માહિતીમા ભૂલ હોય તો તેના માટે તમારે તમારા આધાર કાર્ડમા સુધારો કરાવવા માટે આઘાર કેન્દ્ર સુધી જવાની કોઈ જ જરૂર નથી. આજે અમે તમારા માટે ૬ પગલાની એક એવી સરળ પ્રક્રિયા લઈને આવ્યા છીએ કે, જેનો ઉપયોગ કરીને તમે ઘરેબેઠા જ તમારા આધારકાર્ડમા સુધારા-વધારા કરી શકો છો. આ પ્રક્રિયાની મદદથી તમે તમારા આધારકાર્ડમા સરનામુ, મોબાઈલ નંબર, ઈ-મેલ વગેરે જેવી અગત્યની માહિતીને સરળતાથી અપડેટ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ શું છે આ પ્રક્રિયા?

image source

જો તમે તમારા આઘારકાર્ડમા કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવા ઈચ્છો છો તો આ અપડેટની પ્રોસેસ ખૂબ જ સરળ છે. હાલ, યુ.આઈ.ડી.એ.આઈ.એ પોતાના ગ્રાહકોને વિશેષ સુવિધાઓ આપી છે. આ સુવિધાઓનો ઉપયોગ કરીને તમે અમુક મિનિટોમા જ તમારા આધારમા આવશ્યકતા અનુસાર ફેરફાર કરી શકો છો. જો કે, અમુક ફેરફાર અને સુવિધાઓ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવુ પણ ફરજિયાત છે.

image source

યુ.આઈ.ડી.એ.આઈ. ની સુવિધાથી તમે તમારા નામ, જાતિ, સરનામુ, જન્મતારીખ અને ભાષાને ઘરેબેઠા ઓનલાઈન સુધારી શકો છો અને યોગ્ય માહિતી ઉમેરી શકો છો. આ સિવાય તમારે પરિવાર અંગેની માહિતી કે બાયોમેટ્રિક સુધારા-વધારા માટે આધાર સેવા કેન્દ્ર કે અપડેટ સેન્ટરની મુલાકાતે જવુ પડે છે.

image source

અહી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ઓનલાઈન આધાર અપડેટ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો અત્યંત આવશ્યક છે. કારણકે, જ્યારે તમે તમારા આધારકાર્ડમા માહિતીમા સુધારા-વધારા કરો છો ત્યારે જે-તે યૂઝરને વેરિફિકેશન માટે આ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓ.ટી.પી. મોકલવામા આવે છે. આ રીતે કરી શકાય છે આધાર કાર્ડને અપડેટ તો ચાલો જાણીએ.

પગલું-૧ :

image source

આધારકાર્ડમા કોઈપણ સુધારા-વધારા કરવા માટે સૌથી પહેલા તમે યુ.આઈ.ડી.એ.આઈ.ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.

પગલું-૨ :

આ વેબસાઈટના હોમપેજ પર અપડેટ આધાર બટન પર ક્લિક કરો.

પગલું-૩ :

image source

ત્યારબાદ આ પેજ પર જઈને તમારા આધાર નંબર અને કેપ્ચા કોડ જેવી માહિતી ભરો.

પગલું-૪ :

આ પ્રક્રિયા બાદ હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓ.ટી.પી. નંબર આવશે, તેને લખો.

પગલું-૫ :

ત્યારબાદ તમે તમારી આધારકાર્ડની માહિતીમા ફેરફાર કરી શકો છો, અહી શરત એ છે કે તે ફેરફારનુ પ્રમાણ હોય.

પગલું-૬ :

image source

ત્યારબાદ અપડેટના બટન પર ક્લિક કરો એટલે તમારી બધી જ માહિતી સુધરી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ