સાથળ પર આવે છે વારંવાર ખંજવાળ, તો પહેલા વાંચી લો ‘આ’ નહિં તો પસ્તાશો

સાથળ પર વારંવાર ખજવાળ આવ્યા કરે છે ? તેની પાછળ જવાબદાર હોઈ શકે છે આ કારણો

image source

સામાન્ય રીતે આપણને ઘણીબધી વાર શરીરના કોઈનેકોઈ ભાગ પર ખજવાળ આવ્યા કરતી હોય છે. પણ ક્યારેક કોઈ એક જગ્યાએ વારંવાર ખજવાળ આવ્યા કરતી હોય છે જેમાં ખાસ કરીને સાથળનો સમાવેશ થાય છે.

સાથળ પર વારંવાર ખજવાળ આવ્યા કરતી હોવાથી તમને ઘણી ચીડ પણ ચડ્યા કરતી હોય છે પણ તમે તેનું કારણ નહીં જાણતા હોવાથી તમે તેને સોલ્વ પણ નથી કરી શકતાં.

image source

અને આ સમસ્યા ખાસ કરીને શિયાળામાં વધારે થતી હોય છે ખાસ કરીને ત્વચા શુષ્ક પડવાથી આ સમસ્યા ઉભી થતી હોય છે. પણ કંઈ આખો શિયાળો ખજવાળ્યા જ કરવું તેવું કોણે કહ્યું ?

અને ખાસ કરીને સાથળ જેવી જગ્યાએ ખજવાળ આવવાથી તેને જાહેરમાં ખજવાળતાં પણ શરમ આવે છે અને તમને તેનાથી ચીડ પણ વધારે ચડે છે. તોચાલો જાણીએ સાથળ પર ખજવાળ આવવાના કારણો.

સૌ પ્રથમ કારણ છે શુષ્ક ત્વચા

image source

શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવાની દરેક વ્યક્તિને રહે છે. આ ફરિયાદ નોર્મલ સ્કિન તેમજ ડ્રાઇ સ્કીનવાળાને સૌથી વધારે સતાવે છે જ્યારે ઓઇલી સ્કીન ધરાવતા લોકો માટે આ સિઝન ખુબ જ સુંદર હોય છે.

આવું ખાસ કરીને ત્વચાની સંભાળ નહીં કરવાથી તેમજ ત્વચા પર સાબુનો ભરપુર ઉપોયગ કરવાથી થતું હોય છે.

સૌ પ્રથમ તો તમારે શિયાળામાં ક્યારેય તમારી ત્વચાને કોરી ન થવા દેવી. નાહી લીધા બાદ તરત જ તમારા શરરીરને નાળિયેર, ઓલિવ, કે પછી તલના તેલથી હળવું માલિશ કરી લેવું જોઈએ અથવા તો સારી ક્વોલીટીનું મોઇશ્ચરાઇઝર લગાવી લેવું જોઈએ.

image source

તેનાથી તમારી શુષ્ક ત્વચાને ભેજ મળશે અને તમારી ખજવાળની સમસ્યા પણ દૂર થઈ જશે. સાથળ પર ખજવાળ આવવાનું સૌથી સામાન્ય કારણ આ જ હોય છે.

પરસેવાના કારણે થતી ખજવાળ

image source

જ્યારે ગરમી દરમિયાન તમને પરસેવો થાય અને પરસેવો એકબાજુ જમા થઈ જાય ત્યારે પણ તમને સાથળ પર ખજવાળ આવી શકે છે. આ પ્રકારની ખજવાળ પણ તમને સાથળ ઘસાવાથી કે કપડું ઘસાવાથી થઈ શકે છે પણ અહીં સાથે સાથે પરસેવો પણ ભળે છે.

આ સમસ્યા ખાસ કરીને કમરની નીચેના ભાગમાં, સાથળ, બગલ, છાતી અને ડોક પર થતી હોય છે. આ સમસ્યાને તમે ક્રીમ વિગેરેથી ન દૂર કરી શકો પણ શરીરને ઠંડક મળતાં જ તમને રાહત થાય છે.

ચામડીમાં સોજો આવવાથી

image source

ચામડીનો સોજો બે પ્રકારનો હોઈ શકે છે. એક તો એક્ઝિમા અને બીજું ત્યારે જ્યારે ત્વચા કોઈ વસ્તુના સંપર્કમાં સતત આવતી હોય ત્યારે અને ત્યારે જે એલર્જી જેવું રિએક્શન થાય ત્યારે પણ સતત ખજવાળ આવયા કરતી હોય છે.

આ સમસ્યામાં સતત અને તુરંત ખજવાળ આવ્યા કરે છે, લાલ ચકામા પડે છે અને સમસ્યા વધતાં પરુ ભરેલી ફોલ્લી પણ થઈ શકે છે.

સાથળ પર કાપડનાં વારંવાર ઘસાવાથી

image source

ઘણીવાર તમારા વસ્ત્રો એવા હોય કે તેની રફનેસને તમારા સાથળ ન ખમી શકે અને તેની સાથે ઘસાવાથી તે ઘવાય. ખાસ કરીને આ તકલીફ તમે ચુસ્ત વસ્ત્રો પહેરો અથવા તો તમારા સાથળ જાડા હોય અને તે જ એકબીજા સાથે ઘસાતા હોય ત્યારે પણ આ ખજવાળ આવી શકે છે.

તેનાથી તમને ઇરીટેશન થાય છે. ત્વચા લાલાશ પડતી થઈ જાય છે અને સતત ખજવાળ આવ્યા કરે છે.

image source

જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો ધીમે ધીમે ખજવાળ આવવાની જગ્યાએ તે જગ્યાએ બળતરા થવાલાગે છે. તેના માટે તમારે સાથળ પર વેસેલિન લગાવવું જોઈએ.

ઇન્ફેક્શનના કારણે

તમારા સાથળ સતત ભીના રહેતાં હોય તે પછી પાણી હોય કે પછી પરસેવો હોય તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે કોઈ જીવાણુંના કારણે પણ થઈ શકે છે. તેના માટે સૌથી પહેલો ઉપાય તો તમારે સુંવાળા ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ.

તમે દવાની દુકાન પરથી પણ તેને લગતી દવા લઈ શકો જેમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડતી હોય અથવા તો કોઈ ગરગથ્થુ ઉપાય પણ અજમાવી શકો. જો તેમ છતા પણ તમારી સમસ્યા દૂર ન થાય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ