ચા પીવાની સાથે સેવન ના કરો આ વસ્તુનું – થઈ શકે છે કેન્સર!

ચા પીધા બાદ ન કરશો કદી આ ભૂલ, કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે છે…

ચા સાથે આપણું જીવન એટલી હદે વણાઈ ગયું છે કે ચાની તલબ આપણાં અનેક કાર્યો ઉપર અસર કરે છે. દિવસની શરૂઆત ચાના ઘુંટડાથી થાય છે અને અમુક લોકો તો રાતે સુવા પહેલાં પણ ચા પીને સુવાનું પસંદ કરતાં હોય છે. જો કે ચાના રસિયા તો દુનિયા આખીમાં છે, પણ ભારત દેશ એવો છે જ્યાં ચાના ચાહકોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અહીં ચા પ્રેમીઓ ચૌરેને ચૌટે મળી રહે છે. “ચા પીશો?” પ્રશ્ન મહેમાનગતિ આપવા માટેનું આનિવાર્ય વાક્ય છે. “અરે એક રકાબી ચા પીને જાવ.” આગ્રહ કરવાથી કોઈ પણ ચાને નકારી નથી શકતું.

image source

પરિવારમાં, ઓફિસમાં કે મિત્ર મંડળ સાથે દિવસમાં અનેકવાર ચાની મહેફિલ થઈ જતી હોય છે. ચાની તલબ એલોકોને વધુ લાગે છે, જેમને વાંચવા – લખવાનું કામ વધારે રહે છે. જેમને સતત પોતાના કાર્યોમાં રચ્યા પચ્યા રહેવાનું હોય છે, તેઓ ચાના એટલા બધા બંધાણી થઈ જાય છે કે તેમને ચા પીધા વિના ચાલતું જ નથી. કેટલાક તો એવા હોય છે કે તેમને દિવસની શરૂઆત કરવા પહેલાં અખબાર અને ટોઈલેટ જવા પહેલાં ચા પીવી જ પડે છે!

image source

ચા સાથે અનેક વાતો અને માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે ચા પીવાના શોખીન લોકો માટે કેટલી ચેતવણી અને ચિંતાજનક વાતો પણ છે. જેને જરૂર ધ્યાનમાં લેવી જોઈએ. એવી વ્યક્તિઓ જેમની દિવસ દરમિયાન એક કે બે કપ કરતાં પણ વધુ ચા પીવાતી હોય છે એમણે આ જરૂર વાંચી લેવું જોઈએ. ચા પીવાની ટેવ સાથે જો કેટલીક ભૂલ થાય છે, તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ચા પીવાના શોખીન લોકો માટે ચેતવણી…

image source

જેઓ ચાને દિવસ દરમિયાન અનેકવાર માણે છે, તેમના માટે સારા સમાચાર નથી. ચા પીવાની જેમને બહુ મજા આવતી હોય છે, એટલા જ વધુ પ્રમાણમાં ચા પીવાના અનેક ગેરફાયદાઓ પણ નોંધાયા છે. ચામાં ખાસ પ્રકારના કૈફી પદાર્થો ભળેલા હોય છે. જો લોકોને એમના નિયત સમય ઉપર ચા ન મળે તો તેમને મજા નથી આવતી હોતી. બેચેની અનુભવવા લાગે છે અને અમુક લોકોને તો માથું પણ દુખવા લાગતું હોય છે.

image source

કહેવાય છે કે ચા પીવાથી ઊંઘ ઊડી જાય છે, તેથી રાતના કે મોડી સાંજના સમય બાદ જેમને સમયસર સૂઈ જવું હોય એમણે ચા ન પીવી જોઈએ. અમુક લોકોને ચા સાથે કંઈને કંઈ નાસ્તો કરવાની ટેવ હોય છે, જે ખરેખર સારી વાત છે, એકલી ચા પીવાથી એસીડીટી થવાની શક્યતા વધી શકે છે. ચા પીધા બાદ સિગરેટ કદી ન પીવી જોઈએ. આનાથી શરીરને ખૂબ જ નુક્સાન પહોંચી શકે છે. અનેક બીમારીઓનો શિકાર બની શકાય છે. આવો, જાણીએ જેમને વધારે ચા પીવાની ટેવ હોય એમના શરીરને કેવા નુક્સાન થઈ શકે છે…

પેશાબની તકલીફ…

image source

જેમને દિવસમાં બહુ વધારે પ્રમાણમાં ચા પીવાની આદત હોય છે, તેમને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે. તે વ્યક્તિને પેશાબની જગ્યાએ બળતરા થવાની પણ શક્યતા રહે છે. વારંવાર ચા પીવાથી તેમની યુરિન જવાની ફ્રિકવન્સી તો વધે છે પરંતુ સામે એટલા પ્રમાણમાં પાણી નથી પીવાતું હોતું તેથી વળતરા થતી હોય છે. વળી, ચાએ ગરમ તાસીરનું પીણું છે તેથી એ એસીડીટી અને બળતરા વધારે કરે છે.

મોંમાં અને આંતરડાંમાં ચાંદાં…

image source

ચા પીવાના શોખીન લોકોને ચા ખૂબ ગરમાગરમ પીવાની પણ ટેવ હોય છે. અમુક લોકો તો રકાબી વિના જ સીધી કપથી જ ચા પીવાનું પસંદ કરતા હોય છે. આમ કરવાથી તેમને મોંમાં કે અન્નનળી કે આંતરડાંની દિવાલો ઉપર ચાંદા પડવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેમને ચા વધારે પીવાની ટેવ હોય એમનું અવારનવાર મોં આવી ગયેલું હોય છે. વળી, ચા સાથે અન્ય ગરમ તેજાના જેમ કે એલચી, લવિંગ અને આદુ કે ચાનો મસાલો પણ નાખેલ હોય છે આથી હોજરીમાં બળતરા કે ચાંદાં વધી જઈ શકે છે. આથી સાવ ગરમ ચા પીવાનો આગ્રહ ન રાખવો જોઈએ જેથી મોં અને પેટને લગતી મુશ્કેલીઓ થઈ શકે છે.

ચા સાથે સિગરેટ કદી ન પીવી જોઈએ…

image source

કેટલાક લોકોને એક સાથે બંનેની તલબ લાગતી હોય છે. અમુક ફેશન ખાતર તો કેટલાક હોંશિયારી કે વટ દેખાડવા ચાના ઘુંટડા સાથે સિગરેટના ધુંવાડા કાઢતા દેખાય છે. આવા લોકો જાહેરમાં જ તેમની તબીયત સાથે ચેડા કરી રહ્યા છે. કહીકતમાં આ બંને વ્યસન એવા છે કે તેનું વધુ પડતું અને એકસાથે કરાતું વ્યસન જીવલેણ થઈ શકે છે…

કેન્સરની બીમારીની વધે છે, શક્યતાઓ…

image source

કેન્સર એટલે એવી બીમારી જે તમારા જીવ સાથે અને શરીર સાથે એવી રીતે ચોંટી જાય છે કે એ જીવ લઈને જ જંપે છે. તેથી તેને જીવલેણ પણ કહેવાય છે. હવેના સમયમાં અનેક સારી સારવાર અને દવાઓની શોધ થઈ છે તેથી સારા એવા પ્રમાણમાં તેનાથી બચી જઈ શકાય છે પરંતુ અમુક એવી ટેવોને આપણે છોડી દઈ શકતાં નથી કે તેનાથી મુક્તિ નથી મળતી તેથી શરીરને બહુ જ નુક્સાન પહોંચી જઈ શકે છે.

image source

ચા સાથે સિગરેટ પીવાની ટેવ પણ એમાંની જ એક છે. આ ટેવને લીધે શરીરમાં ૩૦% જેટલી કેન્સરસ થવાની શક્યતા વધી જતી હોય છે. ચામાં રહેલ કેફી પદાર્થ અને સિગરેટનો નશીલો પદાર્થ શરીરમાં પ્રક્રિયા કરીને શરીરને અંદરથી નબળું પાડી દઈ શકે છે. જે કેન્સર સહિત અનેક અન્ય બીમારીઓ પણ નોતરે છે. તેથી આ બંનેનું સેવન એક સાથે કદી ન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ