ઓશિકા પર માથુ રાખીને ઊંઘવાથી થાય છે જોરદાર ફાયદા, જાણો તમે પણ

ઓશિકા વિના સુવાની આદત ન હોય તો આજથી પાડો, જાણી લો તેનાથી થતાં લાભ વિશે

સૂતી વખતે મુલાયમ ઓશિકું માથા નીચે હોય તો આરામ મળે છે. ઓશિકા સાથે સુવાની આદત સામાન્ય રીતે દરેક વ્યક્તિને હોય છે. કેટલાક લોકો તો એકના બદલે બે-બે ઓશિકા સૂતી વખતે માથા નીચે રાખે છે.

પરંતુ આ લોકો એ વાતથી અજાણ હોય છે કે ઓશિકા રાખીને સુવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેનાથી આપણી કરોડરજ્જુ સંબંધીત સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ પણ થાય છે. ઓશિકું રાખવાથી ત્વચા પર કરચલીયો પણ ઝડપથી પડી જાય છે.

image source

જ્યારે આપણે ઓશિકા વિના ઊંઘીએ છીએ ત્યારે કરોડરજ્જુ સીધી અને આરામદાયક સ્થિતિમાં રહે છે અને શરીર પણ પ્રાકૃતિક રચના પ્રમાણે રહે છે. જો મોટા ઓશિકા સાથે સૂવાથી પીઠ, ગરદનમાં દુખાવો થવાની સમસ્યા થાય છે.

જો તમને પણ પીઠમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક ઓશિકાને અલવિદા કહી દો. ઓશિકાનો ઉપયોગ બંધ કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરીણામ જોવા મળશે. ઓશિકા વિના સુવાથી તમને નીચે દર્શાવ્યાનુસાર લાભ થશે.

યાદશક્તિ સુધરશે

image source

જ્યારે આપણે ઊંઘ કરીએ છીએ ત્યારે મગજ આરામની સ્થિતિમાં હોય છે. સવારે જ્યારે માનસિક રીતે તાજગી સાથે જાગીએ છીએ ત્યારે યાદશક્તિ સૌથી વધારે તેજ હોય છે. તેનાથી યાદશક્તિ સુધરે છે. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ઓશિકા વિના ઊંઘશો.

ઊંઘની ગુણવત્તા સુધરશે

image source

જો તમે એવું માનતા હોય કે માથા નીચે રાખેલું ઓશિકું તમારી ગરદનને સપોર્ટ આપી અને સારી ઊંઘ લાવે છે. તો આ માન્યતા ભુલ ભરેલી છે. એક શોધ અનુસાર તકીયા વિના ઊંઘવાથી સારી ઊંઘ આવે છે. ઓશિકા વિના ઊંઘવાથી ઈન્સોમ્નિયા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.

પીઠ અને કમરનો દુખાવો થશે દૂર

image source

જો તમને પીઠ કે કમરમાં દુખાવો રહેતો હોય કે સ્નાયૂની તકલીફ હોય તો ઓશિકા વિના સુવાની શરૂઆત કરી દો. કમર, પીઠ અને સ્નાયૂના દુખાવા વ્યક્તિની સુવાની રીત પર આધાર રાખે છે.

સુવાની રીતના કારણે કરોડરજ્જુ પ્રભાવિત થાય છે અને તેના કારણે શરીરમાં દુખાવા રહે છે. જો ઓશિકા વિના ઊંઘવાનું રાખશો તો કરોડરજ્જુ સીધી રહેશે અને દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.

ત્વચાની સમસ્યાઓ થશે દૂર

image source

ઓશિકા અને સુંદરતા વચ્ચે પણ ખાસ સંબંધ છે. જો તમે ચહેરાને ઓશિકાથી દબાવીને ઊંઘ કરતાં હોય તો તેનાથી તમારા સૌંદર્યને નુકસાન થશે. આમ કરવાથી ચહેરા પર ખીલ, કરચલીયો થઈ શકે છે.

પહેલું કારણ કે ઓશિકાના કવર પરના કીટાણુ ચહેરા પર લાગવાથી ત્વચાને નુકસાન થશે. બીજું કારણ કે ઓશિકાના કારણે ચહેરા પર કલાકો સધી દબાણ રહેશે અને જેની અસર રક્તપરિભ્રમણ પર થશે. રક્તપરિભ્રમણ પ્રભાવિત થવાથી ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ જશે. છે.

image source

આ ઉપરાંત નિષ્ણાંતો પણ માને છે તે તકીયા સાથે સુવાથી ઊંઘ પર વિપરિત અસર થાય છે. ઓશિકા વિના ઊંઘવાથી આરામદાયક ઊંઘ કરી શકાય છે અને તેનાથી સ્વાસ્થ્ય અને મૂડ બંને સારા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ