ગિફ્ટ આપતી વખતે જો આ વસ્તુનું ધ્યાન નહીં રાખો તો તમને જ ભારે પડશે !

શું તમને લોકોને ગિફ્ટ આપવી ખુબ ગમે છે ? તો આ વસ્તુઓ ક્યારેય ભેટ ન આપવી. તમને જ થશે નુકસાન.

આજે સમાજમાં ગિફ્ટનું ચલણ વધી ગયું છે. તે પછી નાના બાળકની નાનકડી બર્થડે પાર્ટી હોય કે પછી ભવ્ય લગ્નનું આયોજન હોય. લોકો અવારનવાર પોતાનો સામેવાળી વ્યક્તિત પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવ માટે ગિફ્ટને માધ્યમ બનાવે છે. પણ ગિફ્ટ આપતી વખતે શું તમે તમારી જાતને જ તો નુકસાન નથી કરી રહ્યા ને ?

કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મનુષ્યએ અમુક પ્રકારની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવી જોઈએ અને અમુક ન આપવી જોઈએ. જેની જાણ સામાન્ય માણસોને નથી હોતી. જો તમે વાસ્તુશાસ્ત્ર તેમજ અન્ય બાબતો પર વિશ્વાસ ધરાવતા હોવ તો આ બાબત વિષે પણ થોડી માહિતિ મેળવી લેવી જોઈએ અને તે પર વિચાર કરવો જોઈએ અને બને તો અમલમાં મુકવો જોઈએ.

છરી જેવી ધારવાળી વસ્તુઓ ભેટ ન આપવી જોઈએ

તમારે ન તો કોઈને ધારદાર વસ્તુ આપવી જોઈએ કે ન તો કોઈને આપવી જોઈએ. ધારદાર વસ્તુની ભેટ આપવા કે લેવામાં આવે તો તે બન્ને વ્યક્તિ વચ્ચેના સંબંધો જોખમમાં મુકાય છે ગેરસમજ ઉભી થવા તેમજ સંબંધ બગડવાની પણ નોબત આવે છે.

વાસણ ભેટ આપતી વખતે આટલું ધ્યાન રાખવું.

જો તમે કોઈને ભેટ તરીકે વાસણ આપવા માગતા હોવ તો તેમાં પાણીની બોટલ, જગ, પાણીના ગ્લાસ, સોના-ચાંદીના વાસણ તેમજ લક્ષ્મીજી અને ગણેશજીને પણ ભેટરૂપે ન આપવા જોઈએ. તેમ કરવાથી તમે અજાણતાં જ તમારા ઘરની લક્ષ્મીને કોઈને આપી રહ્યા છો તેવું સમજવું. આર્થિક નુકસાન થવાનો ભય રહે છે.

તસ્વીરો – મૂર્તિ આપતી વખતે આ વાતનુ ખાસ ધ્યાન રાખો

તમે તમારા મિત્ર કે સંબંધીને તસ્વીર કે મૂર્તિની ભેટ આપી શકો છો પણ તેમાં પણ કેટલાક અપવદો છે. જેમ કે તમારે ક્યારેય હિંસાથી ભરેલી કે પછી નિરાશાવાદી તસવીરો ભેટ ન આપવી જોઈએ કે ન તો કોઈની પાસેથી લેવી જોઈએ. આ ઉપરાંત તમારે કોઈને સિંહ, વાઘ, વરુ, દેવતાના ઉગ્ર સ્વરૂપ જેવી મૂર્તિઓ કે પછી તસ્વીરો ભેટરૂપે ન આપવા કે લેવા જોઈએ.

અત્તર-સ્પ્રે-પર્ફ્યુમની ભેટ ક્યારેય ન આપવી.

આજ કાલ મિત્રોના બર્થડે પર એકબીજા વચ્ચે પરફ્યુમ આપવાનું ઘણું ચલણ છે. પણ તેમ કરવાથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ બગડે છે અને સંબંધમાં નકારાત્મકતા આવે છે.

કોઈ પણ વ્યક્તિને પાણી સાથે જોડાયેલી ગિફ્ટ ન આપવી જોઈએ

આજે ઘણા લોકો પોતાના ઘરમાં વાસ્તુ વિગેરે કરતાં હોય છે ત્યારે તેમના હિતેચ્છુઓ, મિત્રો તરફથી તેમને વિવિધ જાતની ગિફ્ટો આપવામાં આવે છે અને તેમાં તેઓ ઘરને સજાવટ માટે ફિશ બોલ, એક્વેરિયમ, વોટર બોલ વિગેરે પણ આપતા હોય છે. પણ વાસ્તવમાં આવી ભેટ ન આપવી જોઈ. તેમ કરવાથી ગિફ્ટ આપનારને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

ગિફ્ટ આપતી વખતે રંગમાં પણ ખાસ ધ્યાન રાખવું

તમે કેવા રંગની ભેટ આપો છો તે પણ મહત્ત્વની બાબત છે. તમારે ક્યારેય કોઈને કાળા રંગની ભેટ ન આપવી કે પછી કાલા રંગના રેપરમાં પણ કોઈ વસ્તુ ભેટ ન આપવી. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કાળો રંગ એ અશુભની નિશાની છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ