જાણો ઘી ખાવાથી શરીરને થતા આ અઢળક ફાયદાઓ વિશે..

શુ ઘી ખરેખર એટલું ખરાબ છે જેટલું ડોકટર્સ કહે છે !?

તો એનો સીધો અને સરળ જવાબ છે “ના.” કેવી રીતે એ આપણે આ આર્ટિકલ દ્વારા સમજીશું. જુના સમયના હીન્દુસ્તાનમાં ઘી એ ફક્ત ખોરાક નહિ પણ એથી ક્યાંય ઉંચો દરજ્જો ધરાવતું હતું. પરંતુ પશ્ચિમી દેશોએ (US, UK) એમના તેલ વેચવા માટે અને આપણો પૈસો લૂંટવા માટે ભારતમાં એમના રિફાઇન્ડ તેલ ને સ્વાસ્થ્યવર્ધક, ઓછા ફેટ વાળું, (Low Fat) હૃદય માટે હિતકર (Heart Friendly) ને ખબર નહિ શુ શુ ખોટી જાહેરાત કરી ને આપણે ભરમાવ્યા.

image source

અને ઘીને બિનઆરોગ્યપ્રદ, વધારે ફેટ ધરાવતા, કોલેસ્ટ્રોલ વધારનાર જેવા કલંક લગાવ્યા. અને આપણામાંથી ઘણા લોકો એમની જાળમાં ફસાઈ અને આપણા સ્વાસ્થ્યવર્ધક સોનાવરણા ઘીથી વિમુખ થઈ ગયા. પરંતુ આખરે એ લોકોથી સત્ય છુપાયું નહિ આપણે સૌને રિફાઇન્ડ તેલના રવાડે ચઢાવી અને એમના મોલમાં અને બજારોમાં ઘીને (Clarified Butter) કલેરિફાઇડ બટર નું વજનદાર નામ આપી ને મોંઘા ખાદ્યપદાર્થોના વિભાગમાં રાખવામાં આવ્યું.

image source

આજે આપણે ઘીના ચોંકાવી દેનારા અદ્ભૂત ફાયદાઓ અને અને કેવી રીતે તમે આ સુપરફૂડને તમારા રોજિંદા ખાનપાનમાં વાપરી ને તમારા શરીર ને સ્વસ્થ, સુંદર બનાવી શકો અને બીજી ઘણી બાબતો જાણીશું.

image source

ભારતમાં ઘી સદીઓથી ખવાતું આવ્યું છે. જુના સમયમાં ભારતમાં ઘીની નદીઓ વહેતી એવી કહેવત પણ બહુ પ્રચલિત છે. માખણને ઉકાળતા જે સોનેરી તરલ પદાર્થ વધે એને ઘી કહેવાય. ઘી એ પોષકતત્વોની ખાણ છે. એમાં ઘણા રોગો મટાડી શકવાની ક્ષમતા છે. શરીરની અંદર એટલે કે ભોંજન રૂપે અને શરીરની બહાર એટલે કે માલિશ વગેરે કરી ને એમ બન્ને રીતે ઘીના ઘણા ઉપયોગો છે. એના પુષ્કળ ફાયદાઓમાં કારણે ઘી ને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. ભારત ભરના રાજ્યો અને વિસ્તારોના ખોરાકમાં ઘીનું સ્થાન બહુ અગત્યનું છે.

image source

1970 – 80માં ફોરેનની રિફાઇન્ડ તેલની કંપનિઓએ એના ફક્ત કહેવાતા નામભરના (Heart healthy) હૃદય માટે હિતકર તેલોને વેચવા માટે ખોટી રીતે ઘીને વધારે ફેટ ધરાવતું અને હૃદય માટે બિનઆરોગ્યપ્રદ જાહેર કરાવ્યુ. અને આપણે એની ખોટી અને પાયા વગરની જાહેરાતોથી છેતરાઈ અને આજકાલમાં આધુનિક ડોકટરો અને ન્યુટ્રિશનિસ્ટશના કહેવાથી આપણા રસોડામાં રિફાઈન્ડ તેલ ચાલાકીથી ઘુસી ગયુ.

image source

જ્યારે જે લોકો એમના સ્વાસ્થ્ય માટે બહુ સીરીયસ હતા એઓ ઘીથી પાંચ ગણી કિંમત ચૂકવી અને પશ્ચિમનું સો કોલ્ડ ઓલિવના તેલને રવાડે ચઢ્યા અને ધીને ભૂલી ગયા પરંતું આપણે જેના માટે ઘીને છોડ્યું એ તેલને તાજેતરમાં થયેલા ઘણા સંશોધનો અને સ્ટડીઓ દ્વારા જાણવા મળ્યું કે એ તેલ નહિ પણ કલર વગરનું, સ્વાદ/સુગંધ વગરનું, અને કોઈપણ પ્રકારના પોષણ વગરનું ફક્ત પ્રવાહી છે. ઘણી બધી રિફાઈન્ડીંગ પ્રોસેસ કરી ને તરત જ ઉંચા તાપમાન પર ગરમ કરવાથી તેલમાં ઘણા પ્રકારના ઝેર ઉતપ્પન થાય છે. અને આજે ભારતમાં હાર્ટએટેક વધ્યા હોય તો એના માટે જવાબદાર છે રિફાઇન્ડ તેલ.

image source

પરંતુ કહેવાય છે કે સત્ય લાંબા સમય સુધી છુપાવી નથી શકાતું અને આજે આધુનિક વિજ્ઞાન દ્વારા સન્માન સાથે સ્વીકારવામાં આવ્યું કે ઘી એ સૌથી આરોગ્યપ્રદ ફેટમાનું એક છે. શુ તમે જાણો છો કે પશ્ચિમી દેશોમાં ઘીની બહુ બોલબાલા છે. જેમ આપણી બજારો અને મોલના સેલ્ફ પર ઓલિવ ઓઇલની બોલબાલા છે એવી જ રીતે ત્યાં ઘી એક મોંઘા ખાદ્યતેલના રૂપે પ્રચલીત છે.

તો આવો જાણીએ કે ઘીમાં એવું શું છે જે ઘીને એટલું ખાસ બનાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે એમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ (High Saturated Fat) ની માત્રા વધુ છે પરંતુ ચમત્કાર એમાં રહેલા ચાર અક્ષરના એક અનન્ય પદાર્થમાં છે, જેનું શોર્ટ ફોર્મ છે (SCFA – Short chain fatty acids) જે ફક્ત ઘીમાં જ જોવા મળે છે. અને બીજા પ્રાણીજન્ય ખાદ્યપદાર્થો કે જેમાં (LCFA – Long Chain fatty acids) હોય છે જેને પચવામાં બહુ વાર લાગે છે. પરંતુ ઘી ને પચવા માટે નાના આંતરડાં સુધી જવું નથી પડતું. લો ચેઇન ફેટના કારણે તે ખાધાની થોડીક ક્ષણોમાં જ પચી જાય છે અને તરત જ શક્તિ આપે છે.

એના શોર્ટ ચેઇન ફેટી એસિડ (SCFA) ના કારણે ઘી એ વજન વધારતું નથી પણ ઘટાડે છે. તેમજ ઘીમાં પ્રચુર માત્રા રહેલુ હેલ્ધી એસિડ એટલે (CLA – Conjugated linoleic acid) જે ફુલી ગયેલા ફેટના કોષો ને એની વાસ્તવિક માપમાં (Original Size) સંકોચી ને તમારા પેટ અને બીજા જિદ્દી ભાગોની ચરબી ઘટાડે છે.

image source

તો જો તમારો ધ્યેય વજન ઉતારવાનો હોય તો અત્યારથી ઘી ખાવાનું ચાલુ કરી દો.

ઘી ને રસોઈમાં વાપરવાનો બીજો અગત્યની ફાયદો એ કે ઘીનો સ્મોક પોઇન્ટ બહુ ઉંચો એટલે કે 252° ડીગ્રી સેલ્શિયસ છે. સ્મોક પોઇન્ટ એટલે કોઈ પણ તેલ કે ઘીનું એ તાપમાન જ્યાં પહોંચ્યા પછી જે તે તેલના ફેટી એસિડ તૂટવા લાગે. અને એના પછી એ તેલ ખાવા યોગ્ય રહેતું નથી. પરંતુ ઘીનો સ્મોક પોઇન્ટ બહુ ઉંચો હોવાના કારણે ઉંચા તાપમાને પણ એમાં રહેલા ફેટી એસિડ તૂટતા નથી જેથી ઘી તળવાથી માંડી ને દરેક પ્રકારની રસોઇ માટે આદર્શ છે. સાથે સાથે જ્યારે કોઈ પણ ખોરાકમાં ઘી ભેળવવામાં આવે ત્યારે એ જે તે ખોરાકના (GI- Glycemic Index) ને નીચો લાવવામાં મદદગાર બને છે. જેટલો ખોરાકનો GI ઉંચો એટલી જ ઝડપથી લોહીમાં સ્યુગર ભળી જાય અને એક રીતે લાંબા ગાળે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક.

પરંતુ ઘીને એ ખોરાક સાથે ભેળવવાથી અથવા ઘીમાં રસોઈ કરવાથી જે તે ખોરાકનો GI ઓછો થઈ જાય છે અને એના કારણે ખોરાકમાં રહેલું ઘી લોહીમા ખાંડ ભળવાની પક્રિયા ધીમી કરી નાખે છે. જેનાથી ડાયાબિટીસનું જોખમ ઘટી જાય. હવે ખબર પડી કે ભારતમાં રોટલી ઘીથી ચોપડીને ખાવાનો રિવાજ કેમ છે ? ઘઉંમાં રહેલુ કાર્બોહાઇડ્રેટ જે શરીરમાં જઈ ને ગ્લુકોઝમાં પરીવર્તીત થઈ ને શરીર ને શક્તિ આપે છે. પરંતુ જો રોટલીમાં ઘી લગાવેલું હોય તો એ રોટલીમાં રહેલ કાર્બોહાઇડ્રેટની લોહીમાં ભળવાની પક્રિયાને ધીમી કરી નાખે છે અને શરીર ને જોઈતી એનર્જી ધીમે-ધીમે મળ્યા કરે.

image source

અને લોહીમાં શુગરનું યોગ્ય પ્રમાણ જાળવી રાખે છે. આજકાલ દિનપ્રતિદિન વધતા જતા ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીએ તો ઘી એમના માટે વરદાન સાબિત થઈ શકે એમ છે. ખોરાકની પચવાની ઝડપ ધીમી થવાથી એમાં રહેલા માઇક્રોન્યુટ્રિએન્ટ (અગત્યના પોષક તત્વો) નું પૂર્ણ શોષણ થાય છે. અને જો તમેં પાચન ને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ ઘીને તમારી રોજના ભોજનમાં સામેલ કરો.

બીજું એક અગત્યનું તત્વ જે ઘીમાંથી મળે છે એ છે (Butyric Acid) બ્યુટેરિક એસિડ અનાજ અને શાકભાજીના રેસા (Fiber)માંથી મળતો પદાર્થ છે. પરંતુ એને મેળવવા માટે પાચનતંત્રને વધુ મહેનત કરવી પડે છે જ્યારે ઘીમાંથી તમને એ ડાયરેક્ટ મળે છે. જેથી તમારા પેટને આ અગત્યનું પોષકતત્વ મેળવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. ઘીમાં રાંધેલો ખોરાક પેટ માટે હળવો છે. ઘીમાં રહેલ (SCFA – Short chain fatty acids) ને વૈજ્ઞાનિકો દ્વારા પ્રિબાયોટિક તરીકે ઓળખવ્યો છે. જે તમારા પેટમાં રહેલા સારા બેક્ટેરિયા એટલે કે જે તમને ખોરાક પચવામાં મદદ કરી રહ્યા. છે એવા બેકટિરિયા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. જેથી એ એનું કામ વધુ સારી રીતે કરી શકે.

image source

તેમજ ઘીમાં ઓમેગા 3 (Omega 3) સારી.માત્રામાં હોય છે જે શરીરમાંથી ખરાબ કેલોસ્ટ્રોલ હટાવવા મદદ કરે છે. ઘણી બધી સ્ટડીઓના આધારે એ જાણવા મળ્યું છે કે ઘીમાં એન્ટી ઓક્સીડેન્ટ, CLA, અને ફેટમાં ભળી જાય એવા વિટામિન જેવા કે (A,D & E) હોવાના કારણે એ ખરા અર્થમાં હૃદય માટે સારું છે. એની સાથે જ જો તમારો કાર્ડિયીલોજીસ્ટ તમને ઘી ખાવાની ના પાડી રહ્યો હોય તો હવે તમારે ડરવાની જરૂર નથી.જો તમે વારંવાર નબળાઇ અનુભવતા હોય અથવા શક્તિનો અભાવ હોય, જિમ જતા હોઉ તમારે રોજ બે થી ત્રણ ચમચી ઘી ખાવું જોઈએ, સાંધાનો દુખાવામાં પણ ઘી આશીર્વાદ રૂપ છે.

image source

એ સાથે ચામડીમાં રોગ, હોર્મોનલ તકલીફો માટે, વીર્ય અને રજ વધારવા માટે તેમજ મગજની કાર્યક્ષમતા વધારવા માટે ઘી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. અને ઘીને જો વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે તો એની કોઈ પણ એક્સપાયરી ડેટ નથી હોતી. આપણા આર્યુવેદમાં ઉલ્લેખ છે કે ઘી જેટલું જૂનું એટલું ખાવા માટે ઉત્તમ. તો આ થઈ ઘીના ફાયદાઓ, એના વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને એના ફાયદાઓની વૈજ્ઞાનિક સમજૂતી. પરંતુ ઘીને કેવી રીતે ખાવું જોઈએ ? ક્યારે ન ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ ? અને બીજી ઘણી જાણી અજાણી માહિતીઓ આપણે આગળના આર્ટિકલમાં જોઈશું. ધન્યવાદ !

– યુગ જાદવ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ