ટીવી કી નાગિન’ ની આ એક્ટ્રેસની બોલ્ડ તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

દરિયામાં ‘ટીવી કી નાગિન’ ની એક્ટ્રેસ ફ્લોટિંગ નાસ્તો કરતી બોલ્ડ લુકમાં જોવા મળી.

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો ‘નાગિન’ ફેમ એક્ટ્રેસ અદા ખાન આજકાલ માલદીવમાં મિત્રો સાથે રજા માણી રહી છે. અદા ખાન તેના વેકેશનની તસ્વીરો સતત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.નાગિન (Naagin) ફેમ અદા ખાન હાલ પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અદા ખાન મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. અને હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે.

image source

વેકેશનની નવી તસવીરોમાં અદા ખાન દરિયામાં ફ્લોટિંગ નાસ્તાની મજા માણતી જોવા મળી રહી છે.

પિંક અને પ્રિન્ટેડ સ્વિમસ્યુટમાં હાઇ-બન અને સનગ્લાસમાં અદા ખાનનો બોલ્ડ લૂક જોતા જ દેખાઈ આવે છે.

વેકેશનની આ તસવીરમાં અદા ફ્લોટિંગ બ્રેકફાસ્ટ સાથે તેની ફ્રેન્ડ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

image source

તમને એ પણ જણાવી દઈએ કે, અદા ખાન ટૂંક સમયમાં કલર્સના શો ખતરો કે ખિલાડીમાં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે.રોહિત શેટ્ટીએ આ શોનું પ્રમોશન શરૂ કર્યું છે. શોનો પ્રસારણ ટૂંક સમયમાં શરૂ થશે.

ટીવી અભિનેત્રી તરીકેની પોતાની વિશેષ ઓળખ બનાવવા માટે અદા ખાને ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

image source

અદા ખાને પાલમપુર એક્સપ્રેસ, બહેને, અમૃત મંથન, યે હૈ આશિકી, સીરિયલ વિશ અથવા અમૃતમાં સ્ટારની ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે.

image source

અદા ખાનને આ સફળતા એકતા કપૂરની સિરીયલ નાગિનથી મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 61 હજાર લોકોના લાઇક્સ છે. વળી અદા ખાનને હરવા ફરવાનો ખૂબ જ શોખ છે.તે વાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સરળતાથી જાણવા મળે છે. તે આ પહેલા પણ અનેક જગ્યાએ પ્રવાસ પર ગઇ છે. અને તે નવા નવા સ્થળોને એક્સપ્લોર કરતી નજરે પડે છે.એટલું જ નહીં અદાખાનને હરવા ફરવા સિવાય ઘરનું ધ્યાન રાખવું પણ પસંદ છે.

image source

અભિનેત્રીએ ટી.વી. ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે કહે છે કે મારા મતે સફળતા એટલે તમારા દર્શકો તેમ જ પ્રશંસકો તરફથી મળતો પ્રેમ, નવા નવા પાત્રો ભજવવાની તક, તમારી શરતો પર કારકિર્દીમાં આગળ વધવાનો મોકો. તે વધુમાં કહે છે કે લાઈમલાઈટમાં રહેવા સાથે જ તમારી કારકિર્દી અને પરિવારને સંભાળવાનું ખાસ્સું મુશ્કેલ હોય છે. આમ છતાં જો તમે આ સંતુલન સાધી લો તો તમે સફળ કહેવાઓ.

image source

ક્યારેક અદાખાન સોલો ટ્રાવેલ પણ કરે છે. અને તેને નવી જગ્યાએ ફરવું ગમે છે. અદાખાને ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની આ તસવીરો નાખીને સરસ કેપ્શન પણ લખ્યું છે. તેણે કહ્યું મને હંમેશા લોકો પૂછે છે કે તું ક્યાં જઇ રહી છે…તે વાતનો હું જવાબ આપું છું કે હું સાચી દિશામાં જઇ રહી છું.

image source

અદાની લવ લાઇફ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે, ટીવી એક્ટર અંકિત ગેરાને 4 વર્ષથી ડેટ કરી રહી હતી. પરંતુ બાદમાં બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા. આ દિવસોમાં અદા ખાન તેની મહિલા મિત્રો સાથે માલદિવ્સની સફર પર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ