મહિલાએ રતન ટાટાને કહ્યા ‘છોટૂ’, અને પછી ટાટાએ એક જ વાક્યમાં આપી દીધો આવો મસ્ત જવાબ

ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૧૦ લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવાવાળા રતન ટાટાને આટલી જલ્દી ૧૦ લાખ ફોલોઅર્સ થવા પર તેમણે એક પોસ્ટ શેર કરી.

આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતાં રતન ટાટાને “છોટુ” કહ્યું. જણાવીએ કે, રતન ટાટાએ ઓકટોબર, ૨૦૧૯ માં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને ઇન્સ્ટાગ્રામ જોઇન કર્યું હતું. ત્યારબાદ મંગળવારના રોજ ૧૦ લાખ ફોલોઅર્સ થવા પર રતન ટાટાએ પોતાની એક પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટને શેર કરતાં રતન ટાટા લખે છે કે, “જબ મૈંને ઇન્સ્ટાગ્રામ જોઈં કિયા થા, તબ મુઝે ઈસ ઓનલાઈન પરિવાર કી ઉમ્મીદ નહી થી.. ઈસલિયે મૈ આપ સભી કા શુક્રિયા અદા કરના ચાહતા હું”. રતન ટાટાની આ પોસ્ટને ૪.૮ લાખ થી વધારે લોકોએ લાઇક કરી છે.

રતન ટાટાની આ પોસ્ટ પર કેટલાક લોકોએ કમેન્ટ્સ કરી, પરંતુ આ બધાની વચ્ચે એક મહિલા યુઝરે રતન ટાટાને “છોટુ” લખી દીધું. આ મહિલા યુઝરે લખ્યું કે, “બધાઈ છોટુ”, જે રતન ટાટાના અન્ય ફોલોઅર્સને પસંદ આવ્યું નહિ, અને તે મહિલા યુઝરને ‘અસભ્ય’ કહેવા લાગ્યા.

image source

ત્યારપછી આ મહિલા યુઝરે પોતાનો બચાવ કરતાં લખે છે કે, “તેઓ બધાના આઇડીયલ છે અને એટલા માટે મૈ પ્રેમથી તેમને કઈપણ કહી શકું છું”. એના પછી આ મહિલા યુઝરના બચાવ માટે ખુદ રતન ટાટા આગળ આવ્યા અને એક ટ્વિટ કરી.

આ મહિલા યુઝરનો બચાવ કરતાં રતન ટાટા લખે છે કે, “આપણા બધામાં એક બાળક છે. કૃપયા આ મહિલાની સાથે સમ્માનથી પેશ આવો”. આની સાથે જ રતન ટાટાએ પોતાની કમેન્ટમાં એક સ્માઇલ ઇમોજી નો પણ ઉપયોગ કર્યો છે.

રતન ટાટાની આ કમેંટને અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધારે લોકોએ લાઇક કરી છે અને રતન ટાટાની આ કમેન્ટ પર લોકોએ ખૂબ વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ