જો તમે આ સાચી રીતે ખાશો ઘી તો નહિં વધે તમારું વજન, અને નહિં થાય બીજા કોઇ પ્રોબ્લેમ

(ગતાંગથી ચાલુ …..)

ઘી કેટલું ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ….

ઘીએ ચરબીનું (Fat) સૌથી શુદ્ધ સ્વરૂપ છે. જેમાં દુધમાંના લેક્ટોઝ સહિત કોઈ પણ તત્વો હોતા નથી. એની સાથે ફક્ત ઘી જ એક એવો ખોરાક છે જે સ્થૂળ અને સુક્ષ્મ તેમજ દરેક પ્રકારના શરીર ને માફક આવે છે. રોજ બે થી ચાર ચમચી ઘી દરેક ઉંમરના સ્ત્રી-પુરુષે નિઃસંકોચ ખાવું જોઈએ. ઘી ને રોટલી, ચોખા, કઢી કે દાળ ગમેં તે સાથે ખાઈ શકાય. ગુજરાતના અમુક વિસ્તારોમાં તો ખીચડી ને કઢીની પછી ખીચડી અને ઘી સૌથી વધુ ખવાતો ખોરાક છે. એ સાથે ઘીનો સ્મોક પોઇન્ટ* ખૂબ ઉંચો હોવાના કારણે ઘી સાદી રસોઈ અને તળવા માટે આદર્શ છે. ઘીને તમારા રોજિંદી રસોઈમાં માં વાપરવાથી એ તમારા ભોજનમાં ઔષધીય ગુણોની સાથે સાથે તમારી રસોઈના સ્વાદ ને પણ નિખારે છે.

image source

પુરાતન કાળથી જ આપણી સંસ્કૃતિમાં ઘીને દૈવી પદાર્થોમાંનું એક માનવામાં આવે છે, એનું સૌથી મોટું કારણ છે ઘીની વૈવિધ્યતા. એટલે કે ઘીને તમે ફક્ત શરીરની અંદર એટલે કે ખોરાક રૂપે જ નહીં પરંતુ શરીરની બહાર પણ વાપરી શકો. એવું કહેવાય છે કે રોજ ઘીનું એક ટીપું નાકમાં મુકવાથી ધડથી ઉપરના બધા જ અંગો એટલે કે ગળું, કાન, આંખ, ચહેરાની ત્વચા, વાળ, અને મગજને પોષણ મળે છે. અને આ પ્રયોગ રોજ કરવાના અઢળક ફાયદાઓ છે જેમ કે ત્વચાનો નિખાર, ચળકતા કાળા વાળ, આંખોની રોશની, અને સાંભળવાની શક્તિ વધે છે અને અનેં માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આજકાલ વધતા તણાવ (Stress & Depression) અને માનસિક રોગો માટે આ પ્રયોગ રામબાણ છે. એ સાથે રોજ નાભિમાં બે ત્રણ ટીપાં ઘીથી માલિશ કરવાથી સાંધાઓમાં જોઈતું ઉંજણ મળી રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધારે છે અને ખીલ ધબ્બાથી રાહત આપાવે છે. શુ હજુ તમને ઘીના સુપરફૂડ (Super Food) હોવા પર સંશય છે ?

ઘીના આટલા ફાયદાઓ છે એનો મતલબ એવો નથી કે તમે દર બીજા દિવસે ઘીની મીઠાઈઓ ખાવા લાગો. કારણ કે એમાં રહેલી ખાંડ તમને ડાયાબિટીસ નો શિકાર બનાવશે અને એ મીઠાઈઓમાં રહેલું ઘી પણ તમને મોટાપાથી નહિ બચાવી શકે. ઘીને ક્યારેય પણ સીધા દહીં સાથે અથવા તો જે ખોરાકમાં દહીં હોય તેની સાથે ન ખાવું, એનાથી તમારા સ્વાસ્થ્ય અને પાચનતંત્ર પર નકારાત્મક અસરો થઈ શકે. ઘી અને મધને સમભાગે ન ખાવું જોઈએ એ તો તમને બધા ને ખબર જ હશે. આર્યુવેદ મુજબ ઘી અને મધનું સમભાગે મિશ્રણ એક પ્રકારનું ઝેર છે.

image source

રહી વાત આપ સૌના મનમાં રમતા અગત્યના પ્રશ્નની કે ગાય, ભેંસ, ભેડ-બકરીના ઘીમાંથી ક્યાં પ્રાણીનું ઘી ખાવું જોઈએ ? તો એનો સીધો જવાબ છે ‘દેશી ગાયનું સોનાવરણું (પીળું) ઘી’ જેનો ગ્રેડ છે ‘A2’. જો તમે ઘરે જ ઘી બનાવી શકતા હોઉં તો એના જેવુ એકેય નહિ. પણ કોઈ કારણોસર એ શક્ય જ હોય તો તમે તમારી આજુબાજુમાં રહેલી ગૌશાળામાં તપાસ કરી શકો. એ સાથે અમુક ભારતીય કંપનીઓ (ડેરીઓ નહિ) પણ દેશી ગાયનું ઘી બનાવી રહ્યા છે. તમે ઇચ્છો તો એ પણ એમેઝોન પરથી ખરીદી શકો છો.

પરંતુ તમને પ્રશ્ન થશે કે શું આજકાલ ખૂબ વેચાતું ડેરીઓનું ઘી શુદ્ધ અને ખાવા યોગ્ય હોય છે તો એનો જવાબ નીચે પ્રમાણે છે.

image source

“શુદ્ધ કહેવાતા ઘી ના બે પ્રકાર નિર્માણ ની દ્રષ્ટિએ પડે છે ..

1. કોમર્શિયલ જેમાં ગામડેથી કે તબેલામાંથી તાજુ દોહ્યેલુ દૂધ ડેરી મારફતે જમા કરાવાય છે.( એમાં ગાય, ભેંસ, સંકર જાનવર, બકરી નું મિક્સ જ આવે ) આ દૂધ ને પેશ્ચચ્યુરાઇઝેશન અને સેપેરેટરાઇઝેશન ની મશીની ક્રિયાઓ માંથી પસાર કરાય છે. સેપરેટેરાઇઝેશન મશીન માં દૂધ માંથી ક્રિમ કાઢી લેવાય છે. આ ક્રિમને ફ્રોઝન કરવાથી બ્લોક બની જાય છે પછી પાછું ગ્રેડીંગ પણ થાય, બાબા ની પતંજલી અમુલ પાસે થી આવા ફ્રોઝન ક્રિમ ના બ્લોક ખરીદ કરે છે.અમૂલે શરૂઆતમાં ક્રિમ બ્લોક આપવાની ના પાડેલ પછી બાબા એ રાજકીય દબાણ લાવેલ એટલે અમૂલે ફર્સ્ટ ક્વોલીટી આપવાની ના પડી પણ બીજી ક્વોલીટી આપેલ ‘यह अंदर की बात है’ આજથી 6 વર્ષ પહેલાંની. હવે જયારે ઘી ની જરૂરીયાત ઉભી થાય ત્યારે આ ક્રિમ ને ઉકાળી લેવાય છે અને ડબ્બા પેક…

image source

2. બીજા નંબર પર જે ઘી છે એ ઘરાઉ કે વલોણાં કે તાવડા નું ઘી કહેવાય છે. જેને 5 થી વધુ દૂધાળા જાનવર હોય એ દૂધ ને દોહ્વિ ને તાજુ જ જમાવી દે છે પછી ઇલેકટ્રીક વલોણા થી દહી મંથી લે છે. માખણ જે આવે એને તાવી દે છે. આ થયુ ઑરીજનલ અને સ્વસ્થપ્રદ ઘી.

નં. 2 થી બનાવેલ ઘી ની ખાસિયત એ છે કે ગમે એવી ઠંડીમાં ચોસલા પડે એવું નહી જ જામે પણ કણીદાર રહેશે.પણ આ ઘી ને ઘરે લાવી વાટકી જેટલું ગરમ કરી ને રાખી મુકતાં ઠંડીની સિઝન માં જામી જશે.

image source

ડેરીનું ઘી ફુલક્રિમ માંથી બનતુ હોવાથી એનું આણ્વીક બંધારણ અલગ હોય છે આથી એ શરીર માં કોલેસ્ટેરોલ અને એમાંય LDL (ખરાબ કેલોસ્ટ્રોલ) ની વૃદ્ધિ કરે છે. જ્યારે વલોણાં નું ઘી LDL લેવલ ઘટાડશે. વ્યક્તિના લેબ પરીક્ષણ કરીને પણ સિદ્ધ કરી શકાય છે. વલોણાં ના ઘી માં ડેરીના ઘી કરતાં સાપેક્ષે ચિકાશ ઓછી હોય છે,વલોણાં ના ઘી ની એક્ષ્પાયરી ડેટ નથી હોતી. જયારે ડેરી ના ઘી પર છાપવી પડે છે કેમ કે હવા ના કારણે ઑક્સિડેશન થતાં રંગ ગંધ અને સ્વાદ ન ગમે એવાં બદલાય છે.

ગૃહિણીઓ જે મલાઇ તારવી ભેગી કરીને, જમાવી, વલોવી, માખણ કાઢી ઘી નિર્માણ કરે છે.એના ગુણ પણ વલોણાં ના ઘી જેવાં જ છે પણ થોડાંક ઉતરતાં. પહેલાં લોકો દૂધ નું વેચાણ ન કરતાં સીધાં ઘી વેચતાં અને છાશ મફત આપતાં દર બીજે દિવસે ઘી બનતું એટલે “છાશવારે” શબ્દ ગામડાંમાં સાંભળવા મળે છે.

image source

એક દેશી નસલ ની કાંકરેજ ગાયો ની ગૌશાળાની મુલાકાત મે લીધી હતી. રોજનું 200 લીટર દૂધ જમાવી ને આશરે 12 કિલો ઘી બને, 400 લીટર છાશ. ઘી નો ભાવ ₹.1200 નું કિલો, અને છાશ ₹.20 ની લીટર… ઘી બનતું હોય ત્યારે કોઇપણ ખરીદનારને જોવા ની છૂટ હતી. દૂધ નો ભાવ ₹.55/- લીટર… હિસાબ કરવામાં આવે તો સમજાશે કે લોકો દૂધ ને બદલે ઘી જ શુ કામ વેચતાં. આ ગૌશાળા માં દાન એટલું આવે છે કે ગાયનો તથા ગોવાળ નો પોષણ ખર્ચ ચુકવાઇ જાય છે. અને છેલ્લે… ગાયના છાણ ના એક ડમ્પર ના ₹.10,000/- લેવાય છે.ગાય ખરેખર માતાની જેમ માણસ ને પોષે છે.”

આ સાથે એક ચવાક દર્શનના એક સંસ્કૃત સુત્રથી મારા આર્ટિકલને છેલ્લો ઓપ આપું છું. ધન્યવાદ ! 😊

यावज्जीवेत्सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् ।

જ્યા સુધી જીવો સુખેથી જીવો અને ઋણ (દેણું) કરી ને પણ ઘી પીવું (ખાવુ)!

– યુગ જાદવ (પૂર્ણ)

*સ્મોક પોઇન્ટ – સ્મોક પોઇન્ટ એટલે કોઈ પણ તેલ કે ઘીનું એ તાપમાન જ્યાં પહોંચ્યા પછી જે તે તેલના ફેટી એસિડ તૂટવા લાગે. અને એના પછી એ તેલ ખાવા યોગ્ય રહેતું નથી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ