હનુમાન દાદાના આ મંદિરમાં કરાવો બાળકોનું મુંડન, અને દૂર કરી દો આ બધી તકલીફો

હનુમાન દાદાના આ મંદિરમાં બાળકો નું મુંડન કરવાથી બધી જ મુશ્કેલી ઓછી થઈ જાય છે.

image source

કળયુગના દેવ હનુમાન દાદાનું ભવ્ય અને ચમત્કારિક મંદિર જયપુર થી 20 km. દૂર ગલતા તીર્થની નજીકના પહાડ પર આવેલું છે. હનુમાન દાદાના આ મંદિર ઘાટ વાળા બાલાજી તરીકે ઓળખાય છે.

હનુમાન દાદાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને એવું કહેવાય છે કે કોઈપણ કામ શરૂ કરતાં પહેલા ઘાટ વાળા બાલાજીના આશીર્વાદ લેવાથી કામમાં સફળતા જરૂર મળે છે, એટલે કહેવાય છે કે અહિયાં આવીને માંગેલી દરેક દુવા પૂરી થાય છે. હનુમાનના મહિમાનો ગુણગાન કરતા આ મંદિરનો મહીમા કઈક અલગ છે.

image source

આ સ્થાન પર બાલાજી મહારાજની પ્રતિમા સ્વયંભૂ છે, એટલેકે અહિયાં બાલાજી સ્વયમ પ્રગટ થયા છે. હનુમાનજીને બધા દુખ અને પીડાનો નાશ કરવા વાળા ભગવાન માનવમાં આવે છે. એના આશીર્વાદથી મુશ્કેલ માં મુશ્કેલ કાર્ય પણ આસનીથી થઈ જાય છે.

image source

બાલાજી મંદિરમાં પવનપુત્રની મુર્તિ દક્ષિણમુખી છે.

બજરંગબલીની ભક્તિથી બધા કસ્ટ દૂર થઈ જાય છે અને બધી ઈચ્છા પૂરી થાય છે. અંજનીપુત્રના આ પવન દરબારમાં આવી ને ભક્તની આસ્થા વધારે મજબૂત થઈ જાય છે.

image source

ભક્ત પોતાના બાળકના જ્ન્મ સાથે જોડાયેલ સંસ્કાર, એમાં પણ ખાસ મુંડન સંસ્કાર માટે બાલાજીના આ ધામમાં આવે છે. બાલાજી ઘાટમાં બાળકનું મુંડન કરવાથી બાળકના જીવનના બધા કસ્ટ કપાઈ જાય છે.

image source

જયપુર અને એની આજુબાજુના લોકો પોતાના બાળકનું મુંડન સંસ્કાર બાલાજીના આ પાવન ધામમાં જ કરાવે છે.

ઘાટના બાલાજીને જયપુરના કુળદેવતા માનવમાં આવે છે. બજરંગબલીને ઘાટના બાલાજી એટલા માટે કહેવામા આવે છે કે પહેલાના સમયમાં આજુબાજુમાં ઘણા તળાવ અને પાણીના ઘાટ આવેલા હતા.

ક્યારે કરી શકો બાલાજી મહારાજના દર્શન.

image source

સવારે 5 વાગે શ્રી બાલાજી મહારાજને જગાડવામાં આવે છે અને પછી એને સ્નાન કરાવવામાં આવે છે. 7 વાગે શૃંગાર પછી આરતી કરવામાં આવે છે. જયપુરના આ બાલાજી મંદિરમાં બપોરના દર્શન સૌથી મહત્વના બતાવેલ છે.

કહેવામા આવે છે કે બપોરે 12 થી 3 વાગ્યા સુધીમાં ઘાટના બાલાજીના દર્શન કરવાથી મનગમતું વરદાન મળે છે. રાત્રે 10 વાગે સંધ્યા આરતી પછી પ્રસાદ ચડાવીને મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.

image source

અહિયાં દરેક મંગળવાર અને શનિવારે બાલાજી મહારાજના કપડાં બદલવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ