આ દેશના એરપોર્ટની તસવીરો જોઇને તમને તરત જ થઇ જશે ત્યાં જવાની ઇચ્છા…

ચીન એક એવો દેશ છે જે અલગ અલગ કેટલાય પ્રકારની ખૂબીઓ અને વિશેષતાઓથી ભરેલો છે.

વ્યાપાર ક્ષેત્રે ચીને ઓછી કિંમતે આધુનિકતાનો અનોખો મેળ કરી દુનિયાભરમાં પોતાના બિઝનેસને આગળ વધાર્યો છે. દુનિયામાં ઈ-કોમર્સ બિઝનેસ ક્ષેત્રે મોટું નામ એટલે કે પ્રખ્યાત બિઝનેસમેન જેક મા ની અલીબાબા કંપની.

આ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ મૂળ ચાઈનીઝ જ છે. એ સિવાય ચાઈના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશન, પેટ્રો ચાઈના, બેન્ક ઓફ ચાઈના, પિંગ એન ઇન્સ્યોરન્સ જેવી ચાઈનીઝ કંપનીઓ બિઝનેસ વિશ્વમાં પોતાનો ડંકો વગાડવામાં સફળ રહી છે.

image source

આગળ રહેવું એ ચીનની આજકાલની આદત નથી. પ્રાચીન સમયથી ચીન પોતાની અલગ ભાત પાડે છે દુનિયાની સાત મુખ્ય અજાયબી પૈકીની એક એવી ચીનની દીવાલ તેનું એક જીવંત ઉદાહરણ છે.

એ સિવાય હાલના આધુનીક યુગમાં તો ચીન પહેલાથી પણ વધુ બળવાન અને શક્તિશાળી બન્યું હોય તેવું આપણે સૌ અનુભવી જ રહ્યા છીએ. દુનિયાભરથી કઈંક અલગ અને અદભુત શોધખોળો કરવા માટે ચીન દેશ પહેલાથી જ આગળ છે. ભલે તે પ્રોડક્ટ પછી મોબાઈલ હોય કે કાંચથી બનાવાયેલો પુલ.

image source

ચીને તાજેતરમાં જ આવું કઈંક નવું બનાવી વિશ્વભરના એન્જીનીયરો અને જિજ્ઞાસુઓને આશ્ચર્યચક્તિ કરી દીધા છે.

વાત જાણે એમ છે કે ચીનની રાજધાની બેઇજિંગનું કોઈ ડ્રોન કેમેરાથી કે ઊંચી ઇમારત પરથી દ્રશ્ય નિહાળવામાં આવે તો તરત જ વિશાળ સ્ટારફિશ આકારનો નજારો જોવા મળે છે. જે કોઈ અંતરિક્ષયાન હોય તેવો પણ આભાસ ઉભો કરે છે. પણ વાસ્તવમાં આ કોઈ સ્ટારફિશ કે અંતરિક્ષયાન નહિ પરંતુ વિશાળ એરપોર્ટ છે જેને તાજેતરમાં જ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

image source

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલું આ એરપોર્ટ અનેક ખૂબીઓ અને વિશેષતાઓથી ભરપૂર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એરપોર્ટનો કુલ વિસ્તાર 173 એકર છે એટલે કે આ એરપોર્ટ પર લગલગાટ 98 ફૂટબોલ મેદાન બનાવવામાં આવે એટલી વિશાળ જગ્યામાં બનાવાયું છે.

વળી એરપોર્ટ બનાવવાનો ખર્ચ પણ તોતિંગ રકમમાં છે લગભગ 11 અબજ ડોલરના ખર્ચે બનેલા આ એરપોર્ટને પ્રખ્યાત આર્કીટેક જહા હદીદે ડિઝાઇન કર્યું છે.

image source

પેઇચિંગ ડાશિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામક આ એરપોર્ટ પરથી દુનિયાભરના વિવિધ 112 શહેરો માટેની ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ વર્ષ 2040 સુધીમાં દર વર્ષે 10 કરોડ યાત્રીઓ હવાઇયાત્રાનો આનંદ માણશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ