ઘરની આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી રૂપિયા થવા લાગે છે ખાલી, અને આવે છે આર્થિક સંકટ

જો આપે આપના ઘરમાં મની પ્લાન્ટને અયોગ્ય દિશામાં રાખ્યો છે તો આપને ધન હાનિ અને આર્થિક તંગીનો સામનો થશે.

દરેક છોડને રાખવા માટે એક દિશા નિર્ધારિત હોય છે. ઘરમાં મની પ્લાન્ટને રાખવામાં આવે છે તો ધન અને સુખ- સમૃદ્ધિ વધતી જાય છે, પરંતુ જો ઘરમાં મની પ્લાન્ટને અયોગ્ય દિશામાં રાખવામાં આવે છે તો તેના કારણે મની પ્લાન્ટ આપને આર્થિક રીતે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

image source

આપે આપના ઘરમાં મની પ્લાન્ટને ક્યારેય પણ ઈશાન કોણમાં (ઉત્તર- પૂર્વ દિશામાં) રાખવો જોઈએ નહી. ઘરમાં મની પ્લાન્ટને ઈશાન કોણ એટલે કે, ઉત્તર- પૂર્વ દિશામાં રાખવામાં આવે છે તો તેનાથી આપને નાણાકીય નુકસાન તો થશે જ, આ સાથે જ સ્વાસ્થ્ય અને સંબંધો પર પણ નકારાત્મક અસર પાડી શકે છે.

image source

જો આપના ઘરમાં મની પ્લાન્ટ છે તો આપે ધ્યાન રાખવું જોઈએ કે, મની પ્લાન્ટના વેલાને ક્યારેય પણ જમીન પર ફેલાવા દેવી જોઈએ નહી. જો આપના ઘરમાં રાખવામાં આવેલ મની પ્લાન્ટનો વેલો જમીન પર ફેલાઈ છે તો તેના લીધે આપને કેટલાક પ્રકારના નુકસાન થવાનું કારણ પણ બની શકે છે.

image source

જો આપને આપના ઘરમાં મની પ્લાન્ટને ઘરની બહાર રાખતા હોવ તો મની પ્લાન્ટને ઘરની બહાર રાખવાને બદલે ઘરની અંદર જ રાખવાનું શુભ માનવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓ ઘરમાં જગ્યા ઓછી હોવાના લીધે પણ મની પ્લાન્ટને ઘરની બહાર રાખવો પડે છે તો આ લેખમાં અમે આપને જણાવીએ કે, આપ મની પ્લાન્ટને નાના કુંડા કે પછી બોટલમાં પણ લગાવી શકો છો.

image source

આપે ઘરમાં રાખવામાં આવેલ મની પ્લાન્ટના પાંદડાઓ મુરઝાવા લાગવું કે પછી સફેદ થઈ હ્વું પણ અશુભ માનવામાં આવે છે. આપે ઘરમાં રાખવામાં આવેલ મની પ્લાન્ટને રોજ નિયમિત રીતે પાણી આપતા રહેવું. આ સાથે જ મની પ્લાન્ટના વેલામાં સફેદ કે પછી મુરઝાઈ ગયેલ પાંદડાઓને કાપી દેવા જોઈએ.

image source

મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી ધન લાભ થવાની સાથે સાથે પારિવારિક સંબંધોમાં પણ મધુરતા લાવવાનું કામ પણ કરે છે. આપે મની પ્લાન્ટને ભૂલથી પણ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ નહી. જો આપ મની પ્લાન્ટને ઘરની પૂર્વ દિશા કે પછી પશ્ચિમ દિશામાં રાખવામાં આવે છે તો તેનાથી પતિ- પત્નીના સંબંધોમાં તણાવ આવી શકે છે.

image source

આપે મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે ઘરના અગ્નેય કોણ એટલે કે દક્ષિણ- પૂર્વ દિશામાં રાખવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરના અગ્નેય કોણને ભગવાન ગણેશજીની દિશા માનવામાં આવે છે. અગ્નેય કોણમાં રાખવામાં આવેલ મની પ્લાન્ટ આપના ઘરમાં સુખ- સમૃદ્ધિ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ