ભાભીના આ કામથી ઇમોશનલ થઇ કંગના રનૌત, અને વિડીયો જોઇને રડવા લાગી, શું તમે જોયો આ વિડીયો?

ભાભીએ બનાવ્યો મકાઈનો રોટલો તો ઇમોશનલ થઈ ગઈ કંગના રનૌત – વિડિયો જોઈ આંખમા આંસુ આવી ગયા

તાજેતરમાં જ કંગના રનૌતના ભાઈના લગ્ન થયા છે અને હવે જ્યારે તેણીની ભાભીએ મકાઈનો રોટલો બનાવ્યો તો તેણી ભાવુક થઈ ગઈ. વિડિયો જોઈને તેણી પોતાના આંસુ ન રોકી શકી. કંગના રનૌતે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેની ભાભી ઋતુ મકાઈનો રોટલો બનાવતા શીખી રહી છે. આ વિડિયો પર કંગનાએ જણાવ્યું કે તેણીની ભાભીને આ રીતે રસેડામાં ખાવાનું બનાવતી જોઈને તેને તેની માતાની યાદ આવી ગઈ. કંગનાનો આ વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

વિડિયોમા કંગનાની ભાભી વિંટર આઉટફિટમાં દેખાઈ રહી છે. તેણી પોતાના હાથથી મકાઈના રોટલાને ગોળ આકાર આપવાનો પ્રયાસ કરી રહી છે. વિડિયો શેર કરતા કંગના રનૌતે લખ્યું છે – ‘મારી નવી નવેલી ભાભી પાસેથી આ સુંદર વિડિયો મળ્યો છે, તેણી મકાઈનો રોટલો બનાવતા શીખી રહી છે. તેણી એક ડોક્ટર છે અને એક સ્વતંત્ર મહિલા છે પણ તેમ છતાં જમીન સાથે જોડાયેલી છે. ભાભીના આ વિડિયોએ મને મારી માતાની યાદ અપાવી દીધી જ્યારે તેણી યુવાન હતી. આનંદના આંસુ.’

કંગના રનૌતના ભાઈના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. લગ્ન બાદ 10 નવેમ્બરે કંગનાએ લખ્યુ હતું – આ મારા માટે અને મારા પરિવાર માટે ખાસ અવસર છે. કંગનાએ તસ્વીરોની સાથે પોતાની ભાવી ભાભીને લગ્નની શુભેચ્છાઓ આપતા તેમના ફેમીલીમાં સ્વાગત કર્યું હતું. તો વળી કેટલાક ડાન્સ વિડિયોઝ અને તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ ફરી એકવાર કંગના રનૌતે નેપોટીઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સુશાંતને ન્યાય આપવાની વાત છેડી હતી. ત્યાર બાદ સુશાંતના મૃત્યુને લઈને આખાએ દેશમાં તેને ન્યાય આપવાની એક જાણે ચળવળ ઉભી થઈ હતી અને તેની તપાસનો રેલો છેક બોલીવૂડના મોટા સ્ટાર્સ સુધી આવ્યો હતો પણ છેલ્લે તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે સ્યુસાઇડ જ કર્યું હતું જોકે તે પાછળનુ કારણ હજુ પણ અજાણ છે. અને છેવટે આખીએ તપાસનો મામલો બોલીવૂડમાં ચાલી રહેલા ડ્રગ્સ કલ્ચર તરફ વળી ગયો હતો. અને હાલ પણ ડ્રગ્સને લઈને ઘણા બધા ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ કરવામા આવી રહી છે તો વળી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રિત, અર્જુન રામપાલ, ભારતી સિંહ વિગેરે સેલેબ્રીટીઝની પણ તપાસ કરવામાં આવી હતી.

image source

આ દરમિયાન કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર પણ ઘણા બધા શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને ત્યાર બાદ કંગનાની મુંબઈ ખાતેની ઓફિસનું અવૈધ બાંધકામ પણ તોડવામાં આવ્યું હતું. જે વિષે લોકો સારી એવી માહિતી ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ