જો તમે પણ વાસ્તુ પ્રમાણે ઘરની આ જગ્યાએ રાખો છો શંખ તો થઇ શકે છે ધનલાભ…

મિત્રો, આપણા હિંદુ ધર્મમા અનેકવિધ વાદ્ય સાધનો દેવતાઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. એવી માન્યતાઓ છે કે, આ વાદ્ય સાધનોમાં દેવતાઓનો સ્વર સમાયેલો છે. આ ધાર્મિક ગ્રંથોમા અમુક સંગીતવાદ્યો ઘરમા રાખવા અત્યંત શુભ માનવામા આવ્યા છે. આ વાદ્યોમાંથી એક વાદ્ય છે શંખ. શંખ સાથે અનેક ધાર્મિક મહત્વ જોડાયેલા છે. તેને ઘરમા રાખવુ અત્યંત શુભ માનવામા આવે છે. તો ચાલો આજે આ લેખમા શાસ્ત્રોમા દર્શાવેલા જુદા-જુદા શંખ વિશે માહિતી મેળવીએ.

image source

કામધેનુ શંખ :

આ શંખ સરળતાથી પ્રાપ્ત થતો નથી. તેને ગાયના મોઢા જેવો આકાર આપવામાં આવે છે, તેથી તેને કામધેનુ શંખ કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો તમે આ શંખને ઘરમાં રાખો અને તેની પૂજા કરો તો તે તમારી વિચારવાની શક્તિ અને ધ્યેયમા વૃદ્ધિ થાય છે. એક માન્યતા છે કે જ્યારે તમે આ શંખની પૂજા કરો છો, ત્યારે તમે જે કલ્પના કરો છો તેને તમે અવશ્યપણે પૂર્ણ કરી શકો છો.

અન્નપૂર્ણા શંખ :

આ શંખ રસોઈઘરસાથે જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે, ઘરના રસોડા સાથે કોઈપણ ઘરની સુવિધાઓ જોડાયેલી છે. સારુ ભોજન એ કુટુંબને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. તેથી અન્નપૂર્ણા શંખને અવશ્યપણે ઘરના રસોઈઘરમા સ્થાપિત કરો. એવી અમુક માન્યતા છે કે, આ શંખમા દૂધ ભરીને ઘરમાં છાંટવાથી ઘરના તમામ દોષ દૂર થાય છે.

image source

મોતી શંખ :

આ શંખ જો તમે ઘરમા રાખો છો અને દરરોજ તેની પૂજા કરો છો, તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. તેમા એવુ કહેવામા આવ્યુ છે કે, આ શંખ મનને શાંત રાખે છે અને હૃદયરોગ સામે પણ રક્ષણ આપે છે. પૂજાઘરમા સફેદ કપડા પર મોતીનો શંખ સ્થાપિત કરવો જોઈએ.

વિષ્ણુ શંખ :

જગતપિતા નારાયણના હાથમાં રહેલા શંખને વિષ્ણુ શંખ તરીકે ઓળખવામા આવે છે. તેને હમેંશા કાર્યસ્થળે સ્થાપિત કરવુ જોઈએ. આ શંખ આપણને પ્રગતિ આપે છે અને આપણા કામમા સફળતા મેળવવામા પણ આપણને સહાયરૂપ સાબિત થાય છે.

એરાવત શંખ :

આ શંખ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને ઘરના મુખ્ય દરવાજા પર મૂકવામા આવે તો ઘરમા નકારાત્મક ઊર્જા આવતી નથી. આ ઉપરાંત જો તમે આ શંખમા પાણી પીવો છો, તો તે તમારા ચહેરાને પણ ચમકાવેછે.

image source

પૌન્ડ શંખ :

આ શંખ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. તમે આ શંખને તમારા ટેબલ પર મૂકી શકો છો. તેની ઊર્જા તમારા મનને અભ્યાસમા લગાવશે અને તમને તમારા વિશ્વાસમા પણ વૃદ્ધિ લાવશે.

મણીપુષ્પક શંખ :

જો તમે ઈચ્છો તો કાર્યસ્થળે મણિ પુષ્યશંખ પણ મૂકી શકાય છે. જો તમે નિયમિતપણે આ શંખની પૂજા કરો છો, તો તમને માન-સન્માન અને ગરિમા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમને કામના સ્થળે ઉચ્ચ પદની પ્રાપ્તિ પણ થઇ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ