ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની બાજી લગાવી દેનાર બહાદુરોના આ ગામ વિશે વાંચો તો ખરા

ઘણા નવયુવાનો એવા હશે જેઓ ભારતીય સેનાનો ભાગ બનવા ઇચ્છતા હોય. અને આવા નવયુવાનો ભારત દેશના ખૂણેખૂણે રહેતા હોય છે. પરંતુ અહીં અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાંના એક કે બે નહીં પણ ઘણા ખરા ગ્રામજનો ભારતીય સેનામાં જોડાયેલા છે.

image source

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ગામ આવેલું છે જેનું નામ મલ્લારેડ્ડી છે. આ ગામ વિશે એમ કહેવું ખોટું નહીં ગણાય કે આ ગામ ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની બાજી લગાવી દેનાર બહાદુરોનું ગામ છે. અસલમાં મલ્લારેડ્ડી ગામમાં રહેતા મોટાભાગના ઘરોમાંથી કોઈને કોઈ દેશની સેનામાં જોડાયેલા છે અને સરહદ પર દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ દેવા તૈયાર છે. આ મલ્લારેડ્ડી ગામનો ઇતિહાસ પણ રોચક અને જાણવા જેવો છે.

image source

મલ્લારેડ્ડી ગામના લોકો બીજા વિશ્વયુદ્ધના સમયથી લઈને આજ સુધી અને હાલના ચીન અને પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ વાતાવરણ દરમિયાન દેશ સેવા કરી રહ્યા છે. વિશેષ વાત એ છે કે આ ગામમાં મુસ્લિમોની બહુમતી છે અને ગામના લગભગ બધા જ નવયુવાનોની આંખમાં ભારતીય સેનામાં જોડાવાનું સપનું હોય છે અને તેઓ પોતાના આ સ્વપ્નને સાકાર કરવા તનતોડ મેહનત પણ કરે છે.

image source

મલ્લારેડ્ડી ગામમાં એવા અનેક દિગ્ગજ અને બહાદુર સૈનિકો છે જેઓએ ભારત પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ, શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા બલનાં સંચાલન કરવામાં અને તાજેતરના જ ચીન સાથે સરહદ પરના તણાવના મહોલમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના બુઝુર્ગો પણ ગામના નવયુવાનોને ભારતીય સેનામાં જોડાવવા માટે પ્રેરિત કરે છે અને તેઓને મલ્લારેડ્ડી ગામની પરંપરા પણ જણાવે છે.

image source

આ ગામના અનેક નવયુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી સેવાનિવૃત થઈ ગયેલા ગામના જ અધિકારીઓની દેખરેખ હેઠળ સેનામાં જોડાવવા માટે પ્રશિક્ષિત થાય છે. નવયુવાનો સેનામાં જોડાવવા માટેની મૂળભૂત લાયકાતો જેવી કે રનિંગ, રોપ કલાઈમબિંગ, બાધા દોડ માટે પ્રેક્ટિસ કરી મજબૂત બને છે.

image source

અહેવાલ મુજબ આ ગામમાંથી લગભગ 86 પરિવારો રહે છે અને ગામના 130 સભ્યો હાલ ભારત દેશની સેવા કરવા સરહદ પર તૈનાત છે. એટલું જ નહીં મલ્લારેડ્ડી ગામની એક વિશેષતા એ પણ છે કે આ ગામના નવયુવાનો એમસીએ, એમબીએ, એન્જીનીયરીંગ જેવા ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ મેળવે છે પરંતુ પોતાનું કેરિયર તો ભારતીય સેનામાં જ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ