જો તમારા ઘરમા પણ કોઈ બની ગયુ છે કુદ્રષ્ટિનો શિકાર, તો તુરંત અજમાવો આ ઉપાય…

મિત્રો, જ્યારે પણ કોઈ વિચાર, સ્વભાવ કે વ્યક્તિત્વની તમારા પર નકારાત્મક અસર પડે છે તો તેને કુદ્રષ્ટિ લાગી કહેવાય છે અને તેના કારણે તમારા રોજીંદા કાર્યો પર અનેકવિધ પ્રકારની નકારાત્મક અસર થાય છે. તો ચાલો જાણીએ કુદ્રષ્ટિને દૂર કરવા માટેના વિશેષ ઉપાયો.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, સમગ્ર વિશ્વમા બે પ્રકારની ઉર્જા કામ કરે છે. એક છે સકારાત્મક ઉર્જા અને બીજી છે નકારાત્મક ઉર્જા. આ ઉર્જાનુ નિર્માણ આપણી આસપાસના વિચારો, વ્યવહાર, આદત અને શબ્દો પર આધારિત હોય છે. આપણા શરીર અને ઘરમા અનેકવિધ પ્રકારની સકારાત્મક ઉર્જા સમાવિષ્ટ હોય છે.

image source

જો કોઈ વ્યક્તિ તમારી સામે નકારાત્મક દ્રષ્ટીએ જોતો હોય તો તેને કુદ્રષ્ટિ લાગી હોવાનુ કહેવામા આવે છે. આ કુદ્રષ્ટિના કારણે તમારા સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ પર થોડા સમય માટે રોક લાગી શકે છે. આ નકારાત્મક ઉર્જાની અસર તમારા પર ખૂબ જ ઝડપી થઇ શકે છે અને તેના કારણે તમારી પ્રગતિ અને તમારા અગત્યના કાર્યો પણ અટકી જાય છે.

image source

જો ઘરમા કોઈ વ્યક્તિની કુદ્રષ્ટિ હોય તો તેના કારણે તમારા ઘરમા કલેશભર્યુ વાતાવરણ રહે છે. આ ઉપરાંત ઘરના સદસ્યો અવારનવાર બીમાર પડી જાય છે અને તેના કારણે ધન પણ ખર્ચ થવા લાગે છે. આ ઉપરાંત વ્યવસાય ક્ષેત્રે પણ ઉતાર-ચઢાવ આવ્યા રાખે છે.

image source

કોઈપણ વ્યક્તિની આસપાસ નકારાત્મક ઉર્જા ફેલાવવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે માટે ઘરમા નકારાત્મક સ્થિતિ ના સર્જાય તે માટે અમુક બાબતો અંગે સાવચેતી રાખવી જોઈએ જેમકે, ઘરમા કારણ વિના કોઈપણ પ્રકારનો કચરો કે ભંગારનો સામાન સંગ્રહ કરીને રાખવો જોઈએ નહિ. આ ઉપરાંત ઘરના પૂજાસ્થળે નિયમિત સંધ્યાકાળે દીવડા પ્રગટાવવા જોઈએ. આ સિવાય વહેલી સવાર અને સાંજે ઘરમાં ગૂગળ કે ચંદનની અગરબત્તી કરવી જોઈએ.

image source

આ ઉપરાંત ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ રંગનો સ્વસ્તિક બનાવવો જોઈએ, જેથી ઘરનુ વાતાવરણ સુખમયી અને શાંતિમય બનશે. આ સિવાય અઠવાડિયે એકવાર ઘરમા કીર્તન, ભજન કે ધાર્મિક પાઠ પણ કરવા જેથી, ઘરનુ વાતાવરણ હમેંશા શુદ્ધ અને પવિત્ર બને છે.

image source

જે લોકોને યોગ્યતા હોવા છતા પણ લાંબા સમય સુધી નોકરી મળતી નથી તો તે પણ કોઈ પ્રકારની કુદ્રષ્ટિનો શિકાર બન્યા હોય શકે છે. આ સિવાય જો એકાએક વ્યવસાય બંધ થઇ જાય કે કારોબારમા રોકેલુ ધન એકાએક ફસાઈ જાય છે તો તેના માટે પણ કુદ્રષ્ટિ જવાબદાર ગણી શકાય છે.

image source

જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો લાલ રંગના બજરંગબલી ઘરમા સ્થાપિત કરો અને તેમને લાલ રંગના પુષ્પો તથા ગુલાબની અગરબત્તી અર્પણ કરો. આ ઉપાય અજમાવવાથી તમે આ કુદ્રષ્ટિની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ