આંખોનું ફફ઼઼ડવું દર વખતે નથી હોતુ અશુભ, જાણો આ પાછળનું અસલી કારણ તમે પણ

મિત્રો, આંખો ફ્ફ્ડવી એ અનેકવિધ પ્રકારના અંધવિશ્વાસ જોડાયેલુ છે. મોટાભાગના લોકો તેને અશુભ માને છે પરંતુ, આંખો ફફડવી એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘટના છે. શરીરના કોઈપણ ભાગમા માંસપેશીઓ ફફડવી એ સામાન્ય વાત છે. જ્યારે માંસપેશીઓ સંકોચાય છે ત્યારે તે ફફડવા લાગે છે.

image source

આપણા શરીરની માંસપેશીઓ એ મુખ્યત્વે ફાઈબરથી ભરપૂર બનેલી હોય છે, જેને તંત્રિકાઓ નિયંત્રિત કરે છે. આ તંત્રિકાઓને હાની પહોંચવા પર માંસપેશીઓ ફફડવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમા શરીરના ભાગ ફફડવા એ કોઈ ચિંતાનુ કારણ નથી પરંતુ, ક્યારેક એ ગંભીર પણ હોય શકે છે અને એવી સ્થિતિમા તમારે ડૉક્ટરને બતાવવુ જોઈએ.

image source

આંખોમા માંસપેશીઓ જ્યારે જકડાઈ જાય છે ત્યારે તે ફરકવા લાગે છે. ઘણા લોકોમા એ ખૂબ જ સામાન્ય હોય છે પરંતુ, અમુક લોકોની આંખો એટલી જોરજોરથી ફરકવા લાગે છે કે, તેને દેખાવાનુ જ બંધ થઈ જાય છે. એવી સ્થિતિને “બ્લેફેરોસ્પાઝમ” કહેવામા આવે છે.

image source

આંખોનુ ફરકવુ અમુક સેકન્ડથી લઈને બે મિનિટ સુધી રહી શકે છે. તે ઘણા દિવસ સુધી પણ રહી શકે છે અને બની શકે કે, પછી તમને ઘણા માસ સુધી તેનો અનુભવ જ ના થાય. આંખો ફરકવામા કોઈ રીતેની પીડા નથી થતી અને એ ઓટોમેટિક સારી થઈ જાય છે પરંતુ, અમુક બાબતોમા કોઈ ગંભીર બીમારીના પણ સંકેત હોય શકે છે.

image source

અમુક કોઈ કારણ વિના ફરકી શકે છે પરંતુ, ક્યારેક તેના અનેકવિધ કારણો હોય પણ સાબિત થઇ શકે છે જેમકે, આંખોમાં ખંજવાળ, આંખો પર દબાણ પડવુ, થાક લાગવો, ઊંઘ પૂરી ના થવી, શારીરિક દબાણ થવુ, તંબાકુ, કેફીન કે દારૂ વધારે સેવન કરવુ, આંખો ડ્રાઈ થવી, પાપણોમાં સોજો અને કંઝક્ટીવાઈટિસ હોવા પર આંખો ફફડે તો તે તમને ખુબ જ વધારે તકલીફ આપી શકે છે.

image source

જો તમને પણ મોટાભાગે આંખો ફરકવાની સમસ્યા રહેતી હોય છે તો તેના કારણે તમારી નજર નબળી પડી શકે છે અને તમને જોવામા પણ ખુબ જ પરેશાની થઈ શકે છે. અમુક સામાન્ય બાબતોમા બ્રેન અને ન્યુરૉલોજીકલ ડિસઓર્ડર સાથે સંકળાયેલી બીમારીઓનો આ સંકેત હોય શકે છે. આ બાબતોમા આંખો ફરકવાના અમુક બીજા લક્ષણો પણ સામે આવી શકે છે. આ સિવાય એ ફેશિયલ પાલ્સી સાથે જોડાયેલી હોય છે.

image source

આ સમસ્યામા ચહેરાની એક તરફ તમને લકવો થઈ જાય છે. આંખો ફરકવાનુ આ કારણ ડિસ્ટોનિયા, સર્વાઈકલ ડિસ્ટોનિયા, મલ્ટિપલ સ્કલેરોસિસ, પાર્કિન્સન ડીસિઝ અને ટોરેટ સિન્ડ્રોમ જેવી નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલી બીમારીઓ પણ થઇ શકે છે. આ સમસ્યા કોઈ ગંભીર સ્થિતિ નથી અને સામાન્ય રીતે ફક્ત તેના કારણે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી પરંતુ, તમારે અમુક સ્થિતિઓમા ડૉક્ટરને જણાવવુ જોઈએ.

image source

જો તમારી આંખો જોરજોરથી ફડકી રહી છે અને આંખો વધારે પડતી લાલ થઈ રહી છે અથવા આંખોમા સોજો ચડી જવાની ફરિયાદ રહેતી હોય તો તેની અસર તમારા ચહેરાના અન્ય ભાગ પર પણ પડી રહી હોય અને આ સમસ્યા તમને લાંબા સમયથી પણ થઈ રહી છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ