ક્રિકેટ ચાહકોને જલસો પડી જાય એવા સમાચાર, વર્ષો બાદ દિગ્ગજો ધમાલ મચાવશે

વિરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ફરી એકવાર સર્વાધિક મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે મેદાનમાં જોવા મળશે. હા, ફરી એકવાર અનેએકેડેમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો ચાહકોનું મનોરંજન કરશે અને મેદાનમાં એકબીજા સાથે હરીફાઈ કરતા જોવા મળશે.

image soucre

આ તમામ દિગ્ગજો ફરી એકવાર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમતા જોવા મળશે. આ સિરીઝ ગત વખતે પણ ગોઠવવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને કારણે તેને રદ કરવી પડી હતી. આ વખતે ટૂર્નામેન્ટના આયોજકોએ તેનું યજમાન બનાવવા માટે બીજું રાજ્ય પસંદ કર્યું છે. આ વખતે છત્તીસગઢના રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંઘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આ સિરીઝ રમાશે. આ ટૂર્નામેન્ટ 2 થી 21 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં પાંચ મોટા દેશોના પૂર્વ ક્રિકેટરો રમતા જોવા મળશે.

image soucre

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ગત વર્ષે લોકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોથી વાકેફ કરવા માટે શરૂ થઈ હતી, પરંતુ કોવિડ 19 રોગચાળાને લીધે, ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી અને ફક્ત ચાર મેચ જ યોજાઇ હતી. જો કે, આ વખતે તેનું એકદમ નવી રીતે આયોજન કરવામાં આવશે.

image soucre

આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન સાથે પાંચ દેશોના ઘણા બધા પૂર્વ દિગ્ગજો આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. તેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાનો પણ સમાવેશ થશે. શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને યજમાન ભારતના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર ભાગ લેશે. દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “ક્રિકેટ એ દેશની સૌથી લોકપ્રિય રમત છે અને ક્રિકેટરોને અહીં આદર્શ નાયકો તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં આ લીગનો હેતુ લોકો રસ્તા પરના તેમના વર્તન વિશેની માનસિકતામાં પરિવર્તન લાવે.

image soucre

સચિન તેંડુલકર વિશે વાત કરીએ તો વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક સચિને બે દાયકાથી વધુ સમય ક્રિકેટના મેદાન પર વિતાવ્યો હતો. તેની લાંબી કારકિર્દીમાં તેણે ઘણાં ઉતાર-ચઢાવ પણ જોયા અને ઘણાં એવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા, જેને તોડવા લગભગ અસંભવ છે. 24 એપ્રિલ 1973માં મુંબઇમાં જન્મેલા સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

image soucre

તેની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. સચિને 2006માં તેની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. આ મહાન બેટ્સમેને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સંન્યાસપહેલાં તેણે ઘણાં એવા રેકોર્ડ્સ બનાવી દીધા જેને તોડવા મુશ્કેલ છે. અને આજે તે બધાના દિલમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ