ઘરમા રહેલા વાસ્તુ દોષના નિવારણ માટે કરવો જોઈએ આ ખાસ ઉપાય, સૂર્યદેવની પ્રતિમાને આ રીતે રાખશો તો…

મિત્રો, પ્રભુ સૂર્યનારાયણ એ સાક્ષાત અગ્નિને ધારણ કરનાર દેવતા છે. તેમનુ તેજ એટલુ દિવ્ય હોય છે કે, તમારી આસપાસનો તમામ અંધકાર દૂર થઇ જાય છે. વાસ્તુશાસ્ત્રમા સૂર્યનારાયણનુ પણ વિશેષ મહત્વ જણાવવામા આવેલ છે. આજે આ લેખમા અમે તમને સૂર્યનારાયણ સાથે સંકળાયેલી અમુક એવી વાસ્તુ ટીપ્સ વિશે જણાવીશુ કે જેને અજમાવવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જશે, તો ચાલો જાણીએ.

image source

સૂર્યનો ઉદય થાય તે પહેલાનો સમય એટલે કે બ્રહ્મમુહૂર્તનો સમય અભ્યાસ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. દરેક વિદ્યાર્થીએ પોતાના આ સમયનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઇએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બ્રહ્મમુહૂર્તનો સમય ખુબ જ શ્રેષ્ઠ માનવામા આવે છે.

image source

આ સિવાય જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે ઘરના બધા જ દરવાજા અને બારીઓ ખોલી નાખવા જોઈએ. સૂર્યના ઉદય સમયે કિરણો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ શ્રેષ્ઠ માનવામા આવે છે. આ સિવાય ઘરમા કમ સે કમ કૃત્રિમ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. જો ઘરનો કોઈ ભાગ એવો હોય કે જ્યા સૂર્યદેવનો પ્રકાશ ના આવી શકે તો ત્યા સૂર્યદેવની તાંબાની પ્રતિમા સ્થાપિત થઈ શકે છે.

image source

ઘરની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે, સૂર્યપ્રકાશ એ તમારા રસોઈઘર અને બાથરૂમમા પણ પહોંચે. આ ઉપરાંત જો તમે ઘરની પૂર્વ દિશામા સૂર્યદેવ સાત ઘોડાઓના રથ પર સવાર હોય તેવી છબ્બી મુકો તો તે શુભ માનવામા આવે છે. તમે ઘરમા જે જગ્યાએ તમારા કિંમતી ઝવેરાત રાખો છો, તે જગ્યાએ તમે તાંબાની સૂર્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરીને રાખો તો તમારા ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા કે મુશ્કેલી નથી આવતી.

image source

આ સિવાય ઘરમા બાળકોના સ્ટડીરૂમમા સૂર્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરવામા આવે તો તમને અનેકવિધ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. આ સિવાય જો કુટુંબનો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેનુ સ્વાસ્થ્ય કથળ્યુ હોય અને તેના રૂમમા સૂર્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરવામા આવે તો અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય વાસ્તુ મુજબ રસોઈઘરમા તાંબાની સૂર્યની પ્રતિમા લગાવવામા આવે તો ઘરમા ક્યારેય પણ અનાજની અછત રહેતી નથી.

image source

આ ઉપરાંત જો ઓફિસ અથવા દુકાનમા સૂર્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરવામા આવે તો તમને પ્રગતિની અનેકવિધ તકો પ્રાપ્ત થઇ શકે છે. આ સિવાય જો તમે ઘરના મંદિરમાં તાંબાની સૂર્યનારાયણની પ્રતિમા લગાવો તો તમારા ઘર પર સૂર્યનારાયણનો આશીર્વાદ સદાય માટે બની રહેશે. પ્રભુ સૂર્ય એ ગ્રહોના રાજા તરીકે ઓળખાય છે, માટે જો તેમની કૃપા પર બની રહે તો તમને જીવનમા કોઈપણ ગ્રહદોષ કે વાસ્તુદોષ નડતો નથી.

વિશેષ નોંધ :

આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય લોકોના હિતને ધ્યાનમા રાખીને રજૂ કરવામા આવી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ