આ દિશામાં પગ રાખીને ઊંઘવાથી આવે છે ગરીબી, જાણો અને બદલો તમારી આ આદતોને

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઊંઘએ દરેક વ્યક્તિ માટેની આવશ્યક જરૂરિયાત છે. જો કોઈ વ્યક્તિને સરખી અને સારી ઊંઘના મળે તો તેના શરીરમાં ઘણી તકલીફો ઉભી થતી હોય છે. હાલના સમયમાં તો માણસો ઊંઘ લાવવા માટેની ગોળીઓ પણ લેતા હોય છે. પરંતુ તમને ખબર છે કે આ જ ઊંઘ પૂરી કરવા માટે તમે જયારે સુવો છો ત્યારે તમારા પગ ક્યાં દિશામાં છે તે પણ એટલું જ જરૂરી અને મહત્વનું છે. તો ચાલો જાણીએ કઈ દિશામાં પગ રાખીને સુવું દરેક વ્યક્તિ માટે હિતાવહ છે.

image source

વાસ્તુવિજ્ઞાન અનુસાર જયારે પણ કોઈ વ્યક્તિ આરામ કરવા અથવા તો સુવા માટેની તૈયારી કરે છે ત્યારે તે વ્યક્તિએ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. અમે તમને આજે સુતા સમયે પગ કઈ દિશામાં રાખવા જોઈએ કે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે તે જણાવશું. જો તમે કોઈ ખોટી દિશામાં પગ રાખી ને સુવો છો તો માતા લક્ષ્મીની કૃપા તમને મળતી નથી અને ગરીબી તમારા ઘરે આવે છે.

image source

એક સુખદ અને ગાઢ નીંદર મળે તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. કોઈ પણ માણસ ભલે તે ગરીબ હોય કે ધનિક દરેકને સરસ મજાની નીંદર મળે તેવું ઈચ્છતા હોય છે. પરંતુ તે જાણવું પણ એટલું જ અગત્યનું છે કે જો તમેં ખોટી રીતે સૂવો છો અને ઘરમાં રહેલ તમારા પલંગની દિશા જો ખોટી હોય તો તમને માતા લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી વંચિત રહો છે.

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે થોડાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેથી કરીને તમે ઓચિંતાથી આવતી અનિચ્છનીય મુશ્કેલીઓ અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થતા રોકી શકો છો. વધુમાં, તમે તમારા ભવિષ્યમાં થતા નુકસાનથી બચી શકો છો.

image source

તો ચાલો જાણીએ કે કઈ દિશામાં પગ રાખીને સુવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ અને કઈ દિશામાં પગ રાખીને સુવાથી માતા લક્ષ્મીના મળે છે આશીર્વાદ સાથે મળે છે ધન પ્રાપ્તિનો લાભ. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે. તેનાથી સંપત્તિ અને ઉંમર બંને વધે છે. તેથી તમારે દરરોજ આવી રીતે સુવાની આદત રાખવી જોઈએ. આનો સીધો અર્થ તેવો થાય છે કે તમારા પગ છે તે ઉતર દિશામાં હોવા જોઈએ.

image source

જો તમે ઉત્તરમા તમારું માથુ અને દક્ષિણમા તમારા પગ રાખીને સુવો છો, તો તમારા ઘરમા પૈસાની તંગી સર્જાય છે. તમારે ક્યારેય દક્ષિણ દિશામા તમારા પગ રાખીને સૂવું જોઈએ નહીં નહીતો લક્ષ્મીમાતા ક્રોધિત થાય છે અને તમારી સંપત્તિનો નાશ થાય છે. તેનાથી વિશેષ તમારા બાળકોની બુદ્ધિ અને યાદશક્તિના વિકાસ માટે તેમને તેમનુ માથુ પૂર્વ તરફ રાખીને સુવુ જોઈએ. જેઓ પશ્ચિમ દિશામા માથુ રાખીને સુવે છે તેઓ ચિંતા વધુ કરવા લાગે છે. તેથી, આ દિશામા માથુ રાખીને ના સુવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ