આજે છે માગશર મહિનાની પૂનમ, સ્નાન- દાન કરવાથી મળે છે અધિક ફળ, જાણો આ પૂનમનું શું છે ખાસ મહત્વ

માગશર મહિનાની પૂનમ આ વર્ષે 30 ડિસેમ્બર 2020ને બુધવારના દિવસે આવી રહી છે. હિન્દૂ ધર્મના પૂનમની તિથીનું ખાસ મહત્વ હોય છે. આ દિવસ ચંદ્ર એના પૂર્ણ રૂપમાં જોવા મળે છે. માગશર મહિનાની પૂનમને ભગવાન દત્તાત્રેયની જયંતિ ઓન મનાવવામાં આવે છે. અને એટલે જ આ પૂનમની તિથીનું મહત્વ ખૂબ જ વધી જાય છે. તો ચાલો જાણી લઈએ પૂનમનું મહત્વ, સમય અને એની પૂજા વિધિ.

image source

માગશર મહિનાની પૂનમના શુભ મુહૂર્ત.

પૂનમ તિથિ આરંભ- 29 ડિસેમ્બર 2020ના રોજ 7 વાગીને 55 મિનિટથી.

પૂનમ તિથિ સમાપ્ત- 30 ડિસેમ્બર 2020ના રોજ 8 વાગીને 59 મિનિટે.

image source

માગશરની પૂનમનું વ્રત અને પૂજા વિધિ.

માગશર મહિનાની પૂનમે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ લો અને ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરી લો.

ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ લો.

image source

ૐ નમો નારાયણ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાન વિષ્ણુનું આહવાન કરો.

ભગવાન વિષ્ણુને અબીલ, ગુલાલ, કંકુ તેમજ ફૂલ અર્પણ કરો અને એક દીવો પ્રજ્વલિત કરો.

પૂજા સ્થળ પર વેદી બનાવીને એમાં સામગ્રીની આહુતિ આપો.

image source

આ દિવસે રાત્રે ચંદ્રની પૂજા કરો અને ચંદ્રને અર્ધ્ય આપ્યા પછી વ્રતના પારણા કરો.

સવારે ઉઠીને પૂજા કર્યા પછી બ્રાહ્મણને યથા શક્તિ દાન દક્ષિણા આપો.

માગશર મહિનાની પૂનમનું આ છે મહત્વ.

image source

માગશર મહિનાની પૂનમે સ્નાન અને દાન કરવાથી અન્ય પૂનમની સરખામણીએ 32 ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર માગશર મહિનાની પૂનમના દિવસે તુલસીના મૂળિયાની માટીથી પવિત્ર નદી કે પછી સરોવરમાં સ્નાન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કે પછી કથા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા ખૂબ જ ફળદાયી ગણવામાં આવે છે. પૂનમની તિથિના દિવસે ભગવાન શિવ અને ચંદ્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માગશર મહિનાની પૂનમનું મહત્વ.

image source

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર માગશર મહિનાની પૂનમની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બરાબર એકબીજાની સામસામે હોય છે. આ દિવસે ચન્દ્રનો પ્રભાવ માણસ જાતિ પર સૌથી વધુ થાય છે. શાસ્ત્રોમાં ચંદ્રને મનનો કારક ગણાવવામાં આવ્યો છે. એટલે જ આ દિવસે વ્યક્તિએ ચંદ્ર ગ્રહની શાંતિના ઉપાય કરવા જોઈએ.

માગશર મહિનાની પૂનમની તિથિને અન્નપૂર્ણા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ