શું તમે જાણો છો? કે કેલેન્ડરને ઘરની કઈ જગ્યા પર લગાવવુ શુભ માનવામાં આવે છે…

ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરના લોકો પુષ્કળ મહેનત કરતા હોવા છતાં પણ યોગ્ય સિદ્ધિ પામી શકતા નથી. અને તેમના કામમાં અવારનવાર વિઘ્નો આવતા રહેતા હોય છે. તેનું કારણ તમારા ઘરમાં લગાવવામાં આવેલું કેલેન્ડર પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એ બતાવવામાં આવ્યું છે કે કેલેન્ડરને ઘરની કઈ જગ્યા પર લગાવવુ શુભ માનવામાં આવે છે. તો આજે અમે તમને તે વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

હિન્દુ નવું વર્ષ બેસી ગયું છે અને હવે જાન્યુઆરી મહિનો પણ આવવામાં જ છે. આમ એક નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એક નવું વર્ષ થવા જઈ રહ્યું છે. તમારામાંના મોટા ભાગનાના ઘરે નવા વર્ષનું કેલેન્ડર આવી ગયું હશે, પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તેને તમારે ક્યાં લટકાવવું જોઈએ ? તો અમે તમને તેનો જવાબ જણાવી દઈએ.

image source

તેમ છતાં જો તમે હજુ સુધી નવા વર્ષનું કેલેન્ડર ન લાવ્યા હોય તો તમારે જૂનું કેલેન્ડર પણ લટકાવી ન રાખવું જોઈએ. તે માત્ર તમને મુંઝવણમાં જ નહીં મુકે પણ તમને ખેટી તારીખો તેમજ ખોટી માહિતી આપશે અને તેને વાસ્તુના નિયમ પ્રમાણે યોગ્ય નથી માનવામા આવતું.

image source

જુનું કેલેન્ડર તમારી બધી જ એનર્જીને ખાલી કરી નાખે છે અને તમને સતત થાકેલા થાકેલા હોવાનો અનુભવ થાય છે. વ્યક્તિએ હંમેશા પોતાના ભૂતકાળને પાછળ જ છોડી દેવો જોઈએ અને ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ. માટે તમારે તમારું જુનુ કેલેન્ડર કાઢી નાખવું અને નવું કેલેન્ડર લટકાવવું જોઈએ. તે તમારામાં તેમજ તમારા ઘરમાં નવી ઉર્જા તેમજ નવી આશાઓ લઈને આવે છે. તમારી પાસે જેટલી જગ્યા હોય તેના આધારે તમારે કેલેન્ડરની પસંદગી કરવી જોઈએ.

image source

– વાસ્તુશાસ્ત્ર પ્રમાણ કેલેન્ડરને હંમેશા ઉત્તર,પશ્ચિમ અથવા તો પૂર્વની દીવાલ પર જ લગાવવું જોઈએ. તે હકારાત્મક ઉર્જા લાવે છે. આ ઉપરાંત કેલેન્ડરમાં કોઈ પણ પ્રકારના હિંસક જાનવરની તસ્વીર પણ ન હોવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. અને તે તમારા બાળકોના મગજ પર પણ ખરાબ રીતે અસર કરે છે.

image source

– ઉત્તર દિશામાં તે જ કેલેન્ડર લગાવવું જોઈએ, જેના પર હરિયાળી, નદી, સમુદ્ર, લગ્ન વિગેરની તસ્વીરો હોય.

– પશ્ચિમ દિશાને વહેણની દિશા માનવામા આવે છે. આ દિશામાં કેલેન્ડર લગાવવાથી તમારા રોકાયેલા કામ શરૂ થઈ જાય છે.

image source

– દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી તમારી પ્રગતિ અટકી જાય છે, કારણ તે કેલેન્ડરને સમય સૂચક માનવામા આવે છે. આ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના મુખ્ય વ્યક્તિના સ્વસાથ્ય પર પણ ખરાબ અસર પડે છે.

– વાસ્તુ શાસ્ત્રનું માનવામાં આવે તો મુખ્ય દરવાજાની સામે કેલેન્ડર નહીં લગાવવું જોઈએ કારણ કે દરવાજા આગળથી પસાર થતી ઉર્જા પર તેની અસર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ