અયોધ્યા ફરવા જવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો? તો આ સ્થળોની ચોક્કસ લેજો મુલાકાત…

રામજન્મભૂમિ ઉપરાંત અયોધ્યાના આ સુંદર મંદિરો પણ છે જોવાલાયક

image source

ભારત દેશ આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભગવાનને અનેક સ્વરૂપે પુજવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે અયોધ્યા નામ સાંભળવા મળશે. અયોધ્યા એ પવિત્ર ધરતી છે જ્યાં ભગવાન વિષ્ણુએ શ્રીરામ તરીકે જન્મ લીધો હતો. સુપ્રીમ કોર્ટએ થોડા દિવસો પહેલા ઐતિહાસિક ચુકાદો સંભળાવી વિવાદિત ભૂમિ રામજન્મ ભૂમિ ન્યાસને સોંપી છે. આ સ્થળ પર હવે શ્રીરામનું મંદિર બનશે. આ નિર્ણય બાદ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

image source

દેશના પ્રાચીન ધાર્મિક સ્થળોની વાત આવે તો સૌથી પહેલા અયોધ્યાનું નામ આવે છે. અયોધ્યાની સ્થાપના 22,000 બીસી આસપાસ થઈ હતી. રાજા દશરથ અયોધ્યાના 63માં શાસક હતા. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ અયોધ્યાને સર્વોપરી ગણવામાં આવી છે. ગરુડપુરાણમાં આ તીર્થસ્થળોના નામ આ રીતે વર્ણિત છે, “અયોધ્યા મથુરા માયા કાશી કાંચી હય્વાન્તિકા, પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા”. ભગવાન શ્રીરામની નગરી તરીકે પ્રસિદ્ધ અયોધ્યાની સુંદરતા અને તેનો ઈતિહાસ એક અભુતપૂર્વ અનુભવ કરાવે છે. રામ જન્મભૂમિ ઉપરાંત અયોધ્યામાં એવા કેટલાક મંદિર છે જેની મુલાકાત અચૂક લેવી જોઈએ.

સ્વામીનારાયણ મંદિર

image source

અયોધ્યાથી ચાલીસ કિમી દૂર ગોંડા જિલ્લામાં સ્વામીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર તેના સૌંદર્ય અને અલૌકિકતા માટે પ્રખ્યાત છે. ભગવાન સ્વામીનારાયણનો જન્મ 1781માં ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના છપિયામાં ધનશ્યામ પાંડે તરીકે થયો હતો. 1792માં તેઓ નીલકંઠવર્ણી બન્યા અને 11 વર્ષની ઉંમરએ ભારતભરમાં તીર્થ યાત્રા શરૂ કરી. આ યાત્રાના 9 વર્ષ અને 11 મહિના પછી તે 1799 આસપાસ ગુજરાત રાજ્યમાં સ્થાયી થયા.

image source

1800માં તેમનો તેમના ગુરુ સ્વામી ગુરુ રામાનંદ દ્વારા ઉદ્ધવ સંપ્રદાયમાં સમાવેશ કરવામાં આવ્યો અને તેમને સહજાનંદ સ્વામી નામ આપવામાં આવ્યું. 1802માં તેમને ગુરુના અવસાન પહેલા સંપ્રદાયનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. સહજાનંદ સ્વામીએ એક સભા આયોજીત કરી અને સ્વામીનારાયણ મંત્રને આગળ વધાર્યું. ત્યારથી તેઓ સ્વામીનારાયણ તરીકે પ્રખ્યાત થયા અને ઉદ્ધવ સંપ્રદાયને સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે ઓળવામાં આવ્યો.

શ્રૃંગીઋષિ આશ્રમ

image source

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના અયોધ્યાથી થોડે દૂર શેરવા ઘાટમાં અવસ્થિત શ્રંગીઋષિ આશ્રમ આવેલું છે. આ સ્થળનું એક ઐતિહાસિક મહત્વ છે. રામાયણ ગ્રંથ અનુસાર ત્રેતાયુગમાં અયોધ્યાથી પ્રસ્થાન કર્યા બાદ ઋષિ વિશ્વામિત્રએ શ્રીરામને બલા અને અતિ બલા વિદ્યાની શિક્ષા આપી હતી. સરયૂના કિનારે રામ ભગવાને તમામ વિદ્યાની માતા એવી આ વિદ્યા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત શ્રીરામના જન્મ માટે થયેલા પુત્રેષ્ટિ યજ્ઞ માટે ઋષી શ્રૃંગી આ ક્ષેત્રમાં રોકાયા હતા. અહીં આજે પણ તેના નિશાન જોવા મળે છે.

હનુમાનગઢી મંદિર

image source

હનુમાનગઢી મંદિર અયોધ્યાના પ્રમુખ મંદિરોમાંથી એક છે. માન્યતા છે કે અહીં હનુમાનજી સદૈવ વાસ કરે છે. અયોધ્યામાં જઈ દર્શનાર્થીઓ સૌથી પહેલા આ મંદિરે દર્શન કરવા માટે જાય છે.

ભરતકુંડ

image source

વનવાસથી પરત ફર્યા ત્યારે શ્રીરામ અને ભરતનું મિલન થયું હતું. આ મિલનના સાક્ષી સમાન સ્થળ છે ભરતકુંડ તરીકે પ્રખ્યાત છે. માન્યતા છે કે જ્યારે રામ ભગવાન વનવાસમાં હતા ત્યારે આ સ્થળે ભરતજીએ તેમની પાદુકા રાખી 14 વર્ષ તપ કર્યું હતું. અહીં જ ભગવાન રામએ રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. પિતૃપક્ષમાં અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થળને ભરતની તપોભૂમિ પણ કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ