ઘરે કરો માત્ર આ એક કામ, તો તમારા બાળકનુ રિઝલ્ટ આવશે 90%થી પણ વધારે…

શામ્ભવી મુદ્રાથી બનાવો તમારા બાળકોનું મગજ ધારદાર, શામ્ભવી મુદ્રાની ચમત્કારી અસરથી બનશે તમારા બાળકનું મગજ તિક્ષ્ણ

આજે ભલે યોગને સમગ્ર વિશ્વ જાણી ગયું હોય અને માની ગયું હોય તેમ છતાં હજુ પણ એવી ઘણી મુદ્રાઓ છે જેના વિષે ઘણા લોકો અજાણ છે શામ્ભવી મુદ્રા પણ તેવી જ એક રહસ્યમયી મુદ્રા છે. જેને શિવ મુદ્રા અથવા તો ભૈરવી મુદ્રા પણ કહેવામાં આવે છે. આ મુદ્રાના ચમત્કારી ફાયદા છે પણ જેટલો જ ચમત્કાર આ મુદ્રા કર્યા બાદ થાય છે તેટલી જ કઠીન આ મુદ્રા છે.

image source

તેને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે સરળ છે પણ જો તેને યોગ્ય રીતે ધ્યાનથી સમજીને ન કરવામાં આવે તો તે સરળ નથી અને તે તમને લાભ પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. માટે આ મુદ્રા તમારે કોઈ વિદ્વાન યોગગુરુ પાસેથી શીખવી જોઈએ. નહીં તો તમે ગેરમાર્ગે દોરાઈ શકો છો.

જાણો શામ્ભવિ મુદ્રાની વિધિઃ

આ મુદ્રા ઘણી રીતે કરવામાં આવે છે અને તમારા માટે જે સરળ હોય તે રીત તમે અપનાવી શકો છો. મૂળે તો આ એક ધ્યાન મુદ્રા છે જેમાં તમારા ભવાંને અથવા તો તમારા આજ્ઞાચક્રને દેખતાં ઉંડા ધ્યાનમાં ઉતરવાની આ વિધિ છે.

પ્રથમ વિધિઃ

image source

એક વિધી આ પણ છે. આ વિધિમાં તમારે સૌ પ્રથમ સુખાસનની સ્થિતિમાં શાંતિથી વિચારોથી મુક્ત થઈને બેસી જવાનું છે. હવે બન્ને હાથોની તર્જની તેમજ આંગળીઓને સીધી કરી દેવાની છે અને પછી હાથના પંજાને ગોઠણ પર ટેકવી દેવાના છે. ટુંકમાં તમારે એક આજ્ઞામુદ્રામાં બેસી જવું. હવે તમારી કરોડરજ્જુને સીધી કરો અને તમારી ડોકને પણ ટટ્ટાર બનાવો. અને તમારી આંખથી તમારા ભવા પર એકાગ્ર થવાનો પ્રયાસ કરો આ વખતે તમારે તમારી આંખો બંધ કરી દેવી. હવે તમારે તમારું સમગ્ર ધ્યાન તમારા આજ્ઞાચક્ર તેમજ તમારા શ્વાસ પર જ કેન્દ્રીત રાખવું.

શામ્ભવી મુદ્રાની બીજી રીત

image source

જો તમે ત્રાટક વિધિ વિશે જાણતા હોવ અથવા તો તમે તે ક્યારેય કરી હોય તો તમારે તે મુદ્રામાં બેસી જવું. સૌ પહેલાં તમારે સિદ્ધાસનમાં બેસીને તમારી ડોક તેમજ તમારી કરોડરજ્જુને ટટ્ટાર કરી લેવા. હવે તમારી પાપણોને ઝપકાવ્યા વગર જ એકધારું જોઈ રહેવું. પણ અહીં તમારે કોઈ વસ્તુ તરફ તમારે તમારી નજર નથી ટીકાવી રાખવાની. પણ તમારા મનની અંદર ક્યાંક તમારું ધ્યાન કેન્દ્રીત કરો. ટુંકમાં તમારે ખુલ્લી આંખે સુવાનો પ્રયાસ કરવાનો છે. ધીમે ધીમે તમારા આંખની કીકીઓ તમારી ભ્રમરો પર સ્થિર થઈ જશે.

શામ્ભવી મુદ્રાની ત્રીજી રીત

જે લોકો જ્ઞાની હોય છે અને યોગના જાણકારો હોય છે તેઓ તેને આ રીતે કરે છે. સૌ પ્રથમ તો તમારે કોઈ પણ પ્રકારના સુખાસનમાં બેસી જવું. અને ધ્યાન મુદ્રા ધારણ કરી લેવી. હવે જ્યારે તમે શામ્ભવી મુદ્રા કરો ત્યારે તમારી બન્ને આંખો ઉપર મસ્તિષ્ક પર ચડી જશે. સૌ પ્રથમ તો તમને અંધારુ જ ફીલ થશે પણ ધીમે ધીમે તમને દીવ્ય પ્રકાશ જોવા મળશે. આમ તમે શામ્ભવી મુદ્રામાં પહોંચી જશો.

શામ્ભવી મુદ્રાની ચોથી રીત

image source

ઉપરની જેમ તમારે સૌપ્રથમ સુખાસનની સ્થિતિમાં માનસિક રીતે હળવા થઈને બેસી જવું. પીઠ ટટ્ટાર રાખવી. હવે તમારા ખભાને એકદમ રીલેક્સ કરી દો અને તમારા હાથથી આજ્ઞાની મુદ્રા બનાવી લો. તમારી બન્ને આંખો અરધી ખુલ્લી અને અરધી બંધ રાખો. હવે તમારા શ્વાસોચ્છ્વાસ પર કેન્દ્રીત થાઓ.

ઉપર દર્શાવવામાં આવેલી શાંભવી મુદ્રાઓ તમારે યોગ્ય રીતે કરવી અત્યંત આવશ્યક છે. અને બને તો તેના માટે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવી લેવું હીતાવહ છે.

આ મુદ્રાને તમારે શરૂઆતમાં તમારી શક્તિ પ્રમાણે તમે કરી શકો તેટલા સમય સુધી કરવી. તે કરતી વખતે તમારે તે વિધીને પરાણે કે કમને કે મજબુરીથી ન કરવી. અને બને તેટલું વિચારોથી તમારા મનને ખાલી કરી દેવું.

સામ્ભવી મુદ્રા તમને બે રીતે લાભ પહોંચાડી શકે છે.

image source

સામ્ભવી મુદ્રાના આધ્યાત્મિક અને ભૌતિક લાભોઃ

  • – આ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવાથી તેનો સાધક ત્રિકાલજ્ઞાનિ બને છે. તેમજ તેનું આજ્ઞાચક્ર જાગૃત બને છે.
  • – આ મુદ્રાની સાધના કરનાર વ્યક્તિ ભવિષ્યનો જાણકાર અને ભૂતકાળનો ભેદી બને છે.
  • – આ મુદ્રામાં તમે ખુલ્લી આંખે પણ વિચાર શુન્ય બનીને સુઈ શકો છો. અને ધ્યાન પણ કરી શકો છો.
  • – આ એક અત્યંત મુશ્કેલ સાધના છે જેમ તેને યોગ્ય રીતે શીખીને તમે ખુલ્લી આંખે સુઈ શકો છો ધ્યાનમાં જઈ શકો છો તેવી જ રીતે બંધ આંખે તમે બધું જોઈ પણ શકો છો અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે તે પણ જાણી શકો છો.

    image source
  • – શામ્ભવી મુદ્રા કરવાથી મન સંપુર્ણ શુદ્ધ અને પવિત્ર બને છે અને આપણા શરીરના મોટા ભાગના રોગો મનથી હોય છે. મન શુદ્ધ બનશે તો તેની સીધી જ અસર તમારા શરીર પર પણ થશે.
  • – શામ્ભવી મુદ્રાથી તમારા હૃદય તેમજ તમારા મસ્તિષ્કને શાંતિ મળે છે.
  • – શામ્ભવી મુદ્રાથી મસ્તિષ્કના એક ખાસ ભાગમાં ન્યુરોનનો વધારો થાય છે. તમારા મસ્તિષ્કમાં એક બેલેન્સ ઉભુ કરે છે. તમારી યાદ શક્તિ તિક્ષ્ણ બને છે. તમારું મન મજબુત બને છે. તમારો વિલપાવર મજબુત બને છે. કોઈપણ કામ પ્રત્યેનનું તમારું ડેડીકેશન પણ વધે છે.
  • – જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો તેનાથા આ સમસ્યા સદંતર દૂર થાય છે. તમારા મનની તાણ દૂર થાય છે તેમજ તમારો આત્મવિશ્વાસ વધે છે. તેમજ તેનાથી ડાયાબિટીસ, હૃદય રોગ, માથાનો દુઃખાવો, થાઇરોઇડ, મેદસ્વિતા જેવી અગણિત બિમારીઓમાંથી છૂટકારો મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ