જો 30 વર્ષ પછી કરાવશો આ પ્રકારના ટેસ્ટ, તો નહિં ખાવી પડી કોઇ પ્રકારની દવા…

જીવ બચાવવા, ૩૦ વર્ષ ની આયુ બાદ દરેક પુરુષે આ ટેસ્ટ કરાવવા જોઈએ!!

image source

૩૦ વર્ષની ઉમર બાદ દરેક પુરુષ તેમની કારકિર્દી અને પરિવાર વચ્ચે ઉચિત સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતા હોય છે અને એજ સમય દરમિયાન તેમનું સ્વાસ્થ્ય બગડવાનો ખતરો પણ વધી જાય છે.

image source

દરેક વ્યક્તિની જેમ-જેમ ઉમર વધતી જાય તેમ-તેમ તે બીમારીઓની વધારે નજીક આવતો જાય છે અને એક સમય તો એવો આવે છે જયારે બીમારી તે વ્યક્તિને ભરડામાં લઇ લે છે અને એ વ્યક્તિ પછી તે બીમારીઓથી બચવાના ઉપાયો શોધતો ફરે છે. સામાન્ય રીતે ૩૦ વર્ષની આયુ બાદ આ પ્રકારની ઘટનાઓ સારી થઇ જાય છે. જયારે બીજી બાજુ ૩૦ વર્ષની ઉમર બાદ જ પુરુષો પર જવાબદારી વધતી હોય છે.

image source

આ જ ઉંમરમાં દરેક પુરુષ તેમની કારકિર્દી અને પરિવાર વચ્ચે ઉચિત સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતા હોય છે અને એજ સમય દરમિયાન તેમનું સ્વાસ્થ્ય બગડવાનો ખતરો પણ વધી જાય છે. તેવામાં એમના માટે એક જ ઉપાય છે કે સમય પહેલા સંભવિત બીમારીઓ પ્રતિ સચેત થઇ જાય! ૩૦ વર્ષ સામાન્ય રીતે [ઉરુષોમાં બીમારીનો ખતરો વધતો હોય છે પરંતુ કેટલીક શારીરિક તપાસ દ્વારા આ બીમારીઓથી બચી શકાય છે. તો આવો જાણીએ એવી ૬ શારીરિક તાપસ વિશે જે તમને ભવિષ્યમાં થનારી બીમારીઓથી બચાવી શકે છે.

1. ડાયાબિટીઝ

image source

ડાયાબિટીઝ એ કઈ સામાન્ય બીમારી નથી, તેના કારણે આપ આંયાં બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. એક અનુમાન પ્રમાણે ડાયાબિટીઝ ના દર્દીઓ સમયસર તેનું ઈલાજ નથી કરાવતા. ડાયાબિટીઝની તાપસ કરાવવાથી આપ જાણી શકો છો કે આપની દિનચર્યામાં કાયા ફેરફાર કરવાથી આપ ડાયાબિટીઝથી બચી શકો છો. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ની એક શોધ પ્રમાણે દરરોજ ૩૦ મિનિટ સુધી કસરત કરવાથી અને ફક્ત ૫% વજન ઓછું કરવાથી આપ ડાયાબિટીઝના ખતરાને ટાળી શકો છો. આ શોધમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને ફાઈબર યુક્ત આહાર લેવાથી આપ ડાયાબીટીના ખતરાને 58% સુધી ઓછો કરી શકો છો. ડાયાબિટીજની તાપસ દરેક એ વર્ષમાં એક વાર તો જરૂર કરાવવી જોઈએ.

2. એચઆઇવી

image source

ધ ટેરેન્સ હિગીન્સ ટ્રસ્ટના આંકડા પ્રમાણે બ્રિટન જેવા વિકસિત દેશોમાં એચઆઈવીથી ચેપીત ૩૩% લોકોને ખબર જ નથી હોતી કે તેઓ એચઆઇવીગ્રસ્ત છે. તેથી, તેમની સલાહ છે કે ભલે તમે સંભોગના સમયે જરૂરી ધ્યાન રાખ્યું હોય તો પણ એક વાર એચઆઇવીની તપાસ કરાવવી હિતાવહ છે. એચઆઇવી/એલિસા ને આ તપાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એક સામાન્ય ટેસ્ટ છે જેમાં લોહીની તપાસ કરવામાં આવે છે. આ સિવાય વેસ્ટર્ન બ્લોટ દ્વારા પણ તપાસ કરાવી શકાય છે. તેમાં અનેક પ્રકારની તપાસ કરવામાં આવે છે. પુરુષોએ દર પાંચ વર્ષે એચઆઇવીની તપાસ કરાવવી જોઈએ.

3. ટેસ્ટિક્યુલર કેન્સર

image source

કેન્સર રિસર્ચ યુકે પ્રમાણે ૨૦ થી ૩૯ વસ્રહના પુરુષોમાં થવા વળી સૌથી સામાન્ય બીમારી ટેસ્ટિક્યુલર કેન્સર છે. જો સમયસર આ બીમારીની જાણ થઇ જાય તો તેને સરળતાથી નિવારી શકાય છે. જોકે દુખાવો જ એકમાત્ર આ બીમારીનું લક્ષણ છે જેના માટે તમારે નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. અસામાન્ય સોજો પણ એક લક્ષણ છે. તમે અંગુઠા અથવા આંગળી દ્વારા ગાંઠ છે કે નઈ તેમ જાણી શકો છો. સામાન્ય રીતે આ ગાંઠ વટાણાના દાણા જેવી હોય છે. ગરમ પાણીથી સ્નાન બાદ અંડકોષની ચકાસણી કરવાથી ગાંઠની ખબર પડી શકાય છે. પુરુષોએ દર મહિને ટેસ્ટિક્યુલર કેન્સરની તપાસ કરાવવી જોઈએ.

4. કોલેસ્ટ્રોલ

image source

એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે બૈડ કોલેસ્ટ્રોલને હૃદયરોગના હુમલાનું એક મોટું કારણ માનવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે હૃદયરોગના હુમલાના ૫૦% કેસમાં એલડીએલનું સ્તર સામાન્ય હોય છે. તો જો આપને હૃદયને લગતી કોઈ બીમારી અથવા બીપી ને લગતી કોઈ બીમારી હોય તો તમારે નિયમિત તપાસ કરાવવી જોઈએ. તેનાથી આપને આપના હૃદયની તંદુરસ્તીનો ખ્યાલ રહેશે. પુરુષોએ દર પાંચ વર્ષે એક વાર તેમાં હૃદયની ચકાસણી જરૂર કરાવવી જોઈએ.

5. બીએમઆઈ

image source

જાડાપણું(સ્થૂળતા) આજ કાલ એક મોટી બીમારી થઇ ગઈ છે. દુનિયા ભર માં કરોડો લોકો આનાથી પીડિત છે. મોટાપાનું કારણ હાઈ બીપી, ડાયાબિટીઝ, હૃદયને લગતી બીમારી અને કેન્સર જેવા રોગ હોઈ શકે છે. બીએમઆઈ ની તપાસમાં તમારા કદ પ્રમાણે તમારા યોગ્ય વજનનો અંદાજો લગાવી શકાય છે. તેનાથી ખબર પડે છે કે ક્યાંક તમારું વજન જરૂરત કરતા વધારે તો થી અથવા ક્યાંક આપના શરીરને કઈ જોખમ તો નથી ને. ૧૮.૫ થી ૨૪.૯ વચ્ચેના બીએમઆઈને યોગ્ય માનવામાં આવે છે. જો તમારું બીઆમઆઈ ૨૪.૯ કરતા વધારે છે તો તેનો મતલબ એ છે કે તમારે વજન ઓછું કરવાની જરૂર છે. પુરુષોએ દર ત્રણ વર્ષે અથવા તો વજન વધે ત્યારે બીએમઆઈની તપાસ કરાવવી જોઈએ.

6. દાંતની તપાસ

image source

દાંતની સમસ્યા અને હૃદયરોગ વચ્ચે સીધો સંબંધ હોય છે. જયારે મોં માં હાજર બેક્ટેરિયા લોહી દ્વારા સમગ્ર શરીરમાં ફરે છે, ત્યારે તે હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓ માં સોજાનું કારણ બને છે. જોકે સારી વાત એ છે કે દાંતના સડવા વિશે સમયસર જાણ થઇ જાય તો તેની સંપૂર્ણ રીતે ઠીક કરી શકાય છે. પુરુષોએ વર્ષમાં બે વાર તેની તપાસ અચૂક કરાવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ