વાળની સુંદરતા જાળવી રાખવા માટે ઘરે જ બનાવો હેર માસ્ક ….

આપનાં રસોડામાં કેટલાક એવા ખજાના છુપાયેલા છે કે જે આપનાં વાળની દરેક સમસ્યાને ચપટીમાં દૂર કરી શકે છે. જો આપનાં વાળ સતત ઉતરી રહ્યાં છે અને કોઈ પણ ઉપાય કામ નથી કરી રહ્યો, તો એક વાર સરસિયું તેલથી બનેલું હૅર મૉસ્ક ટ્રાય કરો.

સરસિયું તેલમાં ઓમેગા-3 ફૅટી એસિડ હોય છે કે જે વાળને લાંબા અને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. સાથે જ જો આપને બેમોઢાના વાળ, ડૅંડ્રફ કે વાળ ઉતરવાની સમસ્યા છે, તો તે પણ દૂર થઈ જશે.

આજે અમે આપને એવા 4 ઘરગથ્થુ મસ્ટર્ડ ઑયલ હૅર મૉસ્ક બનાવતા શીખવાડીશું કે જેનાંથી આપને ફાયદા જ ફાયદા થશે. આવો જોઇએ..

1. એક મોટી ચમચી ભરીને મેથી લો. તેને આખી રાત પાણીમાં પલાડીને રાખો. બીજા દિવસે બ્લેંડરમાં એક મોટી ચમચી સરસિયું તેલ, 2 ચમચી તાજો લિંબુનો રસ અને 1 મોટી ચમચી મેથી નાંખી પેસ્ટ બનાવો. પોતાનાં માથા પર આ પેસ્ટ લગાવ્યા બાદ 30 મિનિટ માટે છોડી દો. બાદમાં કોઇક માઇલ્ડ શૅમ્પૂ વડે વાળ ધોઈને સુકાવી લો. શ્રેષ્ઠ રિઝલ્ટ માટે આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરો.

2. એક વાટકામાં સરસિયું તેલની એક મોટી ચમચી અને 2 મોટી ચમચી એલોવેરા જૅલ મેળવો. તેને માથા પર લગાવી મસાજ કરો. 30 મિનિટ બાદ માથું શૅમ્પૂ વડે ધોઈ લો. આવું સપ્તાહમાં 2 વાર પ્રયોગ કરો.

3. મુટ્ઠી ભર મેથીનાં દાણાને રાત ભર પાણીમાં પલડવા માટે મૂકી દો. સવારે મેથીને વાટીને તેમાં 2 ચમચી સરસિયું તેલ, 1 કપ દહીં અને થોડાક પ્રમાણમાં ઑલિવ ઑયલ મિક્સ કરો. આ પેસ્ટને માથા પર લગાવો અને વાળને છેલ્લા છેડા સુધી લગાવો. એક કલાક બાદ વાળને શૅમ્પૂથી ધોઈ લો.

4. આ હૅર મૉસ્ક બનાવવા માટે પાકેલા કેળામાં 2 ચમચી સરસિયું તેલ અને એક ચતુર્થાંશ પ્લેન દહીં મેળવો. સારી રીતે મિક્સ કર્યા બાદ તેને માથા પર લગાવો અને શૉવર કૅપથી માથું ઢાંકી લો. 30 મિનિટ બાદ શૅમ્પૂ કરો અને કંડીશનર લગાવો. આ સપ્તાહમાં એક વાર લગાવો.