ઘડપણ સુધી રાખે છે યુવાન આંબળા – કરે છે ૧૦થી વધુ રોગોનો ખાત્મો…

શું તમે જાણો છો કે આંબળાને પૃથ્વીનું અમૃત કહેવામાં આવે છે? કારણ આંબળા ચિરકાળ યૌવન આપવાનો ચમત્કારિક ગુણ ધરાવે છે.

આંબળામાં સૌથી વધારે વિટામિન સીની માત્રા ઉપલબ્ધ છે. અને ચમત્કારની વાત એ છે કે આંબળામાં રહેલું વિટામીન-સી ગરમ કરવાથી કે સૂકવવાથી પણ નાશ પામતું નથી. આમળા ગુણનો ભંડાર કીધા છે એટલું જ નહીં તે સરળતાથી પ્રાપ્ત પણ થઈ શકે છે.

image source

શરીરમાં રહેલા ઝેરી વિષાણુઓને મારવામાં આંબળા બહુ જ ગુણકારી કહેવાય છે. અને તેથી જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આંબળા સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે.

આંબળાનું વૈજ્ઞાનિક નામ phyllanthus emblica છે. તેના ઝાડની લંબાઈ 20થી 25 ફૂટ હોય છે અને એશિયા, યુરોપ, આફ્રિકા અને ભારતમાં વિશેષ પ્રમાણમાં આંબળાનું વાવેતર કરવામાં આવે છે.

image source

આંબળા એવું ફળ છે જે તમને ઘડપણમાં પણ યુવાન બનાવી રાખે છે એટલું જ નહીં આંબળા કબજિયાતનો રામબાણ ઈલાજ છે. આંબળા રક્તવર્ધક માનવામાં આવે છે. ખોરાકનું પાચન કરવામાં પણ આંબળા ઉપયોગી છે ઉપરાંત અતિસાર, પ્રમેય, બળતરા ,કમળો ,એસીડીટી ,લોહીનો વિકાર રક્તસ્ત્રાવ, અપચો ,પેટની ખરાબી, શ્વાસ, ઉધરસ અને લોહીના સ્ત્રાવમાં પણ આંબળા ને અકસીર ઔષધ માનવામાં આવે છે.

image source

આયુર્વેદમાં આંબળા નું વિશેષ મહત્વ છે. તેનું નિયમિત સેવન કફ, શરદી ,ઉધરસમાં રાહત આપે છે. નિયમિત આંબળાનો ઉપયોગ કરવાથી મોટી ઉંમર સુધી વાળ કાળા લાંબા અને ચમકદાર રહે છે.આંબળાનો રસ પણ વાળમાં લગાડવાથી સફેદ વાળ પણ કુદરતી રીતે જ કાળા બને છેનિયમિત .આંબળા ખાવાથી આંખોનું તેજ પણ એવું ને એવું બરકરાર રહેશે અને વૃદ્ધત્વ શરીરને અસર કરતું નથી.

image source

આંબળા ત્વચાના તેજને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે.

ભારતીય પુરાણોમાં આવતા ઉલ્લેખ અનુસાર ચ્યવન નામના ઋષિએ વૃદ્ધાવસ્થામાં યુવાની પ્રાપ્ત કરવા માટે આંબળાના રસાયનનું સેવન કરી ફરીથી યૌવન પ્રાપ્ત કર્યું હતું .તેથી આંબળામાં અન્ય ઓસડિયા મેળવીને બનાવવામાં આવતા ઔષધનું નામ પણ ચ્યવનપ્રાશ આપવામાં આવ્યું છે. આમળામાંથી બનાવેલ ઔષધીમાં જીવન આપવાનો ગુણ હોવાને કારણે તેણે જીવણ પણ કહેવામાં આવે છે.

image source

આંબળાનો ભરપૂર ઉપયોગ કરીને બ્રહ્મ રસાયણ, ધાત્રી રસાયણ ,અનોશદારૂ, ત્રિફળા ચૂર્ણ ઉપરાંત આમળાનો મુરબ્બો આમળાનું શરબત અને આંબળામાંથી વાળ માટેનું તેલ પણ બનાવવામાં આવે છે. આંબળામાંથી રક્તવર્ધક નવયસ લોહ, યોગરાજ રસાયણ, ધાત્રી લોહ તથા ત્રિફળા જેવા અસરકારક ઔષધિય તત્વો ધરાવતા રસાયણ પણ બનાવવામાં આવે છે

image source

માત્ર લ્યુકોડર્મા નામના રોગને બાદ કરતા માણસના શરીરના કોઈપણ રોગ એવા નથી જેમાં આંબળા આયુર્વેદિક ઉપયોગ ન થઈ શકે.

આંબળા તેના ભરપૂર વિટામીન સી તત્વને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી બીમારીઓ સામે રક્ષણ આપતા હોવાને કારણે તેને શરીરનો સૈનિક કહી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ