દરેક વ્યક્તિએ કરાવવા જોઈએ આ ૪ બ્લડ ટેસ્ટ, સ્વાસ્થ્યને લગતી બધી જ જાણકારી મળી જશે ચપટીમાં.

સ્વાસ્થ્યની જાળવણી જીવનને સારી રીતે વ્યતિત કરવામાં મદદરૂપ થાય છે. હવે તો મેડીકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે રેગ્યુલર બોડી ચેકઅપ અને બ્લડ ટેસ્ટ કરાવતા રહીએ તો બીમારીની આગોતરી જાણ  થઈ શકે છે અને એને  અનુરૂપ સારવાર મેળવી ને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

image source

આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તે મુજબ જો આરોગ્ય સારૂ હોય તો જીવન પણ સારી રીતે વ્યતિત થઇ શકે છે. એક સ્વસ્થ શરીરમાં  જ એક સ્વસ્થ તંદુરસ્ત મન પણ રહેતું હોય છે અને તન અને મન બંને તંદુરસ્ત હોય તો જીવનની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

image source

લગભગ ૪૦ થી ૪૫ વર્ષની વય વટાવી દીધા પછી દર વર્ષે એક વખત શરીરનું ચેક અપ કરાવવું જોઇએ.ચાર પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવવાથી શરીરના સ્વાસ્થ્ય વિષેની માહિતી મેળવી શકાય છે.બ્લડ શરીરનો મહત્વનો  એક હિસ્સો છે તે શરીરના વિવિધ અંગો, માંસપેશીઓ અને નસને પોષક તત્વો અને ઓક્સિજન પૂરો પાડે છે. ઉપરાંત શરીરમાંથી કાર્બન ડાયોકસાઇડ દૂર કરવાનું કામ પણ બ્લડ કરે છે.

ચાર પ્રકારના બ્લડ-ટેસ્ટ દ્વારા શરીરની આંતરિક માહિતી મળી રહે છે જેમાં પહેલો છે

image source

કંપલિટ બ્લડ કાઉન્ટ  અથવા સીબીસી ટેસ્ટ

શરીરના વિવિધ અંગો વિશે કમ્પ્લિટ બ્લડ ટેસ્ટ દ્વારા માહિતી મેળવી શકાય છે .આ ટેસ્ટ લિવર, હૃદય અને કિડનીની બિમારી વિશેની જાણકારી આપે છે લોહીમાં રેડ તથા વ્હાઇટ  સેલ વિશે ની માહિતી પણ આ ટેસ્ટ દ્વારા મેળવી શકાય છે.

image source

વ્યક્તિના લોહીમાં રેડ/વ્હાઇટ સેલ ની ખામી હોય તો બ્લડ ટેસ્ટ દ્વારા પકડી તે મુજબ સારવાર કરી બીમારી ફેલાતી અટકાવી શકાય છે.

ઇલેક્ટ્રોલાઇટ અથવા કિડની ફંકશન ટેસ્ટ

ઇલેક્ટ્રોલાઇટ એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ દ્વારા કિડનીની કામગીરી પ્રમાણમાં બરાબર છે કે નહીં તે  વિશેની જાણકારી મળે છે. કિડની શરીરનો બહુ મહત્વનો અવયવ  છે.શરીરમાં  બ્લડ પ્યોરિફિકેશન કામ કિડની સંભાળે છે.

image source

શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી તત્વોને બહાર ફેંકવાનું કામ પણ કિડની કરે  છે. કિડની ફંકશન  ટેસ્ટમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, બાયકાર્બોનેટ, યુરિયા અને ક્રિએટિનિનની તપાસ કરવામાં આવે છે.

થાઇરોઇડ

થાઇરોઇડને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે.થાઈરોઇડનો રોગ ઘણો શરીરમાં ફેલાઈ ગયા બાદ તેની જાણ થાય છે.અનિંદ્રા , આહાર સંબંધી અનિયમિતતા, સોડિયમ અને આયોડિનની ઊણપને કારણે થાઈરૉઈડની સમસ્યા થાય છે. થાઈરોઈડ ગ્રંથિ વધુ પડતી સક્રિય થાય તો હૃદયરોગની સમસ્યા પણ સર્જાય છે.

image source

ઉપરાંત થાક લાગવાની અને વજન વધવાની અને ઓછું થવાની તકલીફ પણ ઊભી થાય છે. માટે થાઇરોઇડનો ટેસ્ટ બહુ જરૂરી છે. સમય અંતરે થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ એટલું જ નહીં થાઈરોઇડના પેશન્ટે ડોક્ટરની સૂચના અનુસાર દવાઓ પણ નિયમિત લેવી જોઈએ.

કોલેસ્ટરોલની તપાસ

image source

હૃદયની સ્વસ્થતા અંગેની જાણકારી કોલેસ્ટરોલની તપાસ દ્વારા ખબર પડે છે. કોલેસ્ટરોલની તપાસ માં એડીએલની સાઈઝ અને પાર્ટિકલ્સની  તપાસ કરવામાં આવે છે. તપાસમાં triglycerides ,એચ.ડી.એલ કોલેસ્ટરોલ અને એચડીએલ રેશિયોની તપાસ કરવામાં આવે છે.

image source

એચ.ડી.એલ એટલે હાઈડેન્સિટી લીપોપ્રોટીન . જેની ખામીને કારણે હૃદયની બિમારી થવાનો ભય રહે છે.કોલેસ્ટરોલની તપાસમાં એચડીએલની  માત્રા ૬૦ મિલિગ્રામ / ડેસીલિટર થી વધુ હોય તો હૃદયરોગની બીમારી થવાનું જોખમ ઓછું રહે છે. પરંતુ જો એચ.ડી.એલ નુ સ્તર 40 મિલિગ્રામ /ડેસીલિટરથી ઓછું હોય તો હૃદયની બીમારીની સંભાવના વધી જાય છે.

image source

આ સંભવિત બીમારીઓનું જોખમ  ટાળવા માટે નિયમિત પણે ડોક્ટરની સલાહ મુજબ બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર પણ કરવી જોઈએ. તદુપરાંત રોજિંદા જીવનમાં  નિયમિત કસરત, સમતોલ આહાર, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી પણ આરોગ્ય  સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ