ક્યારેય દૂધ પીતા પહેલા અથવા પછી ના ખાશો આ વસ્તુઓ – તમે જાતે જ આપો છો ચામડીના રોગને આમંત્રણ..

જેમને ભોજનમાં સાથે દૂધ પીવાની ટેવ હોય અથવા તો સવારે નાસ્તામાં એકલું દૂધ પીવાનું ગમતું હોય તેમને માટે આ વાત ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી છે. આપણાં આયુર્વેદિક કે દેશી તબીબી શાસ્ત્રોમાં કેટલીક ખાદ્ય વસ્તુઓને વિરોધી આહાર કહેવાયા છે. જેને એકસાથે ખાવા કે પીવાથી શરીરમાં તેને ફાયદા થવાને બદલે થઈ શકે છે, નુક્સાન. એટલે કે આપણે જે વસ્તુઓ ભોજનમાં લઈએ તેની સાથે એનાથી ઉંધી તાસીરની વસ્તુઓ પણ ખાઈએ તો તે પેટમાં જઈને આપણી હોજરીમાં પોષક તત્વ થવાને બદલી ઝેરી તત્વ તરીકે રૂપાંતરિત થઈ જાય છે.

image source

જી હા, નવાઈ લાગીને આ જાણીને? આપણી જિંદગી ખૂબ જ ફાસ્ટ થઈ ગઈ છે. ઓફિસના કામ સાથે આપણને સમયસર જમવાનો પણ વખત નથી રહેતો. આમાં ક્યારે શું ખાવું જોઈએ એવું કંઈજ આપણે નક્કી નથી કરી શકતાં. ત્યારે એવું બને છે કે આપણે એક વસ્તુ સાથે બીજી એવી વસ્તુઓ પણ ખાઈ કે પી લઈએ છીએ જે આપણાં શરીર માટે યોગ્ય ન પણ હોય. એવી વસ્તુઓમાં દૂધ એ સૌથી મહત્વનો ખોરાક છે. આવો જાણીએ દૂધ પીવાની સાથે આ વસ્તુઓ કદી ન ખાવી જોઈએ…

દૂધ એ મહત્વનો ખોરાક છે…

image source

આપણે દૂધને સંપૂર્ણ આહાર તરીકે આપણા ભોજનમાં શામેલ કરીએ છીએ. કહેવાય છે કે તમે આખો દિવસ કંઈ ન ખાઓ તો પણ એક ગ્લાસ દૂધમાંથી તમને દિવસભર જોઈતા દરેક પોષક તત્વો મળી રહે છે. આપણે દૂધને શક્તિવર્ધક તરીકે પણ અને દવાના રૂપમં પણ લઈએ છીએ.

image source

પરંતુ જો દૂધની સાથે એવા ખાદ્ય પદાર્થો લેવાઈ જાય જેનો સ્વભાવ દૂધ કરતાં વિપરિત હોય તો તેનાથી નુક્સાન પણ થતું હોય છે. ક્યારેક ગંભીર બીમારી પણ થઈ શકે છે. આવો જાણીએ એવી કઈકઈ ચીજ છે.

લીબું

image source

દુધમાં એવા દરેક પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીરને જરૂરી છે. તેમાંથી કેલ્શિયમ સૌથી અગત્યનું છે. આ સિવાય અનેક વિટામિન અને ખનીજો પણ પ્રાપ્ત થાય છે. દૂધમાંથી ન મળતું હોય એવું કંઈ હોય તો તે છે વિટામિન સી. જે લીંબુમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. પરંતુ તમે દૂધ અને લીંબુને એક સાથે તમારા ખોરાકમાં લેવાથી તેની અનેક આડ અસર થઈ શકે છે.

image source

લીંબુંનો રસ જો દૂધમાં નાખવામાં આવે તો દૂધ ફાટી જાય છે, જો કે આપણે પનીર બનાવવા આપ્રક્રિયાનો જરૂર ઉપયોગ કરીએ છીએ પરંતુ લીબું વાળું દૂધ કદી ન પીવું જોઈએ. એમાં રહેલ સાઈટ્રીકને કારણે શરીરમાં બળતરા કે ચાંદા પડવાની કે ચર્મ રોગ થવાની શક્યતા રહે છે. લીંબુ સિવાય અન્ય ખાટાં ફળો પણ દૂધમાં નાખીને કે દૂધ પહેલાં કે પછી થોડા સમય સુધી ન લેવા જોઈએ.

કેળા

image source

જી હા, તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કેળાને પણ ઉત્તમ શક્તિવર્ધક અને કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ ધરાવતું ફળ છે. તે દૂધ જેટલું જ પૌષ્ટિક છે. તેથી બંને એક સાથે સરખા પ્રમાણમાં ન લેવા જોઈએ. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટિન અને વિટામિન હોય છે. જેમની હોજરી નબળી હોય અને પાચનક્રિયા ઝડપથી ખોરાક ન પચાવી શકે તો તેમની તબિયત બગડી શકે છે.

માસ માછલી અને ઈંડા…

image source

દૂધની સાથે માસાહાર અને ઈંડા જેવા ખાદ્ય પદાર્થો પણ ન લેવા જોઈએ. તે પચવામાં ખૂબ જ ભારે હોય છે. જેથી તેને વિરોધી આહાર કહી શકાય. આવું કરવાથી પેટમાં વિકાર પેદા થાય છે અને શરીર બીમાર પડે છે. અમુક કેસમાં ચામડીના રોગ પણ થઈ શકે છે. એસિડિટી અને પિત્તની પણ તકલીફ થઈ શકે છે. ખાસ કરીને જેમને માછલી ખાવાનો શોખ હોય એમણે ખૂબ જ ચેતવું જોઈએ કેમ કે બંનેના ગુણધર્મો તદ્દન વિપરિત છે. આ સિવાય આવા ખોરાકમાં તેલ મસાલા પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે.

તલ, મગફળી જેવાં તેલિબિયાં…

 

image source

દૂધ પીવા પહેલાં કે તેના પછી તરત જ મગફળી કે તલ જેવાં તેલિબિયાં પણ લેવા ન જોઈએ. તેનામાં રહેલ ફેટી એસિડ અને અન્ય પૌષ્ટિક તત્વો જો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો તે હોજરીમાં ગડબડ કરી શકે છે. જેને કારણે શરીરમાં ટોક્સીક ઊભા થાય છે. આ કોલેસ્ટેરોલ અને અન્ય હ્રદયને સંબંધિત તકલીફોમાં પણ નડતર રૂપ બની શકે છે.

મૂળો અને જાંબુ

image source

એવાં ફળો અને શાકભાજીઓ જેમાં એસિડિક તત્વો વધારે હોય તેને દૂધ સાથે ન લેવા જોઈએ. જેથી કરીને શરીરમાં પિત્ત ન થાય.

image source

આમ જોવા જઈએ તો આવા આહાર શરીરમાં જઈને લોહી વિકાર પણ કરે છે. જેથી ચામડીનો રંગ બદલાઈ જવો, કાળો થઈ જવો, ભીંગડાં, ગુમડાં, ફોલ્લીઓ કે રક્તપિત્ત જેવી તકલીફો પણ થઈ શકે છે. જેથી વિરોધી આહાર જેમ બને એમ આપના ખોરાકમાં રોજિંદા પ્રમાણમાં લેવાનું ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ