બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીને તમે પણ કરી દો વહેલા ઉઠવાનુ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી થાય છે અઢળક ફાયદા જાણીને શરૂ કરી દેશો વહેલા જાગવાનું

image source

બદલતી જીવનશૈલીમાં સૂર્યોદય પછી પણ સૂતા રહેવું તે સામાન્ય વાત થઈ ચુકી છે. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે રાત્રે વહેલા સૂઈ જવાની અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાની વાત શાસ્ત્રોમાં પણ કરવામાં આવી છે.

સવારે મોડા જાગવાની આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણી પ્રાચીન પરંપરાઓમાં પણ સવારે જાગવાનો યોગ્ય સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદય થાય તે પહેલાની દોઢ કલાકને કહેવાય છે.

image source

સવારે વહેલા જાગી જવાથી દવાની જરૂર પડતી નથી. આ આદત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત લાવે છે. સવારે જાગી જવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. આ ઉપરાંત મગજ પણ સતેજ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મગજની કોશિકાઓ સક્રિય થાય છે અને યાદશક્તિ સુધરે છે.

બ્રહ્મ મુહૂર્તમાં વધારે હોય છે સત્વગુણ

image source

શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને જાગવા માટેનો યોગ્ય સમય ગણાવ્યો છે. પ્રાચીન કાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ગુરુઓ દ્વારા શિષ્યોને વેદ તેમજ શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવતું હતું. સંસારના પ્રખ્ચાત સાધક, વિદ્વાન અને દીર્ગજીવી લોકો સૂર્યોદય પહેલા જ જાગી જતા અને દૈનિક કાર્યોની શરૂઆત કરતા.

બ્રહ્મ મુહૂર્તમાં તમ તેમજ રજો ગુણની માત્રા ઓછી હોય છે. આ સમયે સત્વગુણ વધારે પ્રભાવિ હોય છે. એટલા માટે જ આ કાળમાં ખરાબ માનસિક વિચાર પણ સાત્વિક અને શાંત થઈ જાય છે.

image source

આયુર્વેદ અનુસાર આ સમયમાં વાયુ ચંદ્રથી પ્રાપ્ત અમૃત કણથી યુક્ત હોય છે. તેથી આ સમય સ્વાસ્થ્ય માટે અમૃતતુલ્ય હોય છે. તેને વીરવાયુ પણ કહેવાય છે. આ સમયમાં જાગવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર કાંતિયુક્ત થાય છે.

આ સમયે જાગી વ્યાયામ કરવાથી શરીરમાં તેજ, બળ શક્તિ, સ્ફૂર્તિનો સંચાર થાય છે. તેનાથી મન પ્રસન્ન તેમજ શાંત થાય છે. સવારે મોડે સુધી ઊંઘવાથી શરીર આ લાભકારી વાયુ પ્રાપ્ત થતી નથી.

image source

અનેક શોધમાં પણ સાબિત થયું છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સમસ્ત વાયુમંડળ પ્રદૂષણ મુક્ત હોય છે. આ સમયે વાતાવરણમાં પ્રાણવાયુ ઓક્સીજનનું પ્રમાણ વધારે હોય છે. આ સમયે શ્વાચ્છોસ્વાસથી ફેફસાની શક્તિ વધે છે. આ સમયે કસરત, યોગ, વોક કરવાથી શરીર નિરોગી રહે છે.

સવારે વહેલા જાગી જવું રોજની દિનચર્ચાનો ભાગ બને તે જરૂરી છે. કારણ કે સવારે વહેલા જાગી જવાથી દિવસભરના કાર્યો પણ આયોજનબદ્ધ રહે છે. સવારે કોઈ કામ કરવામાં ઉતાવળ કરવી પડતી નથી અને દરેક કામ સમયસર થાય છે.

image source

બ્રહ્મ મુહૂર્તમાં જાગનાર દરેક વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે અને સુખ સમૃદ્ધિ તેને પ્રાપ્ત થાય છે. આદ્યાત્મિક રીતે જેટલું મહત્વ બ્રહ્મ મુહૂર્તનું છે તેટલું જ મહત્વ આયોગ્યની દ્રષ્ટિએ પણ બ્રહ્મ મુહૂર્તનું છે.

આ સમયે જાગી અને અભ્યાસ કરતાં બાળકોને અભ્યાસમાં લાભ થાય છે. સવારના શાંત વાતાવરણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ ઝડપથી અભ્યાસક્રમને યાદ રાખી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ