સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની લવ સ્ટોરી વાંચવાની તમને આવશે જોરદાર મજા, જલદી વાંચો તમે પણ

સોહા અલી ખાન અને કુણાલ ખેમૂનો પ્રથમ નજરનો પ્રેમ, જાણો કેવી રીતે થઈ શરૂઆત

સોહા અલી ખાન અને કુણાલ ખેમૂને આમ તો બોલીવૂડમાં જોઈએ તેવી સફળતા નથી મળી અને તેઓ વધારે લાઈમલાઇટમાં પણ નથી રહેતા. પણ તેમની લવસ્ટોરી ખુબ જ રસપ્રદ છે અને આજે અમે તમારા માટે આ બન્ને બોલીવૂડ પતિ-પત્નીની પ્રેમકહાની લઈને આવ્યા છે. જો તમે તેમની એક્ટિંગના ફેન નહીં હોવ તો તેમના આ લવસ્ટોરીના ફેન તો બની જ જશો.

image source

સોહા માટે આ પ્રેમ પહેલી નજરનો પ્રેમ હતો. પણ તે બન્નેમાં એક દેખીતી સમસ્યા એ હતી કે કુણાલ સોહા કરતાં પાંચ વર્ષ નાનો હતો. અને તેમ છતાં તેઓ પ્રેમમાં પડ્યા પણ લોકો પોતાનું મોઢું ચુપ ન રાખી શક્યા અને તેમની વચ્ચેનો જે એજ ડીફરન્સ હતો તેને લઈને લોકો તેમના સંબંધને જજ કરવા લાગ્યા.

બીજી બાજુ કુણાલ ખેમુ તો નાનપણથી જ બોલીવૂડમાં હતો. તેણે બાળ કલાકાર તરીકે બોલીવૂડમાં ઘણું કામ કર્યું છે પણ યુવાન તરીકે તેને કામ મેળવવા માટે ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું.

જ્યારે તે લોકો પ્રથમવાર મળ્યા ત્યારે તે બન્નેને એવો વિચાર પણ નહોતો આવ્યો કે તેઓ ભવિષ્યમાં એકબીજાના જીવનસાથી બનશે. તેઓ પ્રથમવાર એક ફિલ્મના સેટ પર એકબીજને મળ્યા પણ ત્યારે તે બન્નેએ ક્યારેય એકબીજા સાથે વાત કરવા સુધાનો પણ પ્રયત્ન ન કર્યો. અને એ વખતે તેમના મનમાં લગ્ન તો શું પણ તેઓ એકબીજાના મિત્ર પણ થઈ શકે તેવી કોઈ શક્યતા વિષે પણ નહોતા વિચારી શક્યા.

image source

કુણાલ એવું વિચારતો હતો કે તેણી એટલે કે સોહા ઓક્સફોર્ડ યુનિવર્સિટિમાંથી ગ્રેજ્યુએટ થયેલી તે વળી તેની સાથે શા માટે વાત કરે ! અને તે વળી સાવ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવનાર વ્યક્તિ હોવાથી તેણે પહેલેથી જ સોહા સાથે અંતર રાખ્યું અને તેણે આગળ પ્રયાસ ન કર્યો.

image source

પણ ભગવાનનું લખ્યું વળી કોણ ટાળી શકે છે. તેઓ વહેલાં કે મોડાં એકબીજાના પ્રેમમાં પડ્યા ખરા. તેમણે શરૂઆતમાં પોતાના સંબંધને સમજવા માટે લીવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું. મિડિયામાં તેમના અફેરની વાતો ફેલાવા લાગી અને લોકોને તેમની ઓફ સ્ક્રિન કેમેસ્ટ્રી ગમવા પણ લાગી. પણ તેમની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે બોક્ષ ઓફિસ પર પીટાઈ જતી તે લોકોને ક્યારેય આકર્ષિ ન શકી.

image source

છેવટે પોતાની ઓન સ્ક્રીન જોડીને જરા પણ સફળતા ન મળતાં તેમણે એકબીજા સાથે ફિલ્મો નહીં કરવાનું નક્કી કર્યું. જો કે તે લોકો પોતાના સંબંધને લઈને એટલા તો પરિપક્વ હતા જ કે તેમની નિષ્ફળ ફિલ્મોની અસર તેમના સંબંધો પર ન પડી અને તેમના સંબંધ મજબુત થતા ગયા.

image source

છેવટે 2014માં કુણાલે પોતાની પ્રેમિકા એટલે કે સોહા અલી ખાનને વિશ્વના સૌથી રોમેન્ટિક સ્થળ એવા પેરિસમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેણી પણ પોતાની ઉત્સુકતા, પોતાના ઉત્સાહને રોકી ન શકી અને તેણીએ તરત જ કુણાલને લગ્ન માટે હા પાડી દીધી.

અને છેવટે તેમણે લગ્ન કરી લીધા. જો કે તેમના લગ્નમાં કોઈ જ મોટી ધમાલ નહોતી કરવામાં આવી તેમણે પોતાના અંગત મિત્રો તેમજ સગા સંબંધીઓની હાજરીમા લગ્ન કરી લીધા. તેમને પોતાના સંબંધમાં એક વાતનો ભારોભાર ગર્વ છે કે તેઓ એકબીજાના ઉત્તમ મિત્ર છે. અને પોતાના એક ઉત્તમ મિત્ર સાથે લગ્ન થવાથી વિશેષ બીજી ખુશીની વાત શું હોઈ શકે !

image source

તેમનું લગ્ન જીવન સુંદર રીતે આગળ વધ્યું અને તેઓ ઇનાયા નામની એક સુંદર બાળકીના માતાપિતા પણ બન્યા. અને તેમનું કુટુંબ સંપુર્ણ બની ગયું. સોહા અને કુણાલની લવ સ્ટોરી પરથી આપણે કહી શકીએ કે પ્રેમ કોઈ પણ રીતે લોકોને એકબીજાથી જોડી દે છે. અને કોઈ પણ વિચિત્ર સંજોગોમાં પણ સંબંધો વિકસી શકે છે. સોહા અને કુણાલ હંમેશા એક અદ્ભુત કપલ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ