દિવાળીના ૫ દિવસમાં ના કરવા આ ૭ કામ – વાંચો શાસ્ત્રો શું કહે છે..

કહેવાય છે કે દિવાળીના પાંચ દિવસો ખૂબજ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની આરાધના કરવાથી તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દિવાળીના પાંચ  દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરીને પૂજન કરવામાં આવે છે, પણ આ ઉપાયોના સાથે જ કેટલીક સાવધાનીઓ પણ રાખવી જોઇએ.

image source

ધાર્મિક શાસ્ત્રો અનુસાર, કઇ વસ્તુ કરવાથી ઘરમાં આવતી લક્ષ્મી રોકાઇ જાય છે, એટલે કે જે લોકોના ઘરમાં અવ્યવસ્થા હોય, સ્વચ્છતાનો અભાવ હોય, વડીલોનું અપમાન થતુ હોય તેવા ઘરમાં લક્ષ્મીજી પૂજા કરવા છંતા પણ જતા નથી.

ઘરમાં સ્વચ્છતા જાળવો

image source

દિવાળીના તહેવાર પહેલા ઘરમાં સાફ-સફાઇ કરવામાં આવે છે. ઘરમાં કે ઘરની આસપાસ કોઈ પણ પ્રકારની દુર્ગંધ ન આવવી જોઈએ. સફાઈની સાથે ઘરને સુંગંધિત કરતા પદાર્થોનો ઉપયોગ કરશો તો દેવી દેવતાનું તમારા ઘરે આગમન થશે.

વડીલોનું અપમાન ન કરો.

image source

ઘણા લોકોને ટેવ જ પડી ગઇ હોય છે, તેઓ વાતે વાતે પોતાનાથી નાનાનું તો અપમાન કરે જ છે. પણ પોતાનાથી મોટાનું અપમાન કરતા પણ વિચાક કરતા નથી. દિવાળી પર આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ અધાર્મિક કામ ન હોય. ફક્ત દિવાળીમાં જ તે ઉપરાંત માતા-પિતા અને વડીલોનું હંમેશા માન જાળવો. જે લોકો માતા-પિતાનો અનાદર કરે છે તે ઘરમાં દેવી -દેવતાઓની કૃપા હોતી નથી.

ક્રોધ કે બૂમાબૂમ ન કરો

image source

દિવાળીના દિવસોમાં કોઇ વ્યક્તિ પર ક્રોધ કે બૂમાબૂમ ન કરવું અશુભ ગણવામાં આવે છે. જે લોકો આ દિવસોમાં ક્રોધ કે બૂમાબૂમ કરે છે તેઓના ઘરમાં શાંતિ, સુખ અને સમુદ્ધિનો વાસ થતો નથી. તેથી આ દિવસોમાં વાતાવરણ પવિત્ર બનાવી રાખવું જોઈએ.

સવારે મોડા સુધી સુઇ રહો

image source

સામાન્ય રીતે દરેક વ્યક્તિએ દરરોજ સવારે વહેલા ઉઠી જવું જોઈએ, પણ ઘણા લોકો એવા હોય છે જે સવારે મોડા ઉઠે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, દિવાળીના દિવસોમાં બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી જવુ જોઈએ. જે લોકો આ દિવસે સૂર્યોદય પહેલા કે વહેલી સવારે ઉઠી જાય છે તેઓને મહાલક્ષ્મી અને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.

વ્યસન ન કરવું

image source

હિન્દુ શાસ્ત્રો અનુસાર, આ દિવસોમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું વર્જિત છે. જે લોકો દિવાળીના દિવસોમાં કોઇપણ પ્રકારનું વ્યસન કરે છે. તે લોકોના ઘરમાં સુખ-શાંતિ ટકતી નથી, તથા ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે.

ઝગડો ન કરવો

image source

દિવાળીના કોઇ પણ વ્યક્તિએ ઝઘડો ન કરવો જોઇએ. ઘણા લોકો વાદ-વિવાદમાં ઉતરે છે, અને ક્યારેક વાત પણ વધી જાય છે. જેમો ન બોલવાના શબ્દો બાલાઇ જાય છે. તેથી દિવાળીના દિવસોમાં કોઇ પ્રકાર વિવાદથી દૂર રહો. જેથી ઘરમાં કલેશ-કંકાશ કે ઝગડો ન થાય તેનું ધ્યાન રાખો.

image source

દિવાળી પરિવાર સાથે હળીમળીને આનંદ કરવાનો તહેવાર છે. તેથી ઝઘડો કે વિવાદથી દૂર રહીને આ દિવસો આનંદ કરીને દેવી-દેવતાની પૂજા કરવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ