પત્નીને કેન્સર સામે રક્ષણ આપવા પતિએ ભેગા કર્યા કરોડો રૂપિયા પણ પત્નીનું આવું સ્વરૂપ આવ્યું સામે..

પતિ પત્નીનો સંબંધ એવો છે જે માત્ર વિશ્વાસ અને પ્રેમ પર જ ટકેલો હોય છે. આ સંબંધમાં એકબીજા માટે કંઇપણ કરવાની ભાવના હોય છે. તેમાં પણ જો જીવનસાથી માંથી કોઇ એકનો જીવ મુશ્કેલીમાં હોય તો બીજા વ્યક્તિનું જીવવું મુશ્કેલ બને છે. તે પોતાના જીવનસાથી સાજુ કરવા માટે પૈસાની કે બીજી કોઇ ચિંતા કરતો નથી.

image source

આ પ્રકારની જ ઘટના ઇંગ્લેન્ડના લોગબોરોની રહેવાસી 36 વર્ષીય જેસ્મિન મિસ્ત્રી જે મૂળ ભારતીય છે. તેણે પોતાના પતિ વિજય કેટેચીયા સાથે બની હતી. જેસ્મિને પોતાના પતિ અને પરિવારને જણાવ્યું કે, તેને કેન્સર થયું છે, હવે તે માત્ર 6 મહિનાની જ મહેમાન છે.

image source

જેસ્મિને પતિને બ્રેઇન સ્કેલ બતાવ્યું, ત્યારે તેના પતિએ ગૂગલ પરના એક સ્કેન સાથે મેચ કર્યુ ત્યારે ખબર પડી કે તેની પત્નીનો આ બ્રેઇન સ્કેલ નકલી છે. તે ખોટું બોલી રહી છે.

image source

જેસ્મિને પોતાની જાતને સાચી સાબિત કરવા માટે એક યોજના પણ બનાવી રાખી હતી. તે ડોક્ટર સાથે પતિની ફોન પર વાત કરાવતી હતી, ડોક્ટરના મેસેજ પણ બતાવ્યા હતા. અંતે પોતાની ખોટી બીમારીનો પતિને વિશ્વાસ અપાવીને પોતાનો ઇલાજ અમેરિકામાં કરાવવાની વાત કરી. અમેરિકામાં ઇલાજની વાત સાંભળતા જ પતિએ કહ્યું કે ત્યાં ઇલાજના 500,000 પાઉન્ડ જેટલો ખર્ચ થશે. ત્યારે તેનો ઇલાજ થશે.

image source

હદ તો ત્યાં થઇ જ્યારે જેસ્મિને સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ અપ ટૂ કેન્સરવાળી પોસ્ટ કરી હતી. તે ઉપરાંત અલગ-અલગ સીમકાર્ડ વાપરીને ડોક્ટર બનીને પોતાના પતિને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. નકલી મેસેજનો યુઝ કરીને પોતાના પતિને પોતાને કેન્સર હોવાની વાત પર વિશ્વાસ અપાવી દીધો. પતિએ પણ જેસ્મિનના ઇલાજ માટે પૈસાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું. તેના પતિએ પરિવારમાંથી પણ પૈસાની મદદ માંગી હતી.

image source

પણ જેસ્મિનનું જૂંઠાણુ લાંબો સમય ન ચાલ્યું, તેના પતિને જ્યારે ફેક સીમકાર્ડ મળ્યાં ત્યારે તેની આ ખોટી બીમારીનો ખુલાસો થયો. વિજયે જ્યારે જેસ્મિનને તેની આ ખોટી બીમારી વિશે પૂછ્યું ત્યારે તેણે પોતાની ખોટી બીમારીની વાત સ્વીકારી લીધી. ત્યાર બાદ પોલિસે જેસ્મિનની ધરપકડ પણ કરી.

image source

ત્યાર બાદ વિજયે અને જેસ્મિનના છૂટાછેડા થઇ ગયા. જેસ્મિન વિશે વાત કરતા વિજયે કહ્યું કે, મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે. હું આમાંથી ક્યારેય બહાર નહીં આવી શકું. મારો માણસાઇ પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે.

image source

પોલિસે જણાવ્યા મુજબ, જેસ્મિને પોતાના પરિવાર આઠ સભ્યો અને બહારના 20 વ્યક્તિઓ પાસેથી કુલ 253,122 પાઉન્ડ ભેગા કર્યા હતા. નકલી બીમારી કરીને લોકોને ઠગવા બદલ કોર્ટે જેસ્મિનને ફ્રોડના કેસમાં ચાર વર્ષની સજા આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ