શરદી અને ઉધરસ થવા પર તમને ગરમ-ગરમ કોફી પીવી પસંદ છે ? જો હા, તો આ કોફી તમારી સમસ્યામાં વધારો કરી શકે છે

શિયાળાના દિવસોમાં શરદી અથવા ઉધરસ થવા પર પથારીમાં જ રહીને જમવાનું અને મનપસંદ વસ્તુ ખાવાનું મન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે જો શરદી અને ઉધરસ દરમિયાન થોડી ચીજોથી બચીને ના રહીએ તો તબિયત વધુ બગડી શકે છે. તમારે આવા સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી પડશે, તેથી વધારે તળેલું ભોજન ન લો. શિયાળામાં સૂપ જેવી ગરમ ચીજો ખાવી જરૂરી છે. ડેરી ઉત્પાદનો પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારે આવી ચીજોથી પણ અંતર રાખવું જોઈએ. અમે તમને એવી જ 7 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે શરદી અને ઉધરસની સમસ્યા દરમિયાન ન ખાવું જોઈએ. તો ચાલો જાણીએ એ ચીજો કઈ છે.

1. જ્યુસ

જ્યારે પણ તમને શરદી થાય છે ત્યારે તમારે જ્યૂસ ન પીવા જોઈએ.કારણ કે જ્યુસમાં ખાંડ વધારે હોય છે. આ તમારા શરીરમાં શ્વેત રક્તકણોને ઘટાડશે અને શરીર રોગ સામે લડશે નહીં. જ્યુસમાં જે એસિડ મિક્સ કરવામાં આવે છે, તે ગળામાં બળતરાનું કારણ બને છે. શરદી અને ઉધરસની સમસ્યા થવા પર તમે જ્યુસને બદલે ગ્રીન ટી અથવા ગરમ પાણી પીવો. તેનાથી તમને સ્વસ્થ થવામાં મદદ મળશે.

2. કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ ટાળો

image source

ગમે તે હવામાન હોય, તમારે શિયાળામાં ઠંડી દરમિયાન ઠંડી વસ્તુઓથી દૂર રહેવું પડે છે. જો તમે કંઇક ઠંડુ ખાશો તો પહેલા તો તેનાથી ગળામાં દુખાવો થાય છે, જે કેટલાક કિસ્સાઓમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અથવા રેફ્રિજરેટરનું પાણી સીધું ન પીવું જોઈએ. આ બધી વસ્તુઓ ઠંડીની ઋતુમાં તમારા શરદી અને ઉધરસની સમસ્યામાં વધારો કરી શકે છે.

3. માખણ ટાળો

image source

કેટલાક લોકો સવારના નાસ્તામાં બ્રેડ માખણ ખાય છે, પરંતુ જો તમને શરદી હોય અથવા ગળામાં દુખાવો થાય છે, તો તમારે માખણ ન ખાવું જોઈએ. માખણમાં ફેટ હોય છે આ કારણે તમને તીવ્ર ઉધરસની સમસ્યા થઈ શકે છે. તેથી શિયાળા દરમિયાન ચીંકણી વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

4. કોફી

image source

શિયાળા દરમિયાન તમારે કોફી અથવા કેફીનયુક્ત કોઈપણ ચીજોથી દૂર રેહવું જોઈએ. કોફીથી મ્યુક્સ બને છે જે કારણે તમને મુશ્કેલી થઈ શકે છે, તેથી શરદી અને ઉધરસ દરમિયાન કોફીનું સેવન કરવાનું ટાળો. કોફી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે, તેથી તમારે ખરાબ સ્વાસ્થ્ય દરમિયાન કોફીના સેવનથી બચવું જોઈએ.

5. તળેલો ખોરાક ટાળો

image source

જો તમને શરદી અથવા ઉધરસની સમસ્યા હોય તો તમારે વધુ તળેલા ખોરાક ન ખાવા જોઈએ. તળેલા ખોરાકમાં ફેટ અને તેલ વધુ હોય છે. તેથી આ સમસ્યા દરમિયાન તળેલા ખોરાકથી અંતર રાખીને થોડા દિવસ સૂપ અને શાકભાજી ખાઓ. શિયાળાના દિવસોમાં ઠંડીના કારણે પાસ્તા, ભટુરે, પકોડા જેવા જંક ફૂડથી દૂર રેહવું જરૂરી છે.

6. ડેરી ઉત્પાદનો ટાળો

image source

શરદી અને ઉધરસ દરમિયાન તમારે દૂધ અને દૂધની ચીજોથી દૂર રેહવું જોઈએ. કારણ કે આ ચીજો વધુ લાળ બનાવે છે અને તમારું આરોગ્ય ખરાબ કરી શકે છે. એક અધ્યયન મુજબ કેટલાક લોકોને શરદી અથવા ઉધરસમાં દૂધ પીવામાં તકલીફ પડે છે. દૂધ અને તેના ઉત્પાદનો કફ બનાવે છે, તેથી આ ચીજો ટાળો.

7. ખાંડ ટાળો

શિયાળા દરમિયાન, તમારે તમારી પસંદગીની બધી મીઠી વસ્તુઓથી દૂર રેહવું જોઈએ. કારણ કે ખાંડ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ ખાવાથી તમારા ગળામાં દુખાવો પણ વધી શકે છે. કેટલાક લોકોને ખરાબ સ્વાસ્થ્યમાં કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય છે, આ દરમિયાન તમે ડાયેટ બિસ્કીટ અથવા લોટના બીસ્કીટ ખાઈ શકો છો. તેમાં ખાંડ ઓછો હોય છે.

શિયાળાના દિવસોમાં તમારે શરદી અને ઉધરસ દરમિયાન અહીં જણાવેલી ચીજોથી અંતર રાખવું જોઈએ. આ સમય દરમિયાન, તાજા ફળ અને શાકભાજી ખાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત