ગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી પડી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય

એવું કહેવાય છે કે, ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના કારણે ઘરમાં આગ લાગી શકે છે. આવી વસ્તુનો ઉપયોગ ઘણી વ્યવસ્થિત રીતે અને જાળવીને કરવો જોઈએ. જેનાથી આપ આપના ઘરમાં કોઈપણ પ્રકારના જોખમને ઘટાડી શકો અને આપના પરિવારને સુરક્ષિત કરી શકો. પણ ઘણીવાર ઘરમાં એવી જ કેટલીક નાની ભૂલો થઈ જાય છે. કિચનમાં રાખવામાં આવેલ બધી જ વસ્તુઓનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ, જેના લીધે આપ આપના પરિવારને સારો હાઈઝેનિક ભોજન આપી શકો છો.

image source

કિચનમાં રાખેલ બધી જ વસ્તુઓની સાથે આપે ગેસના બર્નરની સાફ- સફાઈ કરવાનું ભૂલવું જોઈએ નહી. કિચનમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા ગેસના બર્નર કાળા થઈ જાય છે, જેના કારણે ગેસનો પ્રવાહ અને ફ્લેમ બંને ઘટી જાય છે. જો આપના ગેસના બર્નર કાળા થઈ ગયા હોય અને ગેસ પણ ખુબ જ ધીમો સળગી રહ્યો છે તો આપે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી બર્નર પહેલાની જેમ ચમકવા લાગશે. હવે જાણીશું ગેસના બર્નરને સાફ કરવા માટે અને ફ્લેમ ધીમી થઈ જાય ત્યારે આ ઉપાય કરી શકો છો.

image source

કિચનમાં વધારે પડતા ગેસનો ઉપયોગ થવાના કારણે ગેસના બર્નર કાળા થઈ જાય છે, આ ગેસના કાળા પડી ગયેલ બર્નરને કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી પહેલાની જેમ ચમકાવી શકાય છે. જેના લીધે ગેસના બર્નર પહેલાની જેવા જ નવા દેખાવા લાગશે. આ ઉપાય અજમાવવા માટે આપે ઘરની બહાર જવાની જરૂર પણ નથી. ગેસના બર્નરને ચમકાવવા માટેનું લિક્વિડ આપ આપના ઘરમાં જ રહેલ કેટલીક વસ્તુઓની મદદથી બનાવી શકો છો.

image source

પને આ વસ્તુ બજારમાં ખુબ નજીવી કીમતે મળી રહેશે. આપે ફક્ત ગેસના કાળા પડી ગયેલ બર્નરને એક રાત જેટલા સમય સુધી પલાળી રાખવાના રહેશે. આપ આ કાળા પડી ગયેલ બર્નરને નવા બર્નરની જેમ ચમકાવવા માટે એક મોટી વાટકીમાં અડધો કપ વિનેગર લેવું. ત્યાર પછી આ વિનેગર માં એક કપ પાણી ઉમેરવું. આવી રીતે પાણી અને વિનેગરના મિશ્રણમાં કાળા પડી ગયેલ બર્નરને રાતના સમયે પલાળીને રાખી દેવા. ત્યાર પછી બીજી સવારે આ બર્નરને લોખંડના બ્રશની મદદથી ચોખ્ખા કરી લેવા અને ગેસના બર્નરને ચોખ્ખા કરી લીધા પછી કપડાની મદદથી સાફ કરી લેવા. હવે આપ જોઈ શકશો કે, ગેસના બર્નર એકાએક ચમકવા લાગશે.

image source

આપને બજારમાં વિનેગર ૫૦૦ એમ.એલ. જેટલું વિનેગર અંદાજીત ૩૫ રૂપિયાની કિમતમાં મળી જશે. વિનેગર આપને કોઇપણ કરીયાણાની દુકાનમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય છે. વિનેગરનો ઉપયોગ મોટાભાગે ચાઇનીઝ વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત આપ વિનેગરમાં રહેલ કેમિકલ ગેસના કાળા પડી ગયેલ બર્નરને સાફ કરવામાં મદદરૂપ થાય છે. અન્ય એક ઉપાય એવો છે. બે કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ ભેળવીને તેમાં ગેસના કાળા પડી ગયેલ બર્નરને કેટલાક કલાક માટે પલાળી રાખવા. જેના કારણે આપને ગેસના બર્નરને સાફ કરવામાં કેટલીક મિનીટનો જ સમય લાગી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ