એકલી સ્ત્રીનો પીછો કરી રહેલા ત્રણ અજાણ્યા પુરુષોની દૂષ્ટ દાનતથી કેવી રીતે એક યુવાને બચાવી તે યુવતિને વાંચો તમે પણ

એકલી સ્ત્રીનો પીછો કરી રહેલા ત્રણ અજાણ્યા પુરુષોની દૂષ્ટ દાનતથી કેવી રીતે એક યુવાને બચાવી તે યુવતિને

આપણી વચ્ચેના કે આપણી દૂરના લોકો પ્રત્યે સારી રીતે વર્તવું તે ખરેખર ઘણી સારી બાબત છે. તમારે તમારી જાતને સારા કહેવડાવવા માટે કંઈ રસોઈ બનાવવી કે પછી ગાર્ડનમાં પાણી પીવડાવવાની જરૂર નથી. સારા તમે તમારા માણસો ઉપરાંત અજાણ્યા વ્યક્તિ માટે પણ બની શકો. કોઈ અજાણી વ્યક્તિને જરૂરિયાતના સમયે તમે રક્ષણ આપીને પણ તમે સારા બની શકો છો.

image source

આજે જ્યારે કોઈ મહિલા બહાર એકલી નીકળતી હોય છે ત્યારે તેણી દરેક વ્યક્તિને પોતાને નુકસાન પહોંચાડનારા જ ગણે છે. જમાનો પણ એવો જ થઈ ગયો છે કોઈના પર વિશ્વાસ થાય તેમ નથી. પણ આવા સંજોગોમાં કેટલાક અજાણ્યા લોકો તમારું રક્ષણ કરવા આવી પહોંચે છે.

image source

તાજેતરમાં એક યુવાન જોડે પણ તેવું જ થયું હતું. એક મહિલા અચાનક તેને આવીને વળગી પડી અને મદદ માટે રડવા લાગી. ઉતાવળે ઉતાવળે તે યુવતિએ પેલા યુવાનને કહ્યું કે તેઓ એકબીજાને પહેલેથી જાણે છે તેવો ડોળ કરે જેથી કરીને તે પોતાના ઘરે, પોતાના દીકરા પાસે સુરક્ષિત રીતે પહોંચી જાય.

image source

એક ટ્વિટર યુઝરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તેણે તે અજાણી સ્ત્રીને કેવી રીતે મદદ કરી તે વિષે આખી વાત કહી છે.

તે ટ્વિટ કરીને લખે છે, ‘હું થોડી મિનિટો પહેલાં ટ્રેન તરફ ચાલી રહ્યો હતો અને એક મહિલા સીધી જ ચાલતી મારી તરફ આવી પહોંચી અને મને કસીને હગ કર્યું અને ઝડપથી કાનમાં ગુસપુસ અવાજમાં બોલી, ‘મહેરબાની કરીને એવો ડોળ કર કે તું મને ઓળખે છે, કેટલાક વખતથી ત્રણ શખ્સ મારો પીછો કરી રહ્યા છે’’ ત્યાર બાદ મેં તેમ જ કર્યું અને તેને ત્રણ બ્લોક દૂર આવેલા તેના ઘરે મુકી ગયો. અમારા બન્ને માટે આ અનુભવ જબરો રહ્યો.

image source
image source

‘હું એવું નહીં કહું કે મેં તેણીને મદદ કરતા ખચકાટ અનુભવ્યો નહોતો, અમે ન્યુયોર્કમાં છીએ અને અહીં એક નહીંને બીજી વ્યક્તિ તમને ક્યાંક ફસાવી દે છે. પણ તેણીનું ભેટવું વાસ્તવિક હતું કોઈ નાટક નહોતી, અને મેં જોયું તો તેણી પાછળ ત્રણ પુરુષો પણ થોડા અંતરે જોઈ શકાતા હતા. જ્યારે તેણી સાથે ચાલતો-ચાલતો વાતો કરતો કરતો હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેણી કેટલી ભયભીત થઈ ઉઠી હતી, તેણી સતત બોલી રહી હતી કે મારે મારા ઘરે મારા દીકરા પાસે પહોંચવું પડશે.’

image source

‘તેણી સીધી જ આવીને મને ભેટી પડી, મારો હાથ પકડી લીધો અને અમે સીધા જ તેની બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યા. તેણીએ મને તકલીફ આપવા બદલ માફી પણ માગી, ત્યારે મારે તેણીને કહેવું પડ્યું કે મને કોઈ તકલીફ ન થઈ પણ મને તેણીને મદદ કરતા આનંદ થયો.’

image source

સામાન્ય રીતે યુવાન આ રસ્તા પર ભાગ્યે જ ચાલે છે

તે જણાવે છે કે તે ક્યારેય તે વિસ્તારની તે ગલીમાં નથી ચાલતો. સામાન્ય રીતે તે બીજા રસ્તા પર ચાલે છે ક્યારેક તેના કૂતરાને વોક માટે લઈ જતી વખતે તે તે રસ્તાનો ઉપયોગ કરે છે. પણ કદાચ તેના બેધ્યાનપણાએ તેને આ માર્ગ પર ચાલવા પ્રેર્યો હતો. માટે તેને લાગ્યું કે તેનું તે ક્ષણે ત્યાં હોવું લખાયેલું હતું.

image source

‘મને ખબર છે કે તેણીને કેવી લાગણી થઈ હશે કારણ કે આવું મારી સાથે ક્યારેય નથી થયું અને હું થોડો પાછો પણ પડ્યો હતો. હું તો મારા મિત્રો પાસે જઈ રહ્યો અને આ ઘટના ઘટી.’

image source

‘ત્યાર બાદ તો અમે નંબરની આપ લે કરી. અને મેં તેણીને કહ્યું પણ ખરું કે જો તેણીને જરૂર હોય અને અમે જો ઘરે હોઈશું તો હું અને મારો બૉયફ્રેન્ડ તેને મળીશું. તેણીને જે રસ્તા પર થઈને પોતાના ઘરે જવાનું હોય તે માટે તેણીએ ટ્રેન ટ્રેક નીચેનો રસ્તો લેવો જ પડે છે, તે સીવાય બીજો કોઈ રસ્તો પણ નથી, બીજી બાજુ અંધારુ પણ હોય છે. તેણીએ મને કહ્યું હતું કે તેણીને જરૂર પડશે તો તે કોલ કરશે. હું કદાચ આવતી કાલે તેણીને કોલ કરીશ’

image source

પછીના ટ્વીટમાં તે જણાવે છે, ‘મેં તે મહિલા સાથે વાત કરી. તેણીએ મારો ખૂબ આભાર માન્યો. મેં પણ તેણીનો આભાર માન્યો મને સ્ત્રીઓના જગતનો નુભવ કરાવવા માટે. વાસ્તવમાં તે ત્રણ માણસો કે જે તેણીનો પીછો કરી રહ્યા હતા તે ટ્રેનમાં જ તેણી પર નજર ટીકાવને બેઠા હતા. જ્યારે તેણી ટ્રેનમાંથી ઉતરી, તેઓ પણ ઉતરી ગયા. અને તેણીનો બે બ્લોક સુધી પીછો કર્યો, ત્યાર બાદ તેણી થોડી મિનિટ માટે રસ્તા પરના કોઈ સ્ટોરમાં ઘૂસી ગઈ. તેણીને લાગ્યું કે તે જતા રહ્યા હશે માટે તેણી પણ દુકાનની બહાર નીકળી પણ તેણીએ જોયું તો એક પીઝા શોપમાં તે ત્રણે ત્યાં ઉભા હતા. તેણી ઝડપથી ચાલવા લાગી, અને સ્ત્રીઓને શોધવા લાગી, જો કે તેણી કોઈ સ્ત્રીને નુકસાન નહોતી પહોંચાડવા માગતી, ત્યાર બાદ બે બીજા પુરુષ તેને જોવા મળ્યા પણ તેઓ ઝઘડી રહ્યા હતા અને એકબીજા સામે ગાળાગાળી કરી રહ્યા હતા.’

image source

‘ત્યાર બાદ તેણીએ મને જોયો અને તેણીએ જોયું કે મારા મોઢા પર સ્મીત હતું, કારણ કે હું ત્યારે મારા ફોન તરફ જોઈ રહ્યો હતો. અને તેને કદાચ મારામાં કંઈક સારપ લાગી હશે, અને મને ભેટી પડી, તેણીએ તે બાબતે મારી માફી પણ માગી છે કે કેવી અચાનક તેણી મને ભેટી પડી હતી. મેં તેણીને કહ્યું કે મને પહેલાં તો કોઈ સેટઅપ જેવું લાગ્યું, ત્યારે તેણી હસી પડી.’

image source

તે પોતાના આગળના ટ્વીટમાં લખે છે ‘બીજા કોઈ માટે આ આખીએ બાબતને હેન્ડલ કરવી અઘરી રહેત. ત્યારે મેં તેણીને કહ્યું હતું કે મેં મારા પિતાને મારી મમ્મીને મારતા જોયા છે માટે હું આવા સંજોગોમાં ઝડપથી રીએક્ટ કરતા શીખી ગયો છું, બીજી બાજું હું એક કાઉન્સેલર પણ છું અમે આવી ક્ષણો માટે તૈયાર જ હોઈએ છીએ. તેણીએ મારો આભાર માન્યો અને મને ખાતરી આપી કે તે હવે પોતાના ઘર માટે બીજો કોઈ રૂટ લેશે. ’

image source

તે પછીના ટ્વીટમાં જણાવે છે, ‘હું તેણીના 5 વર્ષના દીકરાને મળ્યો, તેણે પણ મારો આભાર માન્યો, મેં તેણીની માતા સાથે પણ વાત કરી તેણીએ પણ મારો તે જગ્યા પર હોવ માટે આભાર માન્યો. મેં તેણીને પણ જણાવ્યું કે તેણી ગમે ત્યારે ટ્રેનથી પોતાના ઘરે આવવા માટે કોલ કરી શકે છે. તેણીની માતાએ ખૂબ આભાર માન્યો, એમ પણ તેણીને ઘણીવાર રાત્રે મોડે સુધી કામ કરવું પડતું હોય છે.’

image source

‘મને એ વિચારીને ભય લાગી રહ્યો છે કે જો મે તે દીવસે બીજો રૂટ લીધો હોત તો, જો મેં તેણી પર વિશ્વાસ ન કર્યો હોત તો. ત્યારે તેણી કહે છે કે કોઈ જો અને તો ન હોય, તું ત્યાં હતો, અને તે રાત્રે તૂં મારો હીરો બની ગયો, મેં તો વિચારી જ લીધું હતું કે મારો દીકરો માતાવિહોણો થઈ જશે અને મારી મા દીકરી વગરની થઈ જશે.’

image source

આમ તે સ્ત્રીએ આ પુરુષનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેણીએ તેને જણાવ્યું કે ફોનના પ્રકાશમાં જે સ્મિત તેને જોવા મળ્યું હતું તેના કારણે જ તેણીને તેની મદદ માગવાની પ્રેરણા મળી. ત્યારે આ યુવાન તેણીને જણાવે છે કે તેની ક્રેડિટ મારી માતાને જાય છે. તેમણે જ મને એક સારો વ્યક્તિ બનાવ્યો છે. ત્યારે પેલી મહિલા તેને કહે છે, ‘તું એક દિવસ ચોક્કસ કોઈ સ્ત્રીને સુરક્ષિત ફિલ કરાવીશ.’ ત્યારે આ યુવાન તેણીને જવાબ આપે છે, ‘હું ગે છું.’ ત્યારે પેલી સ્ત્રી પણ તેણીને જવાબ આપે છે, ‘હવેથી હું હંમેશા મારા ગે મેલ ફ્રેન્ડ્સની હાજરીમાં મારી જાતને સુરક્ષિત સમજીશ.’

image source

આ યુવાન પોતાના એક ટ્વીટમાં લખે છે, ‘મને એ જાણીને દુઃખ થાય છે કે મહિલાઓ અને છોકરીઓએ સતત આ પ્રકારના ભય હેઠળ જીવવું પડે છે કારણ કે અમે પુરુષોએ જ તેમના માટે આવું ઝેરી વાતાવરણ ઉભું કર્યું છે. હું હવેથી ઓર વધાર સારો બનવા પ્રયાસ કરીશ.’

તમને જણાવી દઈ કે આ મહિલાને મદદ કરનાર આ યુવાન એક કાઉન્સેલર છે જે 5 વર્ષથી 21 વર્ષની વય વચ્ચેના કીશોર-કીશોરીને કે જેમનું જાતિય શોષણ થયું હોય તેમનું કાઉન્સેલીંગ કરે છે.

image source

જોકે આ ટ્વીટ બાદ ઘણા બધા લોકોએ પોતાના વિવિધ અનુભવો ટ્વીટ દ્વારા શેર કર્યા. તો વળી કેટલાકે આ યુવાનના વખાણ પણ કર્યા. ઘણી સ્ત્રીઓએ તેનો ટ્વીટર પર આભાર પણ માન્યો હતો.

image source

આ આખીએ ટ્વીટ્સ થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ તેને 400.3 હજાર લાઈક્સમળી છે અને તેને 61 હજાર વાર રીટ્વીટ કરવામા આવ્યું છે. અને ઇન્ટરનેટ પર બધા આ અજાણ્યા યુવાનની મદદને વખાણી રહ્યા છે. જો કે ન્યૂયોર્કમાં આવી ઘટના બની હોવાથી ઘણા લોકોને ન્યૂ યોર્કની ચિંતા થઈ કે ક્યાંક શહેર જોખમમાં તો નથીને. કારણ કે ન્યૂ યોર્કને હંમેશા એક સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવ્યું છે તે યુ.એસનું સૌથી મોટું મેટ્રોપોલીટન સીટી છે અને અહીંનો ક્રાઈમ રેટ પણ સામાન્ય કરતા નીચો છે.

image source

ન્યૂ યોર્ક વિશ્વનું સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતુ શહેર છે, અહીં દર વર્ષે લાખો કરોડો લોકો મુલાકાત લે છે, અને અહીંના ચોરોમાં ટૂરિસ્ટ સોફ્ટ ટાર્ગેટ્સ હોય છે. પણ જો ન્યૂયોર્કના ચાઈના ટાઉનની વાત કરવામાં આવે તો અહીં રોબરી, ચોરી, મારપીટ એ સાવજ સામાન્ય વાત છે.

Source : Greenlemon

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ