પેટની ગેસ અને એસીડીટીને દૂર કરશે આ ૧૨ ઘરેલુ ઉપાયો, દર્દ ઓછું કરે છે. આપણે કેટલીક વાર રાહત મેળવવા માટે કોઈપણ દવા ખાઈ લઈએ છીએ. જે આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. એવા પણ ઉપાયો છે જેના દ્વારા કોઈપણ દવા લીધા વગર એસીડીટીથી છુટકારો મેળવી શકાય છે.

ખાવાનું કોને નથી પસંદ. પરંતુ હેરાનગતિ ત્યારે થાય છે જ્યારે આ જ ખાવાની ચાહત કબ્જ, એસીડીટી, ગેસ, આફરો વગેરે જેવી તકલીફોમાં બદલાઈ જાય છે. આ એ તકલીફો છે જે સાંભળવામાં નાની લાગે પણ જ્યારે તેનો સામનો કરવાનો આવે ત્યારે ભલભલાના પરસેવા છૂટી જાય છે. અયોગ્ય ખાનપાનના કારણે પેટથી જોડાયેલી તકલીફો વધી જાય છે. કેટલાક લોકો ખાવાના ઘણા શોખીન હોય છે, પરંતુ ખાવાની તરફ વધતા જ તેમના હાથ પાછળ ખેંચી લે છે. ભલે કમને..

કેમકે ખાવાથી તેમને આફરો કે એસીડીટી જેવું મહેસુસ થાય છે. એસીડીટી કોઈને પણ થઈ શકે છે. પણ કેટલાક લોકોને વધારે મસાલેદાર કે તળેલું ખાય લે છે તો તેઓને પણ એસીડીટી થઈ જાય છે. ખરેખરમાં અસ્વસ્થ ખાનપાનના કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના ઉપાય માટે લોકો અલગ અલગ દવાનો ઉપયોગ પણ કરે છે જેના પોતાના સાઈડિફેક્ટ હોય છે.

તો એવું શું કરાય કે દવા ખાધા વગર આપને એસીડીટીથી રાહત મળે. એસીડીટી માટે ઘણા બધા ઘરેલુ ઉપાયો છે. આપણે ઘણીવાર રાહત મેળવવા માટે કોઈપણ દવા ખાઈ લઈએ છીએ અને તેનાથી નુકસાન પણ પહોંચી શકે છે. જી હા એવા પણ ઉપાયો છે કે જેનાથી આપ કોઈપણ દવા લીધા વગર એસીડીટીને દૂર ભગાવી શકો છો. એના માટે આપે એટલું કરવાનું છે કે ખાવાપીવામાં થોડો ફેરફાર કરો. જી હા એવા ઘણા આહાર છે જેને ખાવાથી આપ એસીડીટીથી બચી શકો છો. હવે જાણીશું એવી ખાવાની વસ્તુઓ વિશે જે ખાવાથી એસીડીટીથી બચી શકાય છે.
-આદુ કરશે ગેસ અને એસીડીટીને દૂર:

જ્યારે પણ આપને એસીડીટી જેવું લાગે ત્યારે મોંમાં થોડું આદુ ચાવી જવું કે પછી આદુવાળું ગરમ પાણી પીવું. કેમકે આદુમાં પેટની એસીડીટીને રાહત આપતું તત્વ એન્ટી ઇફલેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.
-ગેસ અને એસીડીટીમાં રાહત આપશે ઠંડુ દૂધ:

કેલ્શિયમથી ભરપૂર દૂધ પેટની એસીડીટીના દર્દમાં રાહત આપે છે. એટલે જ જ્યારે પણ આપને પેટમાં દુખાવો કે બળતરા જેવું લાગે ત્યારે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી રાહત મળે છે. આ ઉપાય એ લોકો માટે જ કારગત છે જે લોકો ડેરી પ્રોડક્ટને સહેલાઈથી પચાવી શકે છે.
-ગેસ અને એસીડીટીના ઘરેલુ ઉપાયમાં કામ કરશે કાકડી:

કેટલાક લોકો એસીડીટીથી એટલા હેરાન થઈ રહ્યા હોય છે કે એસીડીટીની દવાને હમેશા પોતાની પાસે જ રાખે છે. પણ એવું કંઈક થાય કે જો આપને દવા વગર જ ગેસ અને એસીડીટીથી છુટકારો અપાવી શકે. તો આપને દવા ખાવી જ ના પડે. એટલે જ આપે દરરોજના ભોજનમાં કે આપના ડાયટ પ્લાનમાં કાકડીને સામેલ કરવી જોઈએ. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. જેનાથી શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવી શકો છો. કાકડી શરીરમાં કેટલાક જરૂરી તત્વોની પૂરતી કરે છે. કાકડી શરીરમાં રહેલા એસિડ રીફલકસને ઓછું કરે છે. જેનાથી શરીરમાં એસીડીટીની સમસ્યા ઓછી થાય છે.
-ગેસ અને એસીડીટીમાં ઘરેલુ ઉપાયમાં રાહત આપી શકે છે વરિયાળી:

મોંને ફ્રેશ રાખવાની સાથે સાથે વરિયાળી એસીડીટી અને મોં માંથી આવતી દુર્ગંધમાં પણ રાહત આપે છે. આપ વરિયાળીને ચાવીને ખાઈ શકો છો. ઉપરાંત વરિયાળીની ચા બનાવીને પણ પી શકો છો. આ બન્ને પ્રકારે વરિયાળી લેવાથી આપને એસીડીટીમાં રાહત મળશે. ત્યાં જ સૌથી સારો ઉપાય છે કે આપે ભોજન જમી લીધા પછી દરરોજ મુખવાસ તરીકે વરિયાળીનું સેવન કરવું જોઈએ. જેથી આપને એસીડીટી થશે નહીં.
-ગેસ અને એસીડીટીના ઘરેલુ ઉપાયમાં કામ કરે છે નારિયેળનું પાણી:

નારિયેળના પાણીને આપ આપના શરીર માટે અમૃત માની શકો છો. નારિયેળ પાણી આપના શરીરમાં રહેલા બધા પ્રકારના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નારિયેળ પાણી એસીડીટીની સમસ્યાને પણ દુર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ