દુનિયાની સૌથી મોટી તોપ જો તમે પણ ના જોઇ હોય તો બનાવો આ શનિ-રવિમાં પ્લાન, છે અમદાવાદની નજીક

દુનિયાની સૌથી મોટી તોપ જયબાણ જોઈને થઇ જશો તમે હેરાન!!

બે પૈડાં ના સહારે ઉભી દુનિયાની સૌથી મોટી તોપ જયબાણ જોવી હોય તો આવી જાઓ જયપુર નજીક આવેલા જયગઢ કિલ્લા પર.

અમને કેટલાક દિવસ પહેલા તેને જોવાનો મોકો મળ્યો. મારી સાથે સેંકડો પ્રવાસીઓ પણ તેને નિહાળી રહ્યા હતા.

એક ફ્રાન્સ ના પ્રવાસીને પૂછ્યું કે “હાઉ યુ ફીલ?” તો તરત જ જવા મળ્યો “ક્વાઇટ વન્ડરફુલ”! આ તોપ વાસ્તવમાં જયગઢ કિલ્લાની શાન છે અને પર્યટકોના આકર્ષણ નું વિશેષ કેન્દ્ર પણ છે.

image source

લખો પ્રવાસીઓની પસંદીદા જયબાણ તોપનું નિર્માણ ૧૭૨૦ ઈ.સ. માં જયપુરના મિર્જા રાજા જયસિંહ દ્વારા મુઘલ રાજા મોહમ્મદ ના સમયમાં કરવામાં અવાયું હતું.

વિશ્વની સૌથો મોટી તોપ જયગઢ કિલ્લાના ડુંગર દરવાજા પાસે સ્થિત છે.ખુબ જ વજન હોવાને કારણે તેને ક્યારેય કિલ્લાની બહાર નથી લઇ જવામાં આવી. તે દુનિયામાં સૌથી પ્રસિદ્ધ તોપ છે.

જયબાણ એક દ્વિ-ચક્રી ગાડી પર સ્થિત છે. પૈડાનો વ્યાસ ૪.૫ ફૂટ છે. ગાડી પરિવહન માટે બે પૈડાં વધારે લગાવવામાં આવ્યા છે.તે પૈડાઓનો વ્યાસ ૯.૦ ફૂટ છે.

image source

આ તોપ થી 100 કિલોગ્રામ ગનપાવડર થી બનેલા ૫૦ કિલો વજનના ગોળા ડગી શકાય છે.

ટોપની બેરલ ની લંબાઈ ૨૦.૨ ફૂટ છે. અને તેનું વજન ૫૦ ટન છે. બેરલની આગળની તરફ ની નાક નો પરિઘ ૭.૨ ફૂટ છે અને પાછળનો ૯.૨ ફૂટ છે.

બેરલના બોરનો વ્યાસ ૨૮ સેમી છે અને છેડા પર તેની મોટાઈ ૨૧.૬ સેમી છે. બેરલની પાછળની તરફ મોટાઈ ધીમે ધીમે વધતી જાય છે.

image source

બેરલ પર બે કડી છે જેને ઉપયોગ ક્રેનની મદદથી તોપ ને ઉઠાવવા માટે થાય છે. બેરલ પર આગળની તરફ pushpni આકૃતિ છે અને કેન્દ્રમાં મોરની એક જોડી બનાવવામાં આવેલી છે.

પાછળની તરફ બતકની એક જોડી આલેખવામાં આવેલી છે.

આ તોપને એક જ વાર પરીક્ષણ કરવા માટે ચલાવવામાં આવી હતી. જેમાં જયપુરથી લગભગ ૩૫ કિમિ દૂર ચાકસુ નામના ગામમાં ગોળો પડવા થી એક તળાવ બની ગયું હતું.

આ તોપને બનાવવા માટે જયપુરના કિલ્લામાં જ એક કારખાનું બનાવવામાં અવાયું હતું. તેની નાળ પણ ત્યાં જ વિશેષ રૂપે બનાવેલા સંચામાં જ બનાવવામાં આવી હતી.

image source

લોખંડને પીધાળવા માટે ની ભટ્ટી પણ ત્યાં જ બનાવવામાં આવી હતી. તેના પ્રમાણ જયગઢમાં આજે પણ મોજુદ છે. આ કારખાનામાં બીજી પણ તોપોનું નિર્માણ થયું છે.

વિજયાદશમીના દિવસે આ ટોપની વિશેષરૂપે પૂજા કરવામાં આવે છે. અહીંયા તોપ બનાવવાના કારખાનામાં અનેક નાની – મોટી ૨ ડઝન થી વધુ તોપોનો એક સંગ્રહાલય બનાવીને પ્રદર્શિત કરવામાં આવે છે. તેમની બનાવટ અને કારીગરી જોવાલાયક હોય છે.

જયગઢ કિલ્લાનું નિર્માણ રાજા સવાઈ જયસિંહ (૧૬૯૯ – ૧૭૪૩) એ કરાવ્યું હતું.

image source

આમ તો દરેક કિલ્લમાં ટોપ બનતી હતું પરંતુ ઘણી બધી જગ્યાએ તેનું અસ્તિત્વ નામશેષ રહી ગયું હતું. આ જ એકમાત્ર એવી જગ્યા છે કે જે જૂની લેથ મશીન તેના મૂળ રૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

તોપોના બનાવવા માટેના સાંચા અને માટી પણ ત્યાં હાજર છે. મધ્યકાલીન ભારતના પ્રખ્યાત વિધવાન પ્રો. નુરુલ હસન એ આ કારખાનાને જોઈને કહ્યું હતું કે સંપૂર્ણ એશિયામાં કોઈ પણ કારખાનું આટલી સારી પરિસ્થતિમાં અસ્તિત્વ નથી ધરાવતું.

કહેવામાં આવે છે કે આ જગ્યાનું મહત્વ જોઈને તેને સુરક્ષિત કરીને રાજા માનસિંહ (૧૫૮૯ – ૧૬૧૪) એ ત્યાં પોતાનો ખજાનો સંતાડ્યો હતો.

image source

રાજસ્થાનના કિલ્લાઓમાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ટાંકાઓમાં જયગઢ કિલ્લાનો ટાંકો સૌથી મોટો છે. અહીંયા જળ સંગ્રહ માટે ૩ વિશાળ ટાંકા બનાવવામાં આવેલા છે.

કિલ્લામાં વિલાસ, લલિત મંદિર, વિલાસ મંદિર તેમજ આરામ મંદિર સહીત દારૂખાનાના સંગ્રહ માટે નો ઓરડો તેમજ શીતળા માતાનું મંદિર, સૂફી સંત મીટથે સાહેબની દરગાહ તથા ઓરંગઝેબ દ્વારા નિર્મિત buland દરવાજો અને તોપોનો સંગ્રહાલય મુખ્ય જોવાલાયક સ્થળોમાંનો એક છે.

image source

આ કિલ્લો ૩ કિલોમીટર લમ્બો અને ૧ કિલોમીટર પહોળો છે. આકિલ્લાની બહારની દીવાલો લાલ બલુઆ પથ્થરોથી બનેલી છે અને અંદરની કારીગરી પણ ખુબ જ રોચક છે. તેના કેન્દ્રમાં એક ખુબ જ સુંદર બગીચો પણ મોજુદ છે. તેમાં મોટા -મોટા હોલ છે જેમાં સુંદર મજાની બારીઓ પણ છે.

જયપુર – દિલ્હી રાજ્ય ધોરીમાર્ગ પર જયપુરથી અંદાજિત ૧૫ કિલોમીટર દૂર આમેરના મહેલો પર એક વાર નજર મારશો તો દૂર પહાડો પર એક પાતળી પટ્ટી જેવું દેખાશે.

image source

એ પટ્ટીની વચ્ચોવચ ઉભી એક મિનાર અને એક ખૂણામાં બે બુર્જ, બસ નીચેથી એટલું જ જોવા મળે છે. સાત મેડ ઊંચો દિયા બુર્જ કિલ્લાનું સૌથી ઊંચું સ્થાન છે.

જ્યાંથી શહેરનો સુંદર પ્રાકૃતિક નજારો મન ને મોહી લે છે. હોઈયાં પર્યટન વિભાગની બસો અથવા પોતાના વ્યક્તિગત વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

image source

કારની માળાથી તમે સીધા જયબાણ ટોપ સુધી પહોંચી શકો છો. આ કિલ્લાની સંરચના, ખુબસુરતી નું અનુમાન એ જ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધી અનેક ફિલ્મોનું શૂટિંગ અહીંયા થઇ ચૂક્યું છે!!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ