ગરુડ પુરાણ અનુસાર જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ આ ૫ કામ, નહિતર બધું થઈ જશે બરબાદ

ગરુડ પુરાણમાં મનુષ્યનાં જીવન વિશે ઘણી વાતો જણાવવામાં આવી છે જેના વિષયમાં મનુષ્ય જાણી લે તો તેનો ઉધ્ધાર થઈ જશે

ગરુડ પુરાણમાં મનુષ્ય સાથે જોડાયેલી ઘણીબધી વાતો વિશે લખવામાં આવ્યું છે. તેમા મનુષ્યનાં ધર્મ અને ધનને લઈને આયુ વિશે જાણકારી આપવામાં આવી છે. આમા આ પણ જણાવવામાં આવ્યું છે કે તમે એ ક શ્રીમંત પરિવારમાં જન્મ લેવા છતા અમુક ભૂલોને કારણે ગરીબ બની શકો છો. આમા એ ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી બચીને તમે પોતાને ધનવાન અને સુખી બનાવી શકો છો.

પુરાણોમાં એ વી શીખ આપવામાં આવી છે જેનું પાલન કરવાથી તમે મુશ્કેલીઓથી ઘરમાં સુખ સંપતિ અને સૌભાગ્યનો વાસ જળવાયેલો રહી શકે છે. તમને જણાવીએ છીએ એ વા ૮ કામ જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ .

રાત્રે દહીં ન ખાવું દહીં સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોઈ છે, પરંતુ રાત્રીનાં સમયે દહીં ખાવું ખૂબ નુકસાનકારક હોય છે. તમે સવારે કે દિવસનાં સમયમાં ઘણુંબધું દહીં ખાઈ શકો છો, પરંતુ રાતનાં સમય તમે દહીંને ભૂલથી પણ હાથ ન લગાવો. તેનાથી તમારું સ્વાસ્થય પ્રભાવિત થાય છે અને સાથે સાથે તમારી ઉમર પર પણ તેની અસર પડે છે.

પૈસાનું અભિમાન કરવું પૈસા કમાવા માટે જ દુનિયા પોતાના હાથ પગ ચલાવે છે, પરંતુ અમુક લોકોને આ ધન પ્રાપ્તિો સરળતાથી થઈ જાય છે. એ વામાં એ મને ધનનું અભિમાન થઈ જાય છે. અમુક લોકોને પોતાની નોકરીનું અભિમાન થઈ જાય છે તો અમુક લોકોને પોતાના ઘરનું જ અભિમાન થઈ જાય છે. જ્યારે તમે ઘમંડ કરો છો તો બીજાને દુ:ખ પહોંચે છે અને તમે પાપનાં ભાગીદાર બની જાવ છો.

બીજાથી ઈર્ષ્યા અમુક લોકોની આદત હોઈ છે કે તે પોતાના સુખથી સુખી નથી રહેતા પરંતુ બીજાની ખુશીને જોઈને બળવા લાગે છે. આમ કરવાથી તણાવ વધે છે. ક્યારેય પણ બીજાની ખુશીથી બળવું ન જોઈએ . ઈર્ષ્યા થઈ જવી સ્વભાવિક છે, પરંતુ હદથી વધારે ઈર્ષ્યા મનુષ્યનાં પતનનું કારણ બને છે. જીવનમાં આગળ વધવા માટે આપણે આપણી ક્ષમતા પ્રમાણે લક્ષ્ય નક્કી કરવું જોઈએ , ન કે બીજા લોકોથી લડવું જોઈએ .

બીજાની નિંદા

જ્યારે સમાજમાં ચાર લોકો હોઈ તો જરૂરી નથી કે એ ક બીજાની દરેક વાત પર સહમત હોઈ, આવામાં ઘણીવાર પીઠ પાછળ આપણે તે વ્યકિતની નિંદા કરવા લાગીએ છીએ . આ કરવું ખૂબ જ ખોટું માનવામાં આવ્યું છે. જો કોઈથી ભૂલ થઈ છે તો તેને સામેથી જણાવો, પરંતુ પોતાનુ કામધામ છોડીને ફક્ત તેની ટીકા કરવી બરાબર નથી.

સાફ કપડા પહેરવા વ્યકિતનું સ્ટેટસ શું છે તેની અોળખ તેના કપડાથી થાય છે એ વામાં હમેંશા સારા કપડા પહેરવા જોઈએ . જો તમારે અમીર બનવું છે તો એ ખૂબ જરૂરી છે કે સાફ સ્વચ્છ કપડા પહેરો. આવા સાફ કપડા પહેરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. જે ગંદા કપડા પહેરે છે અને ગંદકીથી રહે છે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. આવા લોકો લક્ષ્યની પાછળ પણ આ જ કારણે રહી જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ