ગરમીમાં PPE કિટથી પોલીસ અને મેડિકલ સ્ટાફની સ્થિતિ થઇ જાય છે કફોડી, તેમ છતા બજાવે છે પોતાની ફરજ

પોલીસ અને મેડિકલ સ્ટાફને એક સલામ! ગરમીમાં PPE કિટથી પરસેવાના રેલા ઉતરે છે, છતાંય તેઓ ફરજ ચૂકતા નથી..

આરોગ્ય પ્રધાને કહ્યું છે કે કોરોના માટે ફરજ બજાવતા સ્ટાફ માટે PPE કીટ સાથે “સ્થાનિક પડકારો અને સમસ્યાઓ” આવી છે. આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આખુંય શરીર કવર થઈ જાય તેવો પ્રોટેક્શન સૂટ પહેરી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નોકરી કરવી આપણે કલ્પના પણ ના કરી શકીએ તેટલી અઘરી છે. કોરોનાથી બચવા હવે પોલીસ પણ પ્રોટેક્શન સૂટ પહેરીને ફરજ બજાવી રહી છે. ડોક્ટરો કહે છે કે “આ કીટ ખતરનાક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, પરંતુ અમારે પોતાને, અમારા પરિવારો અને દર્દીઓનું રક્ષણ કરવાનો પ્રયાસ કરવાનો છે. તેથી અમારી પાસે કોઈ વિકલ્પ નથી.”

image source

પ્રોટેક્શન સૂટ સતત ત્રણ-ચાર કલાક પહેરીને ફરવું પડે છે

પેટ્રોલિંગમાં જતાં પહેલા પ્રોકેક્શન સૂટ તેમજ અન્ય પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ્સ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત મકવાણાને પહેરવા પડે છે. જેને યોગ્ય રીતે પહેરવામાં વીસ મિનિટનો સમય લાગે છે, અને કોઈકની મદદ પણ લેવી પડે છે. જુતાને ઢાંકવા ઉપરાંત હાથમોજા અને ગોગલ્સ પણ પહેરવા પડે છે. એકવાર PPE કિટ પહેરી લીધી તે પછી સતત ત્રણ-ચાર કલાક તેને પહેરીને જ કામ કરવું પડે છે.

image source

શરીરમાં કીટને લીધે પરસેવાના રેલા ઉતરે છે

મંગળવારે અમદાવાદમાં તાપમાન 41.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. તેવામાં હવાની બિલકુલ અવરજવર ના થઈ શકે તેવી PPE કિટ પહેરીને ફરજ બજાવતા પોલીસકર્મીઓ પરસેવે રેબઝેબ થઈ જતાં હોય છે. પોલીસને અગાઉ ક્યારેય આવી સ્થિતિમાં ફરજ બજાવવી પડી નથી. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં બંદોબસ્ત દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને ચેપ લાગી જતાં આખરે તમામને PPE કિટ્સ આપવામાં આવી છે.

પાણીમાં ડૂબાળીને રાખ્યા હોય તેવા હાથ થઈ જાય છે

image source

કાળઝાળ ગરમીમાં પીપીઈ કિટ પહેરી સતત ફરતા રહેવાના કારણે ખૂબ પરસેવો થવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થાય છે. દરિયાપુરમાં જ ફરજ બજાવતા એલઆરડી જવાન વસીમ સૈયદ જણાવે છે કે, પીપીઈ કિટ કાઢ્યા બાદ હાથ જાણે કલાકો સુધી પાણીમાં બોળેલા રાખ્યા હોય તેવા થઈ જાય છે. આવી જ હાલત પીપીઈ કિટ પહેરી ફરજ બજાવતા હેલ્થ વિભાગના સ્ટાફની પણ છે.

હાલત પણ કફોડી થઇ ગઇ છે ડોક્ટરોની

image source

પ્રોટેક્શનના સૂટના કિનારા પર પરસેવો શોષાઈ જાય તેવો પાવડર હોય છે, પરંતુ એક હદ પછી તે પણ નકામો બની જાય છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટર જણાવે છે કે પીપીઈ કિટ્સની અછત હોવાથી એક વ્યક્તિએ તે પહેરી સતત છ કલાક કામ કરવું પડે છે. શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય છે.

હોસ્પિટલમાં બે જોડી કપડાં લઈ આવવું પડે છે

image source

પીપીઈ કિટને કારણે ખૂબ જ પરસેવો થતો હોવાથી મેડિકલ સ્ટાફને ફરજ દરમિયાન જરૂર પડે તો વોર્ડની બહાર આવવાની પણ છૂટ છે. તેમના કામકાજના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ જેપી મોદીના જણાવ્યા અનુસાર, હવે ડોક્ટરો બે જોડી કપડાં લઈને આવે છે. એક પીપીઈ કિટ પહેરતી વખતના, અને બીજા કિટ કાઢ્યા બાદ પહેરવાના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ