શું તમને ખબર છે પતિ કરતા પત્ની ઉંમરમાં કેમ નાની હોય છે?

સામાન્ય રીતે દુનિયાભરની સંસ્કૃતિઓમાં એવું જોવા મળે છે કે છોકરીની ઉંમર છોકરા કરતાં થોડી ઓછી જ હોય. પરંતુ જો છોકરી છોકરા કરતાં મોટી હોય તો એ સારું નથી માનવામાં આવતું. પરંતુ હવે તો અરેન્જ મેરેજ અને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઉંમરનો કોઈ પણ ફર્ક નથી પડતો પરંતુ આજે પણ અરેન્જ મેરેજ કરવામાં આવે ત્યારે જરૂરથી જોવામાં આવે છે કે છોકરી છોકરા કરતાં નાની જ હોય.

image source

મેરેજ વખતે હંમેશથી વર પક્ષવાળા લોકો એ જ જોવે છે કે છોકરીની ઉંમર છોકરા કરતાં 4-5 વર્ષ નાની જ હોય પરંતુ સામે પક્ષે કન્યા પક્ષવાળા લોકો પણ છોકરી કરતાં નાની ઉંમરના છોકરો પસંદ નથી કરતાં. આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે.

પરિપક્વતા

image source

લોકોનું માનવું છે કે છોકરા અને છોકરીઓની પરિપક્વતામાં ફરક જોવા મળે છે. વિશેષજ્ઞોની માનીએ તો છોકરાઓની તુલનામાં છોકરીઓમાં જલ્દીથી પરિપકવતા આવે છે. છોકરાઓને ભાવનાત્મક રીતે પરિપક્વ થવામાં વધુ સમય લાગે છે. આ સમયગાળો 3-4 વર્ષનો હોઈ શકે છે.

પ્રજનન ક્ષમતા

image source

સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાની એક ખાસ ઉંમર હોય છે પરંતુ પુરુષોમાં આવું નથી હોતું. લગ્નનો મુખ્ય ઉદેશ સંતાન પ્રાપ્તિ હોય છે. ઘણી વાર સંતાન પ્રાપ્તિમાં ઘણું મોડુ થઈ જાય છે. આ કારણને ધ્યાનમાં રાખીને પણ લોકો ઇચ્છે છે કે છોકરીની ઉમર છોકરા કરતાં નાની હોય જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ના થાય.

સુસંગત બનવું

image source

લોકોનું માનવું છે કે જો વર-વધુની ઉંમરમાં અંતર નહીં હોય તો એમની વચ્ચે સુસંગતતા નથી બની શકતી અને બને વચ્ચે સમજદારી પણ વિકસતી નથી. સામાન્ય રીતે એવુ દેખાવમાં આવ્યું છે કે પત્નીની ઉંમર પતિની બરોબરની કે એના કરતાં વધુ હોય તો સારી રીતે એડજેસ્ટમેન્ટ થઈ શકતું નથી.

ભાવનાત્મક સમસ્યાઓ

image source

પતિ-પત્નીની ઉંમર એકસમાન હોવાને કારણે થોડી ઘણી એવી ભાવનાત્મક સમસ્યાઓ ઊભી થાય છે. પરંપરા અનુસાર જે બાબતો ચાલે છે એને કારણે એની અસર લોકોની માનસિકતા પર થાય છે. આમ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તો એ છે કે પત્નીની ઉંમર પતિ બરોબરની હોય તો આમાં વૈવાહિક જીવન પર કોઈ પણ પ્રકારની અસર પડતી નથી, પરંતુ ઉંમર વધુ હોવાને કારણે આ સ્થિતિમાં આગળ ચાલીને રિલેશનશિપમાં મુશ્કેલી આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ