જાણો માથામાં સરસવનું તેલ નાખવાથી થતા આ નુકસાન વિશે..

સરસવ નું તેલ માથામાં લગાવવાથી એક નુકસાન તો છે. જે આપણે નાનપણથી જોતા આવી રહ્યા છીએ, છોકરાઓ અને છોકરીઓને આવું નુકસાન સૌથી વધારે ઉઠાવવું પડે છે તેઓને એક વિશેષ નામથી નવાજવામાં આવે છે.

ચંપુ

જો કોઇપણ વ્યક્તિ માથામાં સરસવનું તેલ હંમેશા લગાવી રાખે છે, તો તેનું મોટાભાગનું નામકરણ ચંપુ કરી દેવામાં આવે છે.

image source

ચંપુ જેનો હળતો ભળતો અર્થ વાળું અંગ્રેજી નામકરણ જોઈએ તો આવી વ્યક્તિને નર્ડ (nerd)કહેવામાં આવે છે.

જયારે વાળ માટે જોવા જઈએ તો સરસવના તેલના તેલના ફાયદા જ ફાયદા થાય છે. સરસવના તેલથી વાળને કોઈ નુકસાન નથી થતું.

પણ પ્રશ્ન એ છે કે સરસવના તેલના ફાયદાઓને એક બાજુ રાખીને જોઈએ કે શું સરસવનું તેલ માથામાં લગાવવું નુકસાનદાયક છે?

image source

તો બીજુ કઈક અજીબ જેવું અને પ્રત્યક્ષ નુકસાન જે આપણે પોતાની શાળાઓમાં અનુભવ થયો જ છે. પાર્કમાં રમતી વખતે, જયારે પણ તે સમયે જો આપણા વાળમાં સરસવનું તેલ લગાવેલ રહેતું હતું, તો ઘણા બધા મચ્છરોનું નાનું ઝુંડ આપણા માથા ઉપર ફર્યા કરતું હતું.

જો કે, આવું ત્યારે થતું હતું જયારે કોઈ શારીરિક ગતિવિધિના કારણે પરસેવો પણ આવી રહ્યો હોય અને માથામાં સરસવનું તેલ પણ લગાવ્યું હોય.

કઈક આવી રીતે:

image source

મચ્છરોને માથા માંથી નીકળતો પરસેવો અને સરસવના તેલની મિશ્રિત અલગ ગંધના કારણે આકર્ષિત થાય છે. ખાસ વાત એ છે કે મચ્છરોનું ઝુંડ ગ્રુપના દરેક વ્યક્તિ પર નથી મંડરાતા. પરંતુ કોઈ એક વ્યક્તિ વિશેષની ઉપર જ મંડરાતા જોવા મળે છે.

મચ્છરોને પણ મજા લેવાનો શોખ હોય છે.

આવું ત્યારે નથી થતું જયારે વાળને શેમ્પુથી ધોવામાં આવ્યા હોય અને વાળમાં સરસવનું તેલ ના નાખવામાં આવ્યું હોય.

image source

ત્રીજું નુકસાન એ પણ છે કે જયારે વાળમાં સરસવનું તેલ લગાવેલ હોય તો આપ કયાંય પણ બેઠા હોવ તો બેઠા બેઠા માથાને ટેકો દો છો તો દીવાર ચીકણી થઈ જાય છે જે જગ્યા એ આપે માથું ટેકવ્યું હોય છે.

ઉંચી બેકરેસ્ટ વાળી ખુરશીઓ પણ ચીકણા થવાનો શિકાર બને છે.

ઘરના ઓશિકા અને તકિયા પણ ખરાબ થવા પર ગૃહ મંત્રીના ગુસ્સાનો શિકાર પણ બનવું પડે છે.

નાનપણમાં તો પોતાના માથાના તેલથી દીવાલોને ખરાબ કરવા માટે થઈને મમ્મીના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો છે.

image source

શિયાળાના દિવસોમાં ક્લાસમાં જેના પણ માથામાં સરસવનું તેલ લગાવી રાખ્યું હોય તેને ક્લાસના બીજા બધા મિત્રો ઘેરી લેતા હતા અને એવું કહેતા હતા કે અમારા હાથ સુકાઈ રહ્યા છે, થોડું તેલ અમને પણ આપી દે!!

આજકાલ તો બધા જયારે ઘરે હોય ત્યારે જ સરસવનું તેલ માથામાં નાખે છે, પણ જયારે ઘરની બહાર નીકળતા પહેલા વાળને શેમ્પુથી ધોઈને પછી જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે.

આમ જોવા જઈએ તો દિવેલના તેલના ખરેખર કોઈ નુકસાન તો નથી જ.

હવે જાણીશું સરસવના તેલના ફાયદાઓ પણ જાણી લઈએ, કે સરસવનું તેલ વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.:

-સરસવના તેલ વાળને લાંબા અને મજબુત બનાવે છે અને સરસવના તેલની માથામાં માલીશ કરવાથી સ્કેલ્પને પોષણ આપવાનું કામ કરે છે.

-સરસવના તેલમાં ભરપુર પ્રમાણમાં એંટીઓક્સીડન્ટ રહેલ હોય છે, સરસવના તેલમાં બીટા કૈરોટીન, ફેટી એસીડ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.

image source

-જો આપના વાળ ખરી રહ્યા હોય તો હુંફાળું ગરમ સરસવના તેલથી પોતાના માથામાં માલીશ કરો, એનાથી બ્લડ સર્ક્યુલેશન વધવાથી આપના વાળની ગ્રોથ સારી થાય છે.

-સરસવનું તેલ વાળમાં હોવાના કારણે બધા પ્રકારની સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે જ છે, આ સાથે જ વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે.

જોવા જઈએ તો સરસવના તેલને વાળમાં નાખવાના ઘણા બધા ફાયદાઓ થાય છે, પરંતુ માથાના વાળને કોઈ નુકસાન થતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ