આ વર્ષે ગરમીના કારણે સ્થિતિ થશે ખરાબ, જાણો આ અઠવાડિયે કેવા રહેશે ગરમીના મિજાજ

ભારતીય હવામાન વિભાગના અનુસાર આ ક્ષેત્રોમાં વધારે તાપમાન રહેવાની શક્યતા છે અને આવનારા 4-5 દિવસમાં તેમાં કોઈ મહત્વના ફેરફાર થવાની શક્યતા નથી. આવનારા 2 દિવસમાં પંજાબ, હરિયાણા. ચંડીગઢ અને દિલ્હી તથા ઉત્તરપ્રદેશમાં હવાનું જોર 20-30 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ભારતના હવામાનના રિપોર્ટમાં કહેવાયું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સામાન્ય અને ન્યૂનતમ તાપમાન ક્રમશઃ 121 વર્ષમાં ત્રીજા અને બીજા સૌથી ગરમ શિયાળાનો મહિનો હતો.

hot weather in delhi
image source

જાન્યુઆરી ફેબ્રુઆરી 2016માં સામાન્ય તાપમાનના સંદર્ભમાં 21.80 ડિગ્રી સેલ્સિયસ અને ત્યાર પછી 2009માં 21.58 ડિર્ગી સેલ્સિયસ અને 2021માં 21.43 ડિર્ગી સેલ્સિયસ નોઁઘાયું છે. અન્ય 2 વર્ષ અખીલ ભારતીય સામાન્ય તાપમાનની સાથે 2 મહિનાને માટે 2006 અને 2017નું તાપમાન નોંઘાયું છે.

image source

ન્યૂનતમ તાપમાનના સંદર્ભમાં 2021માં 2 મહિનામાં 15.39 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે 1901 બાદ જાન્યુઆરી ફેબ્રુઆરીની સાથે અન્ય 4 વર્ષ છે જેમાં 2016, 2009, 1926, 1912 રહ્યા છે. ગયા મહિને જાન્યુઆરીના જાહેર કરાયેલા રિપોર્ટમાં આઈએમડીએ કહ્યું હતું કે મહિનાના સમયે દેશમાં ન્યૂનતમ તાપમાન 62 વર્,માં સૌથી ગરમ રહ્યું છે.

image source

હાલમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, મધ્યપ્રદેશ, છત્તીસ ગઢ, ઓરિસ્સા, બિહારમાં અધિકતમ તાપમાન સામાન્યથી 3-6 ડિગ્રી સુધી વધારે છે.

image source

રાજ્યમાં પણ ઉનાળાની શરૂઆત વરતાઈ રહી છે. ઉનાળાની શરૂઆત છતાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો વરતારો જોવા મળે છે. આ સમયે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે આ વર્ષે ગરમી પોતાનું આકરું રૂપ બતાવશે.

image source

રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસામાં ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 14થી 15 માર્ચ બાદ તાપમાનમાં વધારો થશે.

image source

માર્ચ આવતાં જ દિલ્લીમાં ગરમીનો પારો વધવાનું શરૂ થઈ ગયું છે. દિલ્લીવાસીઓ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. રાજધાની દિલ્લીમાં ગરમીએ15 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 15 વર્ષ પહેલાં એટલે કે 2006માં દિલ્લીનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયુ હતું. ત્યારબાદ 24 ફેબ્રુઆરીએ 32.5 ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. 15 વર્ષ પછી આટલુ ઊંચુ તાપમાન નોંધાતા આ વર્ષે દિલ્લીવાસીઓને આકરો ઉનાળો સહન કરવો પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.