બાળકોના હાડકા તેમજ શારિરિક અને માનસિક વિકાસ સ્ટ્રોગ કરવા આ રીતે તૈયાર કરો ડાયટ ચાર્ટ…

બાળકોના હાડકા તેમજ શારિરિક+માનસિક વિકાસ સ્ટ્રોગ કરવા આ રીતે તૈયાર કરો ડાયટ ચાર્ટ.

બાળકોના શારિરિક તેમજ માનસિક વિકાસ માટે હેલ્ધી ડાયટ ચાર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. જો બાળકોનો ડાયટ ચાર્ટ હેલ્ધી ના હોય તો તેમના શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળતુ નથી. આ સાથે જ પૂરતુ પોષણ ના મળવાને કારણે માનસિક તેમજ શારિરિક વિકાસ જોઇએ તે પ્રમાણમાં થતો નથી. જો તમારા બાળકનો ડાયટ ચાર્ટ હેલ્ધી હશે તો તેમના હાડકા મજબૂત બને છે.

આમ, જો તમારા બાળકના હાડકા મજબૂત હશે તો તેમને જલદી થાક નહિં લાગે અને તેઓ લાંબા સમય સુધી કામ પણ કરવાની ક્ષમતા ઘરાવે છે. ડાયટ ચાર્ટ હેલ્ધી હોવાથી તેમની હાઇટ તેમજ ગ્રોથ પણ સારો થાય છે. જો તમે તમારા બાળકોને શારિરિક તેમજ માનસિક રીતે સ્ટ્રોંગ તેમજ તેમના હાડકાઓને મજબૂત બનાવવા ઇચ્છો છો તો તેમના ડાયટ ચાર્ટમાં ખાવા-પીવાની આ ચીજ વસ્તુઓને એડ કરો.

દૂધમાંથી બનતી વસ્તુઓ ખવડાવો

દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ માટે દિવસ દરમિયાન બને તેમ વધારે બાળકોને દૂધ તેમજ દૂધમાંથી બનેલી વાનગીઓ આપો જેમ કે દહીં, છાશ, પનીર તેમજ બીજી અનેક વસ્તુઓ આપવાનો આગ્રહ વધારે રાખો. જો તમે તમારા બાળકના ડાયટ ચાર્ટમાં દૂધમાંથી બનેલી આ વસ્તુઓ ઉમેરશો તો તેમના હાડકા મજબૂત થશે. આ સાથે જ તમને જણાવી દઇએ કે દૂધમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારે હોવાથી દાંત પણ સારા થાય છે અને દાંતની ચમક પણ જળવાઇ રહે છે.

શક્કરિયા

શક્કરિયામાં કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં હોય છે. શક્કરિયા ખાવાથી હાડકા સ્ટ્રોગ બને છે. આ માટે દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોના ડાયટ ચાર્ટમાં શક્કરિયાને એડ કરવા જોઇએ. જો તમે તમારા બાળકોને અઠવાડિયામાં ત્રણ વાર શક્કરિયા ખવડાવો છો તો તેનાથી શારિરિક વિકાસ પણ સારો થાય છે.

સોયા દૂધ

બાળકોના હાડકાઓને સંપૂર્ણ રીતે વિકસિત કરવા સોયા દૂધ એક બેસ્ટ ઓપ્શન છે. સોયા દૂધમાં રહેલા પોષક તત્વો શરીરને મજબૂત બનાવે છે અને સાથે-સાથે તેમની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. બહારના દેશોમાં સોયા દૂધનુ ચલણ આજકાલ ખૂબ જ વધી રહ્યુ છે.

વટાણા

વટાણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં તાકાત મળી રહે છે અને સાથે હાડકાઓ પણ મજબૂત થાય છે. જો તમારા બાળકોને વટાણા નથી ભાવતા તો વટાણામાંથી બનતી અલગ-અલગ પ્રકારની ડિશિશ બનાવો અને તેમને ખવડાવો.

અનાનસ

હાડકાઓને મજબૂત બનાવવા અને તેમનો શારિરિક તેમજ માનસિક વિકાસ વધારવા માટે અનાનસ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમારે તમારા બાળકોના ડાયટ ચાર્ટમાં અનાનસને એડ કરવુ જોઇએ. તમને જણાવી દઇએ કે, 100 ગ્રામ અનાનસમાં 47.8 ગ્રામ વિટામીન સી હોય છે માટે બાળકો તેમજ યુવાનોએ પણ અનાનસ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.

તલના લાડુ

તલના લાડુ ખાવાથી તેમાં સૌથી મહત્વની કોઈ ચીજ મળતી હોય તો તે છે આયર્ન. 28 ગ્રામ તલમાં 4.18 મિલી ગ્રામ આયર્ન રહેલું હોય છે. નિષ્ણાતો કહે છે કે તમારે રોજ 18 મિલીગ્રામ આયર્ન લેવું જોઈએ. આમ તલના લાડુમાંથી તમને એક ચતુર્થાંશ આયર્ન તો મળી રહે છે. એક ચતુર્થાંશ ગોળ ઉમેરવાથી 1.8 મિલીગ્રામ આયર્ન વધુ ઉમેરાય છે. આયર્નથી રક્તકણોનું ઉત્પાદન વધે છે અને તેના લીધે તમારા શરીરમાં ખૂબ જ ઓક્સિજનનો પ્રસાર થાય છે. 28 ગ્રામ તલનાં બીમાં 2 મિલીગ્રામ ઝિંક પણ રહેલું હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ