ગરબાનું મ્યૂઝિક સાંભળીને કોરોના પોઝિટિવ દર્દીઓ ઝૂમી ઉઠ્યા, જોઇ લો તમે પણ નરોડાની શેલ્બી હોસ્પિટલનો આ વીડિયો

કોરોના સામે ટકી રહેવા દર્દીઓનો ગરબા પ્રયોગ, કોરોનાની ચિંતામાંથી મુક્ત કરે છે.

કોરોનાને લઈને આખાય વિશ્વમાં ભય ફેલાયેલો છે. આપણા દેશ્મા પણ સતત લોકડાઉનના ચાર તબક્કા લાગુ રહ્યા છે, અંતમાં સરકારે સ્થિતિઓ સામે હાર માની અને જુન મહિનાથી અનલોકની જાહેરાત પણ કરી દીધી. હવે ધીરે ધીરે તાળાઓ ખુલી રહ્યા છે, ત્યારે સંક્રમણના આંકડામાં ઉછાળા જોવા મળી રહ્યા છે. આવા સમયે લોકોમાં ડરનું હોવું સામાન્ય બાબત છે. જો સાજા લોકો પણ કોરોનાને લઈ ગંભીર રીતે ડરી રહ્યા હોય, તો આવા સમયે જે લોકો હોસ્પીટલમાં કોરોના પોજીટીવ અવસ્થામાં દાખલ છે એવા લોકોની સ્થિતિ કેવી હોઈ શકે એ સમજી શકાય એમ છે.

image source

અત્યારે કોરોના મહામારીના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે આપણને હતાશામાં ઘર્કાવ કરી દે છે. ઘણા લોકો જીવ ઘુમાવી ચુક્યા છે. જો કે મૃત્યુનું પ્રમાણ સજા થવાના આંક સામે ઘણું ઓછું અને નજીવું છે. પણ જેની ઇમ્યુનિટી નબળી છે એના માટે કોરોના જીવલેણ બની શકે છે. આવા ડર વચ્ચે અમદાવાદના નરોડા વિસ્તારના શેલ્બી હોસ્પીટલમાંથી એક હકારાત્મક ખબર સામે આવી છે. કદાચ આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, લોકોમાં કોરોનાના ડરને ઓછું કરવાનો અને દર્દીઓના મનનો ભાર ઓછો કરવાનું.

image source

સામાન્ય રીતે ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકો કોરોનાનો સીધો સામનો કરતા હોવાથી પોતાનો આત્મવિશ્વાસ ઘુમાવી દેતા હોય છે. એમનામાં કોરોનાના લક્ષણો હોય કે ન હોય કોરોનાનું હોવું જ એમના અંદર ડીપ્રેશન, ડર અને હતાશા ભરી દે છે. પરિણામે કોરોનાથી વધુ તેઓ જાત સામે હારી જતા હોય છે. આવા નકારાત્મક વાતાવરણને હટાવવું જરૂરી છે. કારણ કે કોરોના સામે લડવા મજબુત ઇમ્યુનિટી સાથે મજબુત મનોબળ પણ જરૂરી છે.

image source

હાલમાં જ નરોડા સ્થિત શેલ્બી હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોરોનાના દર્દીઓ નવરાત્રી આવતા પહેલા જ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. આ વિડીયો દર્દીઓ જ્યારે હોસ્પિટલ લોબીમાં ગરબા ગાય છે, ત્યારે લેવામાં આવ્યો છે. સવાર સાંજની કસરતના સમયે અહી બધા જ દર્દીઓ એક સાથે ગરબાના તાલ પર ઝૂમી ઉઠયા હતા. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ લોકો ખુશ છે, એમના અંદર ડરનું પ્રમાણ થોડાક સમય માટે સાવ જ ભુલાઈ ગયું છે. જાણે કે એમને કાઈ જ રોગ નથી એમ તેઓ ઝૂમી રહ્યા છે. આવા સમયે દર્દીઓમાં પોજીટીવીટીનું હોવું પણ ખુબ જરૂરી છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

હોસ્પીટલમાં દાખલ થયેલા નીખીલ ભાઈએ આ બાબતે કહ્યું હતું કે એમને પણ કોરોના હતો. એમને જયારે નરોડાના શેલ્બી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાં એમના સિવાયના મોટા ભાગના વૃદ્ધ લોકો જ હતા. જે લોકોના ચહેરા હતાશા અને ચિંતામાં ડૂબેલા જ રહેતા હતા. જો કે દર્દીઓને સારવાર દરમિયાન સવાર સાંજ કસરત કરાવવામાં આવતી હતી. જ્યારે મને રજા આપવાની હતી, ત્યારે અમારી સાથે આ વૃદ્ધ લોકો જે કોરોના પોજીટીવ હતા એ બધા પણ ગરબાના મ્યુજિક પર ઝૂમી ઉઠયા હતા. હતાશ ચહેરાઓ પર આ દરમિયાન સ્મિત પાછું ફર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ