ગરમ પાણીમાં આ વસ્તુ મિક્સ કરી લેવાથી મળે છે અનેક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીમાંથી છૂટકારો, આજથી જ કરો શરૂ

કહેવાય છે કે ખાસ કરીને શિયાળામાં ગરમ પાણી જેને આપણે હૂંફાળું પાણી કહીએ છીએ તેને પીવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેને પીવાથી શરીર ડિટોક્સીફાઈ થાય છે તેના કારણે અનેક ગંબીર બીમારીઓથી બચી શકાય છે. ગરમ પાણી પેટની સમસ્યામાંથી રાહત આપવામાં પણ મદદ કરે છે. વજન ઘટાડવાની સાથે સાથે અનેક સમસ્યામાં લાભદાયી સાબિત થાય છે. ગરમ પાણીમાં તમે કેટલીક ખાસ ચીજો મિક્સ કરીને પીઓ છો તો તેનો તમને વધારે ફાયદો મળી શકે છે. આવો જાણીએ ગરમ પાણીમાં શું મિક્સ કરી લેવાથી તેનો વધારે ફાયદો મળે છે.

ગરમ પાણી સાથે હળદરનો ઉપયોગ

image source

હળદરમાં કરક્યુમિન હોય છે જે શરીરને કેન્સરથી બચાવે છે. હળદરના સેવનથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી પણ મજબૂત હોય છે. ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી પાચન સારું રહે છે અને સાથે જ કફની સમસ્યામાં પણ રાહત મળે છે. હળદર શરીરમાં થનારા ઘાને સાજા કરવામાં મદદ કરે છે આ સિવાય તે લોહીને સાફ કરવામાં ખાસ ઉપયોગી છે. તેનઆથી શરીર સ્વસ્થ રહે છે.

ગરમ પાણી સાથે લસણનો ઉપયોગ

image source

લસણ ભોજનનો સ્વાદ વધારે છે પણ શરીર માટે અન્ય અનેક રીતે પણ ફાયદો કરે છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો છે જે અનેક રોગથી લડવામાં મદદ કરે છે. તે હ્રદય માટે ફાયદારૂપ હોય છે. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓને ગરમ પાણી સાથે લસણ આપવું તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો પણ ગરમ પાણી સાથે લસણનું સેવન કરવું. તે પાચનને સુધારે છે. હ્રદય સંબંધિત તકલીફમાં એક કાચું લસણ ખાઈને ઉપર ગરમ પાણી પીવું. આ ઉપયોગ ખાલી પેટે કરવો. તો અનેક તકલીફમાં રાહત મળશે. આ સિવાય જો બીપીની તકલીફ છે તો પણ આ ઉપાય અસરકારક ગણાય છે.

ગરમ પાણીની સાથે લીંબુ અને મધનો ઉપયોગ

image source

ગરમ પાણીની સાથે લીંબુ અને મધ લેવાથી વજન ઘટે છે. મધના એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામીન સી ભરપૂર હોય છે. તેનાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ નિયમિત રીતે લેવાથી અનેક સીઝનલ બીમારીમાં પણ રાહત મળે છે. આ પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. પેટમાં ગેસની સમસ્યા અને સાથે કબજિયાતમાં પણ રાહત આપે છે. તેનું નિયમિત સેવન કરવાથી વધારે ફાયદો થાય છે.

ગોળ અને ગરમ પાણી

image source

ગોળમાં ભરપૂર પોષણ હોય છે. સવારે વાસી મોઢે એક કાંકણી ગોળ ખાઈ લઈને ગરમ પાણી પીવામાં આવે તો શરીરનું પાચન સારું રહે છે અને ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ